Monday, September 7, 2015

જીવનના અનુભવ : અનુભવ નોધ કે ડાયરી લેખન

જીવનના અનુભવ : અનુભવ નોધ કે ડાયરી લેખન

ઘણાં લોકો મારી જેમ આ અનુભવ રૂપી ડાયરી કે લેખ લખતા હોય છે,
કેમ અનુભવ કે લેખ લખતા હશે ?
પોતે જે કઈ અનુભવયુ ,
જોયું કે જાણ્યું કે પછી ધાર્યું એ બધું લખી ને કેવો સંતોષ અને આનંદ મળતો હશે?

એ તરફ નજર નથી જતી અને પોતે આ વાત પર સહમત નથી અથવા આ ખોટું છે તેવો એકરાર કરે છે પણ તેઓ પોતાની જાત ને સ્વયમ આ અનુભવ રૂપી લેખન માં મુકે ત્યારે આ સાચો ભેદ પરખાય...

ભગવાન માથે રાખી અથવા સાચે સાચી હદયની વાત ને એક લેખન સ્વરૂપે બધું શબ્દો માં વર્ણન કરવા માટે ખરી હિંમત જોઈએ.કોઈ ને કહી ના શકાય એવી લાગણીઓ ને પેપર કે ઓનલાઈન પર વેહતી મૂકી દઈ મન હળવું ફૂલ ચોકસ લાગતું હશે.અને સારા કે ખરાબ અનુભવ લખી ને એને ફરી જીવન જીવી લેવાની પણ મજા કઈક અનુભવવા જેવી છે ....

દરેક વ્યક્તિ અંતર ની વાત નિર્ભય બની વેહતી મુકી શકે છે. અને હદય ને હળવું ફૂલ બનાવી શકે છે , આમાંથી સંતોષ અને આનંદ પણ લઇ શકે છે એ માટે ડાયરી જ લખવી એવું નહિ.પણ પોતાનું મન ખાલી કરી શકાય એવા અનુભવો અને લાગણીઓ વેહતી મૂકી શકાય એવું કોઈ વ્યક્તિ પણ હોઈ શકે....

તમને કોઈ માણસ સાથે કારણઅકારણ ની કે અનુભવ ની વાતો કરી સંતોષ થયો છે?

અંતર ની વાતો ને જે માણસ સમક્ષ વેહતા ઝરણા ની જેમ બહાર લાવી શકાતી હોય,કીધા પેહલા કે કહ્યા પછી અંતર પર કોઈ ભાર કે ક્ષોભ  લાગતો ન હોય એ જ તમારી ડાયરી.કઈંક સારું કે નરસું ,નવું કે અજુકતું ઘટે અને જેને એ બધું કહી દેવાની ઈચ્છા થઇ આવે એજ તમારી અનુભવ રૂપી ડાયરી.

અનુભવ રૂપી ડાયરી લખનારા એક જ ડાયરી લખે છે અને ખુબ અંગત વસ્તુ ગણી ને સાચવી રાખે છે,જીવન માં અંગત અને બધી વાતો જાણી શકે એવી વ્યક્તિ (ડાયરી) એક જ અને અંગત હોવી જોઈએ.


આ અનુભવ લેખ લખવા પાછળના હેતુ ને ધ્યાનમાં રાખીને આપણે આપણા પરિજનો કે વ્હાલા મિત્રોને એટલો બધો પ્રેમ કે સ્નેહ આપીએ છે કે કયારેક આ પ્રેમ ખૂટે નહિ....જય ભગવાન.

Sunday, September 6, 2015

જીવનના અનુભવ : યાદો

જીવનના અનુભવ : યાદો

દરેકને પોતાના ભૂતકાળ પ્રત્યે એક અલગ જ લગાવ કે પ્રેમ હોય છે એ પછી નાનપણ કે યુવાની કે ઘડપણ ની કે પછી જીવનના અંતિમ ક્ષણ કે ઘડીની કેમ ના હોય,એ સમયની યાદો ની મજબુતાઈ એટલી અતુટ હોય છે કે અત્યારની ક્ષણ સાવ ભુલાઈ જ જાય છે અને માણસ સમય કરતા પાછળ જતો રહે છે અને એ સ્મરણ ને યાદ કરીને સુખ દુઃખ ની અનુભૂતિ કરે છે આ દરેક માણસમાં એક સ્વભાવિક લક્ષણ છે.....

