Monday, September 14, 2015

જીવનના અનુભવ : સાથ સહકાર

જીવનના અનુભવ :  સાથ સહકાર

જીવનમાં કયારે કઈ ક્ષણએ શું થાય છે તે ખબર જ નથી પડતી અને આ રહસ્યમય જીવનના તબક્કા પણ જોવા જેવા હોય છે .... કયારેક ખુશી તો કયારેક ગમગીની તો કયારેક અજંપો તો કયારેક રહસ્ય ...!!

ગઈકાલ મને સારો એવો જિંદગી એ જીવનનો પાઠ ભણાવિયો કે જીવનમાં આપણે આપણા મિત્રો અને સ્નેહી જનો ના સાથ સહકાર ની અચાનક જરૂર પડે તો આપણે કરેલા સદભાવ ના કે નિસ્વાર્થભાવે કરેલા  કાર્યો જ જીવનને આનદમય રાખવામાં મદદરૂપ થાય છે....

મારે કોઈની જરૂર નથી તેવું કહેવાવાળા ઘણા છે પણ
મારે બધાની જરૂર છે તેવા કહેવાવાળા તો બહુ ઓછા છે...

સાથ સહકાર વગર માણસની જિંદગી સુખી અને સફળ ન થાય....
સાથ સહકાર વગર જીવન ની હરક્ષણ શક્ય નથી..કોઇપણ આધાર જીવનમાં જરૂરી છે..
સાથ ,સહકાર અને આધાર વગર દુઃખમાંથી બહાર આવવામાં કે સુખ વહેચવામાં મુશ્કેલી પડે છે..
સુખી કે આનદ કરવા માટે પણ સાથ સહકાર નો આધાર જોઈએ જ છે...

સુખ કે આનદ ને વહેચવામાં જે અલોકિક સુખ છે તેટલું જ દુઃખની ક્ષણમાં આવીને ઉભારેતા મિત્રો અને સ્નેહી જનો કે પરિવારના સભ્યો છે...

વર્ષગાંઠ હોય કે પાર્ટી કે પછી મિત્રો અને સ્નેહી જનો કે પરિવારજનો ના મેળાપ કે એકબીજાની મિમિક્રી કે કોપી કરવામાં કે સંબંધો ના આનંદિત પળોના યાદગાર અનુભવ માં જે આનદ છે તે તો જેમણે માણ્યો હોય તે જ જાણે...અને આ વહેચવા થી આપણામાં એક ઊર્જાના સ્તરમાં વધારો જોઈ કે માણી શકીએ છીએ...

અને કોઈ દવાખાનામાં માંદગી ના કે અણધરિયા શરીરના રોગો ની સામે રક્ષણ પણ આપણા મિત્રો અને સ્નેહી જનો કે પરિવારજનો ના સાથસહકાર થી જ દુખની ક્ષણોમાંથી બહાર આવી શકાય છે....કેમકે તે સમયે આપણામાં રહેલી ઊર્જાના સ્તરને તે લોકો એટલો બધો પ્રેમ આપે છે કે દવાખાના કે દુઃખ દર્દને ભૂલીને એક આનદપ્રમોદમાં સરકી જઈએ છીએ.....માટે જ

આપણે બીજા માટે કાયમ તત્પર રહેવું જોઈએ...અને બને ત્યાં સુધી ફરિયાદના ભાવ કે મુશ્કેલીઓની  અવગણના કરવી જોઈએ...


ગુરુનો જેમ સાથ સહકાર ના હોય તો આપણે આપણા ખાબોચિયાંરૂપી જીવનમાં જ કુદ્કાને ભૂસકા મારતા રહીએ અને કુદરત કે ભગવાનની નજીક ના પહોચી શકીએ....ગુરુ તત્વ કે કુદરતના તમામ નિયમો માં પણ આ સાથ સહકારનો ભાવ જોવા મળે છે તો આપણે આ નિયમને જીવનમાં ઉતારવા જેવો છે...જય ભગવાન.

Sunday, September 13, 2015

જીવનના અનુભવ : અધીરાઈ કે ઉતાવળ

જીવનના અનુભવ :  અધીરાઈ કે ઉતાવળ

ગઈકાલે હું અમદાવાદના એસ.ટી થી જમાલપુર રોડ થી લઈને ત્યાં નજીકના પુલ પરના રસ્તા પર જતા એક ગાડીવાળા ની અધીરાઈ જોઈ..લગભગએ ગાડીવાળાને એટલી બધી અધીરાઈ હતી કે એસ.ટી સ્ટેન્ડ થી લઈને જમાલપુરના પુલના છેડા સુધી એ ઓવરટેક કરતો જ જતો હતો તે સામાન્ય ન હતું અને ૧૦૮ એમ્બુલન્સ ની પાછળ જ ચલાવતો અને હું મારું ટુ વિહીલર નિરાતે ચલાવતો હતો થોડીવાર એ આગળ જાય અને થોડીવાર હું પાછળ હોવું કેમકે ત્યાં તો ટ્રાફિકસાંજના સમયે ખુબ જ હોય છે અને તે ગમે તેટલું કરે કાઈક ને કાઈક તકલીફ ને લીધે તેને આગળ જવા જ ન મળે અને એ ગાડીવાળા એ પોતાની સ્પીડ ઘટાડવી પડે અને આખરે તે પાલડી એસ.ટી.સ્ટેન્ડ સુધી મારી સાથે હતો અને જોયું કે આ ગાડી વાળાને ટ્રાફિક પોલીસએ સાઈડમાં બોલાવીને દંડ વસુલતા હતા અને આ જોઈને એક શીખ મળી કે અધીરાઈ કે ઉતાવળ નું પરિણામ હમેશા ખરાબ જ આવે છે અને પાછળ થી પસ્તાવો થાય છે ....

આ એક સામાન્ય ઘટના છે કે અધીરાઈ કે ઉતાવળ થી કરેલ કોઈ પણ કામ કે કર્મ આપણને સમય થી આગળ લઈજવાને બદલે પાછળ જ ધકેલી નાખે છે અને આ ભૂલ આપણે વારંવાર કરી એ છીએ અને પછી કોઈ પણ બહાનું આપી છટકી જવાની કોશીશ કરીએ છીએ...

ઘણા લોકો આ અધીરાઈને પ્રત્યે બેદરકારી દાખવે છે અને એક સામાન્ય ભૂલને કારણે જીવનની ગતિમાં ભંગ પડી જાય છે અને જીવન પ્રત્યે એક ઉદાશીનતા આવી જાય છે અને પોતે કરેલ અધીરાઈ કે ઉતાવળ ન દેખાતા બીજ પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરીએ છીએ અને કારણ નો ઢગલો આપી આપણી આ ભૂલ ઢાંકવાનો પ્રયત્ન કરી ને એક ગેરસમજ ઉભી કરીએ છીએ .....

આ અધીરાઈ એક પ્રકારની નથી હોતી

કોઈને પોતાના રૂટીન કામ પ્રત્યે હોય છે તો...
કોઈને પોતાના સંબંધો પ્રત્યે ....
તો કોઈને પોતાની એક આગવી કુટેવ જ હોય છે .....
આ અધીરાઈ માટે આપણા ગુજરાતીમાં કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે

આપણા જીવનમાં આ અધીરાઈ રૂપી દુર્ગુણ ને ઓરખીએ છીએ પણ સુધારતા જ નથી.....

આ ભગવાનકે કુદરત ના નિયમો જુઓ એ કયારે અધીરાઈ કે ઉતાવળ નહિ કરી હોય
સૂર્યોદય ....કે સૂર્યાસ્ત કયારેય અધીરાઈ થી નથી થતો ...
ફળ ફૂલ કે છોડને પાલન પોષણ કરીએ તો ધીરે ધીરે તે ઉગવાની કે વધવાની શરૂઆત કરે છે...
કુદરતના દરેક જીવને એક ગતિ આપે છે તેમાં કયારેય અધીરાઈ નથી કરતો....
આપણી અંદર આ અધીરાઈને ત્યારે જ રોકી શકીએ જયારે આપણે અંદરથી કે મન શાંત હોય ....
આ મન ને શાંતિ કેળવવા એકાગ્રતા લાવીને જીવનના તમામ ક્રમને સહજતાથી વાણી,વર્તન અને સંસ્કારમાં લાવી જોઈએ જેથી મન શાંત થાય અને જયારે જયારે આ અધીરાઈ આવે ત્યારે આપણે તેને જોઈ શકીએ અને અટકાવી ને શાંતિ થી પોતાના કર્મ કે જીવને આગળ ગતિ આપી શકીએ......જય ભગવાન.



Saturday, September 12, 2015

જીવનના અનુભવ : સુંદરતા

જીવનના અનુભવ :  સુંદરતા

આજે સવારે આકાશ માં ઉગતા સૂર્યનો એક નજરો જોયો કે સૂર્ય વાદળની વચ્ચે અને જાણે ભગવાન ની આંખ જોતી હોય તેવું દ્રશ્ય નજરે આવ્યું અને નમસ્કારથી સુંદરતા માણી અને આ દ્રશ્ય દેખાડવા બદલ કુદરતનો આભાર વ્યક્ત કર્યો અને સુંદરતાની ઝાંખી થી મન પ્રફુલ્લિત થઈ ગયું ....અને આગળ મારા કામે લાગી ગયો ...

આપણા બધાની નજર ફરે જ છે પણ સુંદરતા માણી શકતા આવડવું જોઈએ....
ઘણા ની સુંદરતા ની વ્યાખ્યા.......
સારું સ્ત્રી કે પુરુષ નું દેખાતા શરીરનું રૂપ હોય છે તેને સુંદરતા માને છે
તો ઘણા જે દ્રશ્ય જોયાના હોય તેવા સ્થળ પર જાય અને સુંદરતા માને છે...
તો કોઈ મંદિર,મસ્જીદ કે ગુરુદ્વારા કે ચર્ચની અંદરના વાતાવરણ ને જ સુંદરતા માને છે....

સુંદરતા એ આપણા અંદર પડેલા તત્વનું પ્રતિબિબ છે જે વાણી ,વર્તન  કે સંસ્કાર રૂપે પ્રગટે છે અને એક સમજણમાં પરિવર્તન પામે છે ...કોઈ ચિત્રકાર કે કવિ કે સંગીતકારને સુંદરતા નું વણન કરવાનું કહીશું એટલે તે પોતાના અનુભવને આધારે જ સુંદરતા કલ્પી શકશે...અથવા માણી શકશે....પણ બહુ ઓછા લોકો હશે જેને સુંદરતાને માણી હશે અથવા જોઈ હશે...કે અનુભવી હશે અને આગળ વધીયા હશે...

આપણે મોટેભાગના લોકોને જોઈશું તો તે સુંદરતાના ચાહક હશે પણ સુંદરતાની વ્યાખ્યા તેમના મત મુજબની જ હશે તો જ સ્વીકાર કરશે....બાકી નહિ જ કરે....

ઘણા અત્યારના આ ડીજીટલ જગતમાં ફોટોગ્રાફ્સ સ્વરૂપે પોતાની પાસે જમા રાખશે અથવા બીજાને બતાવશે....પણ સુંદરતા માણેલા ના અનુભવ ને તો નહિ સમજાવી શકે ...

આપણા અંદરના જગતમાં પણ આવું જ છે જો તમે એકાગ્રતાથી કે પુરેપુરી હાજરીથી જે પણ કરશો તરત જ સુંદરતા સામે આવી જશે...કેમકે આ જગતમાં બધું જ સુંદર છે પણ આપણે સીમિત દ્રષ્ટી જ કેળવી છે અને સુંદરતાની આખે આખી વ્યાખ્યા બદલી નાખી છે....

મધુરાષ્ટક....સાંભળ્યુ હશે કે વાંચ્યું હશે .. માણવા જેવું છે. નયનમ મધુરમ, અધરમ મધુરમ, હસીતમ મધુરમ, મધુરાધિ પતે અખિલમ મધુરમમધુરતા જ મધુરતા આખે આખા જગતમાં છે ,મધુરતા જ્યાં નજર કરો તે બધુ જ મધુર, પ્રેમ મધુર જ હોય, મધુરો ન હોય તો એ અધુરો છે. મુક્ત ખુલ્લા આકાશના કે આપણી દ્રષ્ટી માં આવતા સારા કે ખરાબ દ્રશ્યોમાં સુંદરતા હોય જ છે પણ આપણે જોવા જ નથી માંગતા ...કેમકે આપણે આપણી દ્રષ્ટિને સમગ્રતા તરફ કેળવતા જ નથી ....
ભગવાન ના દરેક જીવ ની રચના એક સુંદરતાનું જ પ્રતિક છે, કે જે જન્મ,મુત્યુ અને ફરી નવસર્જન તરફની સુંદરતા પર રાખીએ કેમકે આખરે તો આ સુષ્ટિના ચાલક સુંદરતાના જ ચાહક છે જે મનથી સુંદર તેને કદી કદરૂપું ના જ દેખાય ...કેમકે બીબ અને પ્રતિબિબ એ એક ક્રિયા છે જે સત્યરૂપે જ પ્રગટે છે પણ સુંદરતા માણીએ અને જીવનની ગતિ ત્યાં ન અટકાવતા આગળ વધીએ નહીતો ત્યાજ રોકાઈ ને ખરી પડીશું કે વિસર્જન પામીશું..માટે જીવની ગતિ સુંદરતા માણીને આગળ વધવામાં છે....જય ભગવાન.


Friday, September 11, 2015

જીવનના અનુભવ : નિષ્ફળ પ્રયત્ન

જીવનના અનુભવ :  નિષ્ફળ પ્રયત્ન

આપણને બધાને એક સમજ છે કે પ્રત્યન સાચી દિશામાં કરવાથી જ ગતિ થાય છે પણ અનુભવમાં નથી ...અને જેનો અનુભવ થયો છે તેનો ફરી પ્રયત્ન જ કરતા નથી ...

સતત કુદરત કે ભગવાનનું સ્મરણ કરવું, સકારાત્મક જ વિચારો કરવા, મનનું આંતરિક નિરિક્ષણ કરવું, બાહ્ય વિલાસી જગતમાંથી ભીતરના જગતમાં જીવન જીવવાનો પ્રયત્ન કરવો , આ અસંભવ નથી. થોડુંક પણ નિયમિત દરરોજ માણસ પોતાની જાત સાથે રહેવાનો પ્રયત્ન કરે તો મનનો ઉદ્વેગ શાંત અને સ્વસ્થ અવશ્ય થઇ શકે છે...

અત્યારના આ વૈભવી જીવન શૈલીમાં માણસ પોતની જાત સાથે એકલો રહી જ નથી શકતો અને કોઈને ને કોઈની જરૂર જણાય છે અને એક પછી એક સપના કે પછી એક ઈચ્છા સેવીને જીવનને તે કહેવાતા સુખ પાછળ ખર્ચી નાખે છે અને પછી પાછલી જિંદગી દવા અને દુવામાં જ વ્યતીત કરે છે.....

એક સસક્ત જિંદગી જીવવાના પ્રયત્ન જ માણસને સાચી રીતે સજીવન રાખે છે કેમકે આજે કરેલા આધ્યાત્મિક જીવન પ્રત્યે ના પ્રયત્નની કચાસ રહી જાય તો ગતિ પણ અધુરી જ થાય...

ઘરસંસાર કે ઓફીસ ચલાવવાની હોય તો પ્રયત્ન કરીશું પણ મન ને શાંત કરવાનો પ્રયત્ન નથી કરી શકતા કેમકે સમય હોવા છતા નથી એ બધો નકામી પ્રવુતિ કે કાનાફૂસી કરવામાં બગાડી નાખીએ છીએ...

આ માનવ જન્મ માટે આપણા સંતો કે મહાત્મા સમજાવે છે કે પ્રયત્ન કરવાનો છે પણ નિષ્ફળ પ્રયત્ન જ કરવાનો છે અને આપણે બુધ્ધીશાળી જીવ આપણી બુદ્ધિમતા અનુસાર જ પ્રયત્ન કરીએ છીએ ...અને પછી આપણે પ્રયત્ન કરી ને કયા પહોચીયા તેનું સતત ધ્યાન રાખીએ છીએ આ જ બાધા બને છે આંતરિક કે ભીતરના જગતમાં ક્યારેય આશા અપેક્ષા આગળ વધવા જ નહિ દે કેમ કે આ આશા અપેક્ષા આપણે કરેલા પ્રયત્ન માં અડચણો ઉભી કરશે.....

નિષ્ફળ પ્રયત્ન જ સાચો રસ્તો છે આ નિષ્ફળ પ્રયત્ન કરવા સજાગતા અને એકાગ્રતાની જરૂર છે ...આ ક્ષણ જેવી કોઈ ઉતમ ક્ષણ નથી આ જીવની ગતિ આગળ વધારવાની છે..... જય ભગવાન.



Thursday, September 10, 2015

જીવનના અનુભવ : ફરિયાદ

જીવનના અનુભવ : ફરિયાદ

એક મોટી કારના માલિક ટ્રેક સુટમાં અમારી નજીકની અમુલ દૂધ ની દુકાને આવીયા અને આ માણસ ૪ રૂપિયા માટે રકઝક કરતો તો અને અમુલ દૂધવાળાને ફરિયાદ કે કાયમ કુપન જ આપો છો પરચુરણ કયારે નથી હોતું તમારી પાસે .....અને પેલો આ ફરિયાદને દલીલબાજી માં ના પડતા એક જ વાક્યમાં કહ્યું સાહેબ સવારમાં ફરિયાદ ના કરશો.....છુટ્ટા લઈને આવો અથવા આ પ્રીપેડ કાર્ડ વાપરો.....

માણસ સવારથી લઈને સાંજ સુધી એટલે કે લગભગ જીવનના ૫૦ ટકા ભાગનો સમય આ ફરિયાદમાં વ્યતીત કરી નાખે છે....અને કોઈ ને કોઈને નિમિત બનાવીને શરૂઆત કરશે અને પોતના કહેવાતા સંતોષને જયા સુધી નહિ સંતોષે ત્યાં સુધી તે દલીલબાજી કે ફરિયાદના દોર ચાલુ જ રાખશે અને જીવનની હકારાત્મક ઊર્જાને વેડફી નાખશે અને પછી બોલો હવે શું કરું નું રટણ ચાલુ કરી દેશે.....

ફરિયાદ નું ઉત્પતિ સ્થાન છે અદેખાઈ,તુલના,અસંતોષ.......

આ ફરિયાદ એ માણસનું નકામું હથિયાર છે પણ ધારદાર હોય તેવી રીતે વાપરે છે અને પછી ના ચાલે તો નીશાસો નાખી વ્યથા ને રજૂઆત કરે છે.... જે લગભગ નજીકના સંબંધોમાં વધારે વપરાય છે અને આ ફરિયાદ નો હેતુ કોઇપણ વસ્તુ કે પરીસ્થીતી કે સંજોગો કે સંબંધ ને લાગતીવળગતી હોય અને ઉકેલ પોતની પાસે જ હોય તોય ના વાપરે અને ફરિયાદોનો ઢગલો કરી નાખે અને કટેલાય લાચાર ના હોય તેમ વર્તે અને આ બસ ઘડી બે ઘડી માટે જ હોય પણ એક દેખાડો કરવા કે અમે જ સાચા છે....અને આ આખી દુનિયા  ખોટી છે...ફરિયાદમાં જેમ ખોટા પુરાવા રજુ કરી ને કેસ કરે અને પછી રજુઆત તો એવીરીતે કરે કે આ જગત ખોટું અને જે રજુ કરે તે જ સત્ય ....

ફરિયાદના પ્રકાર
શું કરું આ કયારે સુધરશે..?   આ શું કર્યું મારી મહેનત પર પાણી ફેરવી નાખ્યું........ આ મારી મરજી મુજબ કેમ નથી કરતા...  બીજાને જોઈ આવો...પછી કહેજો...   મારા નસીબમાં આવું જ લખાયું છે..........વગેરે વગેરે

અને આ ફરિયાદના ભાવમાં જેનાથી ફરિયાદ હોય તેને સાથે રાખીને સમજણ કેળવી શકાય પણ ફક્ત એક તરફી દલીલબાજી કરીને ન્યાયાધીશ જોડેથી પણ ન્યાય નથી મળતો કેમકે તેઓં બને સાક્ષી ને સંભારી ને જ ન્યાય કરતા હોય છે અને આપણે આપણો કકકો સાચો નું રટણ કરતા હોવાથી કેવળ નિરાશા અને હતાશા જ મળે છે...

આ ફરિયાદ ના ભાવ ને સ્વીકારભાવ સાથે જો જોડીએ તો લગભગ આ ફરિયાદ ભાવ જવા જ લાગે અને આપણા ૫૦ ટકા હકારાત્મક ઊર્જા નો બચાવ થાય અને જીવન અને શરીરમાં નવયુવાની આવી જાય....


ગુરુ તત્વ કે ભગવાન આપણી અરજ કે પ્રાથના હાથમાં ના લે તેનું કારણ આ ફરિયાદભાવ ..જયા સુધી ફરિયાદ જીભે કે હદયમાં છે ત્યાં સુધી તે આપણો સ્વીકાર નહિ કરે પણ જે ક્ષણથી સ્વીકારભાવ આવીયો દોડતો આવશે અને ભેટી પડશે....અને સાચો કે સત્ય માંગે બતાવીને જીવનની દશા અને દિશા બદલી નાખશે...અને જીવનમાં ધન્યતા ના અનુભવ કરાવશે...અનુભવવા જેવું ખરું ...ધીરે ધીરે શરૂઆત કરી જોવો પછી એ ફરિયાદ જયારે જયારે આવે ત્યારે જોવો કે સત્ય શું છે ...અને પછી ગમેતેવી સ્થિતિ કે પરિસ્થિતિ કેમ ના હોય સ્વીકારતા જાવ ...અદભૂત પરિણામ મળશે અને એક મોજ અવતરશે ....જય ભગવાન.

Wednesday, September 9, 2015

જીવનના અનુભવ : સ્વાર્થ

જીવનના અનુભવ : સ્વાર્થ

સંબંધોમાં અને આપણા વ્યહવારમાં સ્વાર્થ હોવો એ માણસનો એક દુર્ગુણ છે કેમકે આપણે બીજાનો સ્વાર્થ છે તે જોઈ શકીએ છીએ પણ આપણો પોતાનાનો સ્વાર્થ તો કોઈ કાળે નહિ જ દેખાય...

એક ધંધાકીય અર્થે સ્વાર્થ હોવો સ્વાભાવિક છે પણ એટલો પણ ના રાખવો કે એ સ્વાર્થ ફરી ધંધાકીય વ્યહવાર જ ન કરાવે...

સ્વાર્થ ના મૂળમાં જોઈશું તો એક કપટ કે છલ રહેલું છે એટલે તે માણસના સ્વભાવ પર પડે છે અને પછી ઝનુન કે હઠાગ્રહ ને લીધે બધું જ ધૂંધળું થઈ જાય છે અને ફક્ત સ્વાર્થ જ દેખાય છે અને આપણી અંદર રહેલા પ્રેમ તત્વને ઢાકી દે છે અને હિત કે અહિત જાણીયા વગર કે સંબંધો ના મહત્વ ને ભુલાવી ને એક અલગ ક્રિયા કરાવે છે....જેનું પરિણામ નક્કી દુઃખ અને દર્દ જ હોય છે એ ભલે વહેલું કે મોડું પણ પોતાનું પોત પ્રકાશે છે અને જીવનની ગતિ ને અટકાવી દે છે ..જો જો તમે કોઈને નિસ્વાર્થભાવે કર્મ કે કાય કર્યું હશે તેનો આનદ અને સ્વાર્થ થી કરેલ કર્મ કે કાયનો આનદ માં એક આસમાન જમીન નો ભેદ દેખાશે અને પોતે આ અનુભવી પણ શકશે.....

જો આ સ્વાર્થ રૂપી દુર્ગુણ ને જાણવા છતાં આપણે તેના દુષ્કર્મ પરિણામ ભોગવી જ રહ્યા છે તો આ ક્ષણથી એક જીવ કે જાત ને પ્રમાણ કરીએ કે આને જીવન ની અંદર પ્રવેશવા જ ના દઈએ અને સ્વાર્થ ની ખબર પડે અને સાવધાન થઈ ને બીજાના હિત ને ધ્યાનમાં રાખી કર્મ,કાર્ય,કે વહેવાર કરીએ જેથી પરત ફળ સ્વરૂપે કેવળ આનદ અને આનદ જ મળશે આ મારો અનુભવ છે ...એકવાર કરી જોવો...કેમકે

આપણે પોતાને અંદરથી ગમે તેટલો સારા કહેતા હોઈએ કે દુનિયા આપણને ઘણા સારા સમજતી હોય, પણ સંબંધો સિવાય કોઈને પણ  નિસ્વાર્થપણે મદદરૂપ થઈશું તો તેનો બદલો ભગવાન કે તત્વ એક મોજ કે આનદ સ્વરૂપે કેશ વહેવાર કરશે એટલે કે તરત જ આપશે અને એની ખબર પોતાને પછી અને બધાને પહેલા થશે....

ફેસબુક કે વોટ્સઅપ  પર સારા વિચારો, સારા લેખ શેર કરવાથી કે કોઈ સમસ્યા વિષે અભિપ્રાય આપી દેવાથી મારી જવાબદારી પતી જાય છે? હું પોતે ઘણી વાર આવું કરું છું, અને પછી એવી સ્વાર્થીલાગણી થાય છે કે ચાલો હું કંઈક બોલું તો છું, કંઈ નથી કરતો તો શું થયું. પણ એ તો સ્વ અર્થે ને જ ને ખુશ રાખવાનો એક વિચાર માત્ર છે.

સારા સંસ્કારોના લીધે માણસ સારા કર્મો કરવાનું વિચારી શકે, પણ એને અમલમાં મુકવા દ્રઢ મનોબળ અને નિસ્વાર્થ ભાવના હોવી જરૂરી છે, જે આજે માણસમાંથી ખોવાઈ ગઈ છે , ક્યાં તો માણસ પોતે જ એક રૂટીન જીંદગીમાં ખોવાય ગયો છે....દુનિયાના આ સ્વાર્થ વલણને ન જોતા પોતાના સ્વાર્થને જ જોઈએ અને અટકાવીએ જેથી જગમાં સર્વ વ્યાપી એક શાંતિ અને આનદ પ્રવેતે જે આપણા જીવનને ધન્ય કરે અને જન્મને સાર્થક કરે...જય ભગવાન.





.

Tuesday, September 8, 2015

જીવનના અનુભવ : અસમંજસ (કન્ફ્યૂઝન)

જીવનના અનુભવ : અસમંજસ (કન્ફ્યૂઝન)

અમદાવાદના હાર્દ સીટી સમા માણેકચોક વિસ્તારમાં ફોર વિહીલર લઈને પીક અવરમાં જવું એટલે ટ્રાફિકમાં ફસાયેલા જ રહેવાનું અને કોઈપણ માણસ ટ્રાફિકના કોઈ નિયમ પાળે નહિ અને બધા મનફાવે તેમ વહાનો હાંકે અને પછી એક સમય એવો આવે કે આગળ જવું મુશ્કેલીમાં મૂકી દે અને અસમંજસ (કન્ફ્યૂઝન) થાય કે હવે શું..?

આવું દુનિયાના કોઇપણ શહેર કે ગામમાં પણ આ દ્રશ્ય જોવા મળે છે અને આ એક અણસમજ કહો કે ઉતાવળ જવું છે ત્યાં સમયસર પહોચી જ ન શકાય અને બધી જ ગણતરી ઉંધી પડે અને આ અસમંજસ (કન્ફ્યૂઝન)માં કઈપણ  નક્કી જ ન કરી શકાય...

આવું જ આપણા મન નું છે જયારે હોય ત્યારે આપણી અંદર એટલા બધા વિચારો આવે કે આ વિચારોના ટ્રાફિકમાં આપણે સપડાઈ જઈએ અને અસમંજસ (કન્ફ્યૂઝન) શરૂ થાય અને પછી હવાતિયા મારીએ અને આગળ કેવી રીતે વધવું તે નક્કી જ ના થાય અને કરવાનું હોય કઈક અને કરી બેસીએ કઈક અને પછી એના ફળ સ્વરૂપે હેરાનગતિ સ્વીકારવી જ પડે અને આપણે આપણા મનફાવે તેવા વલણ ને લીધે દ્રિવ્ધામાં મુકાઈ જઈએ કે હવે શું...?

આવું ના બને તે માટે કરવું શું ..........
આવું ના બને તેમાટે આપણે શું એક બાજુ બેસી જવું ...?
ના
જયારે જયારે આવા અસમંજસ (કન્ફ્યૂઝન) ના સ્વરૂપે વિચારોના વમળ આવે ત્યારે સો પ્રથમ આપણે એક સાઈડ પકડી લેવી અને પછી ધીરે ધીરે જેમ જેમ વિચારો નો ટ્રાફિક શાંત થાય એટલે કે જગ્યા થાય તેમ તેમ આગળ વધવું આ સમજવું મુશ્કેલ નથી ...પણ અનુભવમાં આવેલું જ છે પણ ઉતાવળ ન કરતા જેમ જેમ એકાગ્રતા આવે તેમ આ અસમંજસ (કન્ફ્યૂઝન) જવા લાગે અને રસ્તો સાફ દેખાય અને આપણે આપણા જીવનની ગતિને આગળ વધારી શકીએ અને સહજતાથી જીવનના તમામ ટ્રાફિકને પહોચી વળીએ અને જીવનને એક સરસ ગતિ આપી શકીએ

જયારે જયારે આવા વિચારોના વમળમાં જે લોકો ફસાયેલા રહેલા છે તેમના અનુભવ પણ આ જ કહે છે કે શાંત અને એકાગ્રતાથી ભલભલા રસ્તા ખુલી જાય છે,આ ભગવાનની લીલા કહો કે કુપા તે આપણને સમભાળી જ લે છે બસ આ અસમંજસ (કન્ફ્યૂઝન)થી ગભરાવાની જરૂર નથી કેમકે કયારે કોઈ રસ્તાપર નો ટ્રાફિક વધુ સમય માટે જામ નથી રહેતો ત્યાં કોઈને કોઈ ટ્રાફિક પોલીસઆવીને આ રસ્ત્તાને મોકળો બનાવે જ છે બસ આપણે રાહ જોવાની છે અને શાંત ચિતે એકાગ્રતા જાળવવાની છે બાકી ટ્રાફિકમાં ફસાયેલી મોટી મોટી બસની નીકળી જાય છે તો આપણે તો આ દેહ રૂપી સાયકલ લઈને આવિયા છે તો પરીસ્થીતી ગમે તેવી હોય બદલાતા વાર નથી લાગતી......જય ભગવાન.