Monday, October 19, 2015

જીવનના અનુભવ : મઝા

જીવનના અનુભવ : મઝા

ગઈકાલે વડોદરા જવાનું થયું અને જાગ્રત ચેતન્ય શ્રી વાલજીદાદા ની મુલાકાત થઈ અને એક આંતરિક સાધના કે જાગર્તિ કેવી રીતે રાખવી તેની ઊંડાણમા સમજ આપી.. અને આપણે લેતા મઝા કે આનદ ની વ્યાખ્યા ની પણ એક સમજણ આપી, આ સમજણ જે લોકો જાગ્રતિ ને ર્સ્સ્તે છે, તે લોકો ને ખાસ સમજવાની જરૂર છે....મેં એક પ્રશ્ન પુછીયો કે “વાલજીદાદા આપણે આ આનદની મઝા ને નિરંતર માણવા શું કોઈ નાના પ્રયોગો કે અન્ય કોઈ રીત હોય કે તેનાથી આ મઝા નિરતર રહે તેવો કોઈ ઉપાય બતાવો .....

તેમણે જવાબ ખુબ જ સહજતાથી અને સરળ શબ્દોમાં આપીયો ...કે  આપણે અત્યારે શબ્દોની રમત  જ રમીએ છીએ અને એમાંથી ઉપજતી એક આર્ટીફીસીયલ આનદ ની અનુભૂતિ કરીએ છીએ અને આ શબ્દો આપણ ને રમાડે છે, અને જો આપણે આ કહેવાતી મઝા લઈએ તો જેટલું જ આ કહેવાતું સુખ મળે છે એટલું જ દુઃખ સામે આવીને ઉભું રહે છે અને આ મઝા ધડી પછી સજા બની જાય છે પણ જો આ સુખ કે દુઃખની જોડે એટેચ ના થઈએ અને દરેક પરીસ્થિતિની અંદર આપણી અંદરની જાગૃતિ ને લક્ષ્યમાં રાખી સહજ અને સરળ રહીએ તો આ કહેવાતું સુખદુઃખ આપણને અડતું પણ નથી અને જતું રહે છે પણ જો આની મઝા લીધી તો જેટલીવાર આ મઝા માણવા જશો તેટલી આપણે બેહોશી તરફ આગળ વધીશું અને આ શબ્દો ના ગુલામ બનીને રહી જઈશું,અને આપણી અંદરની ઉર્જા ખર્ચી નાખીશું,આપણું હોવા પણું વૈશ્વિક છે અને આપણે આની જોડે એટેચ થઈને મન ના ગુલામ બની જઈએ છીએ, આ આનદ તો નિરતર સત્ય અને સાસ્વત છે, આને અનુસરવા કોઈ પ્રયોગો કે અન્ય કોઈ રીત નથી કેમ કે એ રીત પણ અહંકાર જ કરાવે છે માટે જેટલું સરળ અને સહજ જીવાય તેટલુ જીવવું કેમકે જે લોકો આ વિધિ કે અંધશ્રદ્ધા કે પ્રયોગોમાં પડે છે તે બધા સુખદુખ ને સામેથી આમત્રણ આપે છે અને પછી અલગ અલગ માર્ગ શોધે છે અને ભટકી જાય છે....

આ પ્રશ્ન પૂછ્યો એટલે એમણે એક રસ્તો જરૂર બતાવીયો કે દરેકની સ્થિતિ અલગ અલગ અને પંથ અલગ અલગ જ છે પણ આ તારા સ્વભાવ અનુશાર એક રસ્તો બતાવું છુ કે જયારે જયારે આ મઝાની અનુભૂતિ થાય ત્યારે આપણે આપણી અંદર ની ગાડીનો ગેર બદલી લેવો અને જાગ્રતિ સાથે વરતવું એટલે બુદ્ધિમતા અલગ પડી જશે અને વિવેક ઉઘડશે અને એ વિવેક જ આગળ નો માગદશન આપશે, કેમ કે  આ નો પ્લાનીગ ગુડ પ્લાનીગ જેવું છે અને સહજતા આપણા સ્વભાવને એ ક્ષણે જ બદલી નાખશે અને અંદર સદા ને માટે રહી જશે ....

આપણે સુખમાં છકી જઈએ છીએ અને દુઃખમાં નિરાશા કે હતાશામાં ગરકાવ થઈ જઈએ છીએ અને પછી આપણે જ આપણો ખાડો ખોદીએ છીએ અને આ આનદ નો માગ ચુકી જઈએ છીએ...પણ જેટલી જાગ્રત ચેતના છે તેઓં ને જોઈશું તો તેઓ દરેક પરીસ્થિતિને વેલકમ કરશે અને અટેચ નહિ થાય અને દુરથી આ નિહારશે...અને મઝા લેવામાં પણ રસ નહિ દાખવે કેમકે તેઓં આનું પરિણામ અનુભવી ચૂકયા છે એટલે આ મઝા ની સઝા કયારેય નહિ બને ...
આપણે પણ આમાંથી શીખીએ કે આ કહેવાતી મઝામાં ના પડીએ અને સાચા આનદ ની પ્રતીતિ કરીએ  કે જે આપણી અંદર જ છે અને આપણે જેમ જેમ જીવન જીવીશું તેમ તેમ તે ખુલશે અને દેખાશે ...

વડોદરાથી પાછા આવતા જે હાઈવે પરથી પરત ફરી રહયા હતા તે માર્ગે પણ આ સમજણ આપી કે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ આપણે ગાડીનો ગેર બદલીએ અને જયા લાગે ત્યાં બ્રેક મારીએ અને જયા ર્સ્સ્તો ખુલો મળે ત્યાં વિવેકથી આગળ વધીએ ...અને આપણી અંદરની ઉર્જા નો વ્યય અટકાવીએ....જય ભગવાન.

Saturday, October 17, 2015

જીવનના અનુભવ : રમત

જીવનના અનુભવ : રમત

ગઈકાલે એક રમત રમવા મળી એ હતી સંગીત ખુરશી ....

જોતા આવડે તો આ રમત આપણને ઘણું બધું શીખવાડી જાય છે....એકવાર સંગીત ચાલુ થાય તે જે પ્લેય કરતું હોય તે માણસ રમત ની બીજી તરફ મો રાખીને બેસે અને એના સંગીત ના ચાલુ બંધ થી આપણે આપેલ ખુરશીમાં બેસી જવાનું............છે ને સરળ પણ જયારે રમવાનું ચાલુ કરો એટલે અંદર એક જાગ્રતિ થાય કે જલ્દીથી ખુરશી પકડી લવું અને બેસી જવું ...અને લગભગ ૧૦ ખુરશીથી ચાલુ કર્યું તું તેમાં હું ફક્ત ૭ ખુરશી સુધી જ પહોચીયો અને રમતની બહાર નીકળી ગયો ...પણ એક સમજ કે શીખ મળી ...

જીવનમાં પણ આપણે આ કુદરતના સંગીતની ધૂન પર નાચીએ છીએ અને ગાઈએ છીએ અને સમય રૂપી કે જીવનના વર્ષ રૂપી આ ખુરશીમાં એક પછી એક આગળ વધીએ છીએ અને રમતની મઝા લઈએ છીએ અને લગભગ આપણી દ્રષ્ટી આખા જીવન દરમિયાન આ ખુરશી ને પકડીને બેસવામાં વિતાવીએ છીએ અને એક વાર બેઠા પછી ઉભા થવાનું નામ લેતા નથી કે જીદે ચડીએ છીએ પાછુ ચક્કર ચાલે છે અને જીવનનું મધુર સંગીત વાગે છે અને તે દરમિયાન પણ આપણે આખી રમતમાં નિયમો થી ચાલતા નથી અને ચાલાકી કે કપટથી થોડી છુટછાટ લઈએ છીએ અને જો રમતની બહાર નીકળી જવાનું થાય તો એક આઘાત લાગે છે અને એને કટુ હાસ્યાસ્પદ બનાવીને નિસાસા નાખીએ છીએ અને જે રમતમાં આગળ નીકળતા હોય તેના પ્રત્યે ક્ષણભર દ્વેષભાવ જન્માવીને આખી રમતની મઝા બગાડી નાખીએ છીએ...રમતના નિયમમુજબ એક જ વિજેતા બને છે અને તે આપણે જ હોવા જોઈએ તેવી લાલસા જન્માંવીએ છીએ....

કુદરત કે ભગવાન કે તત્વ પણ આ રમત જ રમી રહ્યું હોય તેવું લાગે છે કેટલાય જીવને રોજ રોજ જન્મ આપે છે અને કેટલાય ને પાછા બોલાવી લે છે...પણ આપણે આ કુદરતના નિયમો જાણતા હોવા છતા અજાણ બનીને જીવન વ્યતીત કરવાની ઘેલછા કે ઈચ્છા  કરીએ છીએ,જીવતરના દરેક સમય પર નજર કરીશું તો તે આપણી જોડે જ લાગે કેમકે દરેક વખતે તે આંગળી આપે અને આપડે તેનો પહોચો પકડીએ અને પછી હેરાનગતિને આમત્રણ આપીએ ....એ દરેક વખત છોડવાનું શીખવે અને આપણે પક્કડ જમાવીને હટવાનું નામ ના લઈએ અને જીદે ચડીએ એટલે એ નાના નાના દંડ આપી નિયમોનું ભાન કરાવે અને આ જીવનની ગતિ આગળ ધપાવે ....આપણે આખા જીવતરની રમતમાં જો આ છોડવાનું કે પક્ક્ડવાનું  શીખી જઈએ તો ક્યારે દુઃખ દર્દ આવે જ નહિ અને જીવનની સમાન ગતિ જાળવાઈ રહે .....

ગુરુ કે તત્વ પણ આપણને આ દરેક વખત સમજાવે અને એટલું ઊંડું સમજાવે છતા આપણી વૃતિ ને આપણે ના સમજી માં બરબાદી તરફ લઈ જઈએ....ઉદાહરણરૂપે  ગુરુ કહે આ આગ છે,આ પાણી છે, આ જીવન છે,આ સંબંધો છે, એમ અલગ અલગ સરળ ભાષાઓમાં આપણને અનુકુળ હોય તેવી રીતે સમજાવે પણ આપણે આને અનદેખી કરીએ અને આપણે આપણું લક્ષ્ય ચુકી જઈએ,અને ફરિયાદો નો આરંભ કરી દઈએ અને આમાં મારો વાંક જ નથી,વાળી વૃત્તિઓ અપનાવીએ ....પણ ગુરુ પણ આ રમતની મઝા લે અને આપણને દરેક પરીસ્થિતિમાંથી બહાર કાઢે અને રમાડે.....

ખરી રમત તો એ છે કે આપણે એના નિયમોનું પાલન કરીએ એટલે જીત મળે કે ન મળે અનુભવ તો જરૂર મળે અને એ અનુભવ ને આધારે આપણે રમત રમીએ.....જય ભગવાન.



Friday, October 16, 2015

જીવનના અનુભવ : નજર

જીવનના અનુભવ : નજર

અમદાવાદ સ્થિતિ એક હાઈકલાસ  કલબમાં ગરબાનો કાર્યક્રમ શરૂ થાય ત્યારે એક માતાજી એટલે આદ્ય શક્તિની એક આરતી ગવાય છે, અને આ આરતીમાં નાના મોટા જોડાય છે, અને ઘણા લોકો આ આરતી ભક્તિ ભાવ થી ગાય છે, પણ ઘણા લોકો કહવેતા ભાવથી ગાય છે અને તેનું નાટક કરે છે, અને ઘણા લોકો તો આવડતી કડી જ ગાય છે, તો ઘણા શાંત ઉભા હોય છે,અને ઘણા હાથ જોડીને ઉભા રહે છે, આ તો થઈ આરતીની વાત, પણ આ આરતીને માણી રહેલા લોકોની અને આ બધી વિધિવત કાર્યક્રમોની એક વિડીયોગ્રાફી થતી હોય છે, અને માથે થી એક કેમેરો આ બધી ક્ષણોમાં થઈ રહેલી ગતિવિધિઓ એકત્રિત કરે છે અને બાજ નજર રાખે છે..આ એક સામાન્ય પરીસ્થિતિ છે.........

નજર........ આપણે આ નજર પર ધ્યાન કોઈ વખત જ પૂરેપૂરુ આપીએ છીએ ...જેમ .........
ભિખારીની કે નોકરિયાત કે ભુખીયાની નજર એને મળતા રૂપિયા કે ભોજન પર જ હોય....
ચોરની કે અકૃત્