કોઈને મીઠી યાદો ગમે તો કોઈને કડવી યાદોને જ વાગોરીયા કરે અને સુખ દુઃખ ની અનુભતી કર્યા કરે પણ જે ક્ષણ વીતતી જાય છે તે પણ એક યાદ જ બનીને રહી જાય છે તો આ ક્ષણ કે ઘડી ને પણ કેમ યાદગાર ના બનાવવીએ અને ભૂતકાળની યાદો સ્મરણ વિસરાવીએ, હા એક છે કે તેમાં સસ્મરણો ના સંભારણા યાદ કરીને રાજી થઈ એ પણ એ ક્ષણ કે સમય ની પાછી માંગણી કરીએ તો તે શકય જ નથી તેટલુ તો આપણને ખબર જ છે.....

યાદો ની પ્રત્યે આપણે ઉદાસીનતા ન દાખવતા એક જીવનના સંભારણા સ્વરૂપે જો યાદ કરીએ તો ચોક્કસ એક અલગ આનદ પ્રાપ્ત થાય છે અને આ જ અસલી આનદ છે...
કોઈને પોતાના ના સારા નરસા અનુભવો યાદ આવે અને હસી કે રડી લે....તો
કોઈ બીજાના હાસ્યને લગતા અનુભવો યાદ કરે અને હસી લે ...તો
કોઈ લગતા વરગતા સંબંધો ની યાદો ને યાદ કરે અને હસી લે ....
પણ આ આનદ ને ઓરખવો જોઈ કે આ તો એક માધ્યમ છે ભૂતકાળ ની યાદગાર પળોને માણવાનો છે અને સામે પ્રતિભાવ પણ આપતા પહેલા સમજવું કે આપણે ભૂતકાળ વિશે વાત કરીએ છીએ...

યાદો ને જો યાદ કરીએ તો જેની યાદદાસ્ત (મેમરી) સારી હોય તો તેની આંખ સામે આખે આખું ચિત્ર ઉપસી આવે છે અને આનદપ્રમોદ કરી લે છે તો કોઈ ની યાદદાસ્ત (મેમરી) સારી ના હોય તો તે પોતે અનુભવેલા અનુભવ ને આધારે હાસ્ય રેલાવી દે છે...

જીવનરૂપી ઘરમાં કેટકેટલી યાદો છે અને આ યાદો થી જીવનની ગતિ વધે છે તો જયારે જયારે ભૂતકાળ યાદ આવે ત્યારે ચોક્કસ યાદગાર ક્ષણ  કે પળ ને જ યાદ કરવી જેથી આપણી અંદરની ઊર્જા વધુ ના બગડે અને એક આનદની ઝલક મળે ...

આજે મારો જન્મદિવસ છે તિથી મુજબ જન્માષ્ટમી ની પારણા નોમ અને મને આજે અમદાવાદમાં મળતા માણેકચોકના બત્રીસજાતના શાકભાજી યાદગાર રહી ગયા છે અને આજે તેને અચૂક માણવાની ઈચ્છા થાય છે અને મળી પણ જાય છે તો આ યાદો જયારે જયારે યાદ આવે છે તો આનદની એક લહેર આવી જાય છે...અને એક ગીત યાદ આવે છે ...આનેવાલા પલ જાને વાલા હે હો શકે તો ઉસ મેં જિંદગી બીતાદો પલ જો યે જાને વાલાહે...

આપણને એક યાદો જ લાઈવ રાખે છે કેમકે તેમાં રહેલો અનુભવ જ કામ કરતો હોય છે તો અવનવી યાદો ને યાદ કરી હસી કે રડી લઈએ અને જીવનમાં નીતનવી યાદો ઉમેરીએ....જય ભગવાન.





Saturday, September 5, 2015

જીવનના અનુભવ : શ્રીકૃષ્ણ જન્મોત્સવ કે જન્માષ્ટમી

જીવનના અનુભવ : શ્રીકૃષ્ણ જન્મોત્સવ કે જન્માષ્ટમી

આપણા હિંદુધર્મ અનુસાર શ્રીકૃષ્ણનું ઘેરું મહત્વ છે.નાનપણમાં એક તર્ક જાગતો કે ગયા વર્ષે તો કૃષ્ણ નો જન્મ થયો અને આ વર્ષે પાછો ..? પછી કોઈક એ સમજાયું કે તારો જન્મદિવસ જેમ દર વર્ષે આવે છે તેમ આ કાના નો પણ દરવર્ષે આવે...અને તર્ક જાગ્યો તો પછી દર વર્ષે તેને પારણામાં કેમ ઝુલાવે છે કેમ તે મોટા નથી થતા..?

આપણા ધર્મની સંસ્કૃતિ કે પરમ્પરા પાછળ ગહેરું રહસ્ય છે અને આ જો સમજાય તો આ જન્મ ધન્ય બને...

શ્રાવણ મહિનો અને એ પણ શિવ અને શ્રીકૃષ્ણમય બનવાનો લાહવવો છે. આ શિવ કે શ્રીકૃષ્ણ તત્વ જો પડકાય તો આ બધા હિંદુ ધર્મ ના તહેવારોનું રહસ્ય સમજાય...

બોળચોથ,નાગપંચમી,રાધણછઠ,શીતળાસાતમ ,જન્માષ્ટમી,નોમ ...!!!!

શ્રીકૃષ્ણનો જન્મ થાય છે તે પહેલા પ્રસુતિ ની એક પીડા કે વેદના ના અનુભવમાં થી પસાર થવું પડે છે...આપણને જો આ સમજાય કે જન્મની પીડા સ્ત્રી માટે જેટલી આનદદાયક છે તેટલી જ પીડા ને વેદના થી પણ જોડાયેલ છે..જેમ આપણની અંદર શ્રીકૃષ્ણમય થવું છે તેવી ઘેલછા છે પણ પીડા વહોરવા તૈયાર નથી..આ વેદના સહજ હોય છે પણ આપણે તો તૈયાર મળે તેવી ભાવના હોય છે...
જન્માષ્ટમી એ ભીતરના તત્વ રૂપી શ્રીકૃષ્ણને જન્મ આપવાનો છે અને આ એક દરવર્ષે આવતો લાહવો છે કે જો કચાસ રહી હોય તો તે ભીતરમાં ઉતરીને જન્મ સફળ બનાવવો...

ઘણા લોકો આને ઉત્સવના સ્વરૂપમાં લે છે,તો ઘણા રજા ના રૂપમાં તો ઘણા જુગારના રૂપમાં ...આ ઉત્સવ એક અનેરો લાહવો છે ભીતરમાં પડેલા શ્રીકૃષ્ણને જગાડવાનો અને તત્વને ઓરખવાનો ...

શ્રીકૃષ્ણને આપણે ટીવી કે ફિલમના માધ્યમથી ઓરખીએ છે કે તે આવા હશે કે તેવા હશે પણ કરુણાના સાગર એવા વિશ્વરૂપના દર્શન ભીતર થાય તો ફેરો ફોગટ નથી જતો અને જીવન આનદમય  થાય છે..

મીરાંબાઈ કે નરસીંહ મહેતા કે ગંગાસતી પાનબાઈ ના ભજનો નો મર્મ સમજાય તો આ શ્રીકૃષ્ણની આરાધના કરી શકીએ બાકી એક દિવસ આવે ને જાય અને પછી જન્મો જન્મ આ તત્વને જાણવાની બસ એક ઈચ્છા જ રહી જાય છે તો આ જન્માષ્ટમી ભીતરમાં બેઠેલા શ્રીકૃષ્ણને જગાડીએ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ નો આનદ માણીએ...નંદે ઘેર આનંદ ભયો... જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી ...જયશ્રીકૃષ્ણ.


નામરૂપ કે સ્થૂળરૂપ બહુ જોયા હવે આનદરૂપની મોજ લેતા શીખીએ તો આ જીવને તત્વનો બોધ થાય ...જયભગવાન.

Friday, September 4, 2015

જીવનના અનુભવ : ભાવયુકત અભિવ્યક્તિ

જીવનના અનુભવ : ભાવયુકત અભિવ્યક્તિ

એક ટીવી સીરીયલ જયારે ચાલુ થાય છે ત્યારે એક પટ્ટી નીચે ફરે છે અને સમજાવે છે કે આ ટીવી સીરીયલના જે બતાવાય છે ફકત અમારા મંતવ્યો છે અને આની અંદર જે પાત્રો છે તે કાલ્પનિક છે અને કોઈની સાથે સાંઠગાંઠ નથી એવું કઈક હોય છે ને ....અને પછી ટીવી પાત્રો કે અભિનય મુજબ તેના ભાવયુકત અભિવ્યક્તિ કરી ને અભિનય કરે છે અને આપણે આપણા લગતા વરગતા પ્રસંગ કે પાત્રો ને ભાવપૂર્વક જોઈએ છીએ અને એક આનદ ની મોજ લઈએ છીએ......

ભાવ એ ભીતરની સ્ફૂરણા અને અંતરનો નાદ છે..... ભાવ એ ભીતરમાંથી ઉત્પન્ન થતી એક લાગણી છે, વૃત્તિ છે.... વ્યકિત જ્યારે એકાગ્ર બને છે ત્યારે તેનાં લાગણી કે વૃત્તિનાં સ્પંદનો આત્મભાવ સાથે સ્પર્શ કરે છે. ઘર્ષણના કારણે જેમ દિવાસળી પ્રકાશ પેદા કરે છે તેમ હદયની લાગણી આત્મતત્ત્વ સાથે ઘસાતાં તેમાંથી જ્ઞાનપ્રકાશ પેદા થાય છે અને એક મોજ અવતરે છે....

સંતોએ કે ગુરુ તત્વ એ શબ્દને માધ્યમથી કહીને ભીતરનો ભેદ સમજાવવા પ્રયાસ કર્યો છે. આ શબ્દના માધ્યમ નો ભાવ તો કોઇ વિરલ વ્યકિતને જ સમજાય છે. સંતોએ કે ગુરુ તત્વ ના શબ્દો શ્રોતાના આત્મભાવ સાથે અથડાય, ભીતરમાં ઊતરે તો જ જ્ઞાનનો ઉદભવ થાય, જોકે આજે સાચા સદગુરુઓનો ભાગ્યે જ ભેટો થાય છે. સંતોએ કે ગુરુ તત્વ એ પાત્રની ચકાસણી કર્યા પછી જ બોધ કે આદેશો આપે છે અને શિષ્યની પાત્રતા કેળવે છે.

ભીતરના ભાવ વિના ભેદની દીવાલ તૂટે જ નહીં....ભૂખ વગર ભોજન ભાવતું નથી અને ભૂખ હોવા છતાં ભાવ વિના ભોજન પચતું નથી. ભાવવું અને ભાવ બંને અલગ છે. ભાવવું એ જીભનો વિષય છે અને ભાવ અંતઃકરણનો વિષય છે. ભાવ વગર ભૂખી જીભને પણ ભોજન ભાવતું નથી તો અંતઃકરણ કે આત્મભાવ વગર જ્ઞાનનું ભોજન ભાવે ખરું?

એક ગુરુની સાનિધ્ય ની યાદ આવે તો કેવી અશ્રુભીની આંખ થઈ જાય છે...આ ભાવ ને ઓરખતા શીખીએ એટલે ગુરુ તત્વ ની એક ઝલક મળે અને ભાવયુકત અભિવ્યક્તિથી ભીતરની સાધનામાં પ્રવેશાય છે અને લોકો નથી કહેતા અમે તો ભાવ ના ભુખીયા છે પણ આ ભાવ નો પરિચય જે દિવસ થાય છે ત્યારે બધું જ રસમય બની જાય છે અને આનદ કે મોજની પોતાના અનુભવથી ખબર પડે છે માટે ગુરુ કહે છે ને મોજ કરો ખોજ કરો ના મળે તો રોજ કરો

પણ એક લીટી મારા અનુભવ થી વધારું છુ કે ભાવથી મોજ અને ખોજ નો આરંભ થાય છે અને અનુભવ થી આ મોજ રૂપી ખોજ નો રોજબરોજ આનદ કે મોજ વધતી જ રહે છે માટે રોજ રોજ મોજ કરો અને ભાવપૂર્વક અભિવ્યકત કરો .....જય ભગવાન.



Thursday, September 3, 2015

જીવનના અનુભવ : નીતિ

જીવનના અનુભવ : નીતિ

ગઈકાલે માણેકચોક સ્થિત એક સોનાચાંદીના હોલસેલર અને દેશવિદેશમાં વસતા એક વેપારી જોડે મળવાનું થયું અને એમની દુકાનમાં એક વેહવાર થતો જોયો ... હું ત્યાજ તેમની ઓફીસમાં બેઠો હતો...

એક ફેરિયો રોજ બપોરે આવતું સમાચાર દૈનિક નાખી જાય છે તે તેનું કોઈ ૪૨ રૂપિયાનું પેમેન્ટ લેવા આવેલ આ વેપારી ની એક નીતિ જોઈ અને એક સમજણ પ્રગટી કે નીતિ થી જ વેપાર ચાલે છે...થયું એમ કે એ વેપારી એ પેલા ફેરિયાને ૪૦ રૂપિયા અપીયા અને ફેરીયા એ લઈ લીધા અને સાહેબ ચાલશે તેમ કીધું ત્યારે જ વેપારી એ સામે વ્યક્ત કર્યું કે ઉભો રહે એક મિનીટ અને પછી પોતાના ખિસ્સા ચેક કરવા લાગીયા અને પરચૂરણમાં થી બે રૂપિયા કાઢીને અપીયા અને એક સરસ વાક્ય બોલીયા ઉભો રહે ભાઈ મારે તારા બે રૂપિયા કયા રાખવા અને પાછા આપવા આવું પડે અને એમ કહીને બે  રૂપિયા આપીને હિસાબ અને નીતિ બને બરાબર રીતે પૂરી કરી.

આ નીતિ પર જ વેપાર અને સંસાર ટકેલો છે અને આ નીતિ જ આ વેપારી દેશ અને વિદેશનો વેપાર કરી જાણે છે,જો જો માણસની નીતિ ચોખ્ખી હશે તો વેપાર અને વ્યહવાર બને ને એક શાંતિ નો અનુભવ થશે અને સંતોષ પણ મળશે ...

ઘણા લોકો કુટનીતિ થી ચાલતા હોય એટલે કે આપણી સાથે જો બરાબર રીતે વાણી,વર્તન કે વહેવાર કરશે તે મુજબ જ આપણે તેની સાથે પ્રતિસાદ આપીશું

ઘણા લોકો રાજનીતિથી ચાલતા હોય એટલે વાણી વર્તન અને વહેવાર ને પોતાની સાથે થયેલ હોય તેમાં સાચા હોય તે તરફ દ્રષ્ટી નહિ કરવાની પણ ખોટા થયા હોય તેને જ યાદ રાખી ચાલ ચાલવાની અને પછી ગમે ત્યારે તેને માત આપવાની કે બદલો લેવાનો.

ઘણા લોકો ચાણક્યનીતિ થી ચાલતા હોય એટલે એની વાણી વર્તન અને વહેવાર તોલી તોલીને કરે અને પોતે જ ચાણક્ય ની ઓલાદ ના હોય તેમ વર્તન કરે પણ બધું જ ગેરસમજમાં કે ગેરહાજરીમાં જ હોય

આપણે બધા પાસે નીતિ છે પણ કૂટનીતિ,રાજનીતિ કે ચાણક્ય નીતિથી આ સંસારમાં વહેવાર કરીએ છીએ અને એના જ પરિણામસ્વરૂપે આવતી મુશ્કેલી કે દુઃખ ની અનુભૂતિ કરીએ છીએ

પ્રભુ એટલે કે ભગવાન ની નીતિ એ ચાલીએ તો એક વિવેક પ્રગટે એમની નીતિ એવી છે કે બીજો ભલે વાણી,વર્તન અને વહેવારમાં અનીતિ રાખે પણ આપણે તો નીતિ ના જ માગ પર ચાલવાનું અને ખોટું કે અનૈતિક વલણ નહિ આપવાનું અને સામેવાળા ને પ્રેમ અને પ્રશનતા થાય તેવું જ કરવાનું ....

આ દુનિયામાં આ નીતિ જ માણસની સાચી ઓરખ છે પણ દુનિયાવાળા આને કદી જોઈ જ નથી શકતા અને નોધ પણ નથી લેતા અને પછી ફાફા મારવામાં આખી જિંદગી વ્યતીત કરી નાખે છે અને ફરી પાછા આ ચક્કરમાં આવન જાવન કરી ધરતી પર નો ભાર વધારે છે....

નીતિવાન જીવ ની કોઈ નોધ રાખે કે ન રાખે પણ પેલો ઉપર વાળો બધું નોધી રાખે છે અને કરેલા કર્મો અને સત્કામો જ આત્મા ની ગતિમાનથી આગળ વધારે છે.....જય ભગવાન.





Wednesday, September 2, 2015

જીવનના અનુભવ : હાસ્ય

જીવનના અનુભવ : હાસ્ય

આજે સવારે અમારા નજીક ના બગીચા ની ચા ની કીટલી પાસે એક માણસોનો સમૂહ હાસ્ય કરતુ હતું અને લગભગ દરેક ના ચહેરા પર હાસ્ય રમતું હતું અને એક વ્યક્તિ તો રીતસર ના ઉછાળા મારતું હતું ....અને આ દ્રશ્ય જોઈને મને પણ અમસ્તું હાસ્ય આવી ગયું અને ત્યાંથી પસાર થઈ ગયો ....

સરળ હસવું ત્યારે જ આવે જયારે નિર્દોષતા ની સ્થિતિ હોય અથવા નિખાલસતા હોય. રોજ બરોજ ના જીવનમાં કે આપણા કહેવાતા સંબંધોમાં તો અટ્ટહાસ્ય કે વ્યંગ હાસ્ય જ હોય છે...

એક તારણ છે આપણા લોકોનું કે હાસ્ય પર કેવું વલણ હોય છે .......

જો જો વોટ્સઅપ કે કોઈ સોશિયલમીડિયા થકી કોઈ જોક કે અન્ય લેખ વાંચીને મનમાં તો મલકાશે ખુલીને હસી ને ત્યારે જ આવશે જયારે તે વ્યક્તિ એ એવા અનુભવમાં થી પસાર થઈ હોય અથવા સમજણ શબ્દો થી પર થઈ હોય.....

જીવનમાં રોજબરોજ ના વ્યહવારમાં જો થોડુક પણ હાસ્યને સ્થાન આપે તો  જીવનની સુગંધ આખા જીવતરમાં પ્રસરે અને જીવન ની તમામ ક્ષણો મહેકી ઉઠે...

હાસ્ય ને માટે લોકો કહે છે કે જે માણસ રોજબરોજ ના ઘટનાક્રમમાં રાખે તો લગભગ નહિ તમામ મુશ્કેલીઓ કે પરેશાનીમાં થી મુક્ત થાય છે અને જીવનમાં સહજતા આવે છે પણ એક વિવેક તો હોવો જોઈએ કે ક્યાં અને કયારે કેટલું હસવું નહિ તો આ સંસારમાં લોકો ગાંડામાં ખપાવે છે.....

જો માણસ ફિલ્મ કે નાટક ના માધ્યમથી જ હસતો હોય તેવું નથી પોતાના જ  રોજબરોજના પ્રસંગમાં અનુભવી પણ શકે છે અને તે જ સાચું હાસ્ય છે... પેલી કહવેત છે ને હસે તેનું ઘર વસે પણ ઘર તો વસાવી દીધું છે પણ હસવાનું તો ભૂલી જ ગયા છે.


આપણા ગુરુ તત્વ ને જ લઈ લો કે એક નાનું બાળક કે એક અનુભવી ને દિલ ખોલી ને હસતા જોઈશું પણ આ અનુભૂતિ આપણે પણ કરી શકીએ છીએ જો આ સંસારમાં જડતા ને આપણે આપણા જીવનમાં બાજુ એ મુકીશું તો એક મસ્ત હાસ્ય આવી જશે અને જીવનમાં શક્તિ કે સ્ફૂર્તિનો સંચાર થશે અને આપણની અંદર જ આ હાસ્ય બેઠું છે તેનો અહેસાસ આવી જશે અને જીવન ધન્ય લાગશે...... જય ભગવાન.


Tuesday, September 1, 2015

જીવનના અનુભવ : ગુણ અવગુણ

જીવનના અનુભવ : ગુણ અવગુણ

આજે સવારે એક રસ્તા પરથી પસાર થઈ રહયો હતો અને એક માણસ ને બબડતો જોયો અને એની સમજણ જોઈ ......
વાત જાણે કે એમ છે કે એક ખાડો હતો અને આગળ કોઈ જીવદયા કે સારી ભાવના વાળા એ પથ્થર મુકેલો અને આ પત્થર જોડે આ ટુ વિહીલર વારો અથડાયો હશે અને પડી ગયો હશે એવું અનુમાન છે મારું ...

કોઇપણ કાર્ય કે કર્મ કે ઘટના કે પ્રસંગ કે સંબંધ ને જોવાનો માણસજાતની દરેકની અલગ અલગ દ્રષ્ટી હોય છે....

માણસને ગમે તેટલું સમજાવો તે કાયમ અવગુણ તરફ જ દ્રષ્ટી જાય છે અને પછી ફરિયાદો નો ક્રમ ચાલુ થાય છે ...અને પછી સુખદુઃખની અનુભૂતિ અને પછી તેના પરિણામો ની અવગણના...

આટલા દિવસથી આપણા અમદાવાદમાં ઈન્ટરનેટ બંધ છે અને હજી પણ આજથી ચાલુ થવાનું છે તો લોકો અને સમાચારપત્રોમાં લેખ વાંચીને આનદપ્રમોદ તો મેળવે જ છે. અને ગુણ અને અવગુણમાં રમીયા કરે છે...

જીવનની જો સાચી દિશામાં ગતિ કરવી હોય તો આ ગુણ અવગુણ ને જોતા શીખવું પડે અને હકારાત્મક કે પોઝીટીવીટી કયાંથી મળે છે આપણી દ્રષ્ટી તે તરફ હશે તો સાચા આનદ ની અનુભૂતિ થઈ ને જ રહશે...

સૂર્ય,ચંદ્ર,કે તારા કે હવા કે ઝાડપાન .... સૃષ્ટીના કોઈપણ જીવના ગુણ અવગુણ જોયા વગર જ પ્રકાશે કે જીવનની ગતિ કરાવે છે જો આ નિયમ આપણા જીવનમાં ઉતારી લઈએ તો જીવન ધન્ય થઈ જાય...


આપણા સંબંધી કે સગાવાલાની કે જગતના કોઇપણ માણસની અવગણના કે ફરિયાદ જ આપણને કાયમ સુખ દુખ ની જ અનુભૂતિ આપશે પણ જે લોકો દરેકમાં સારા ગુણો જ જોતા શીખીશું તો જીવન સ્વર્ગ બની જશે...  જય ભગવાન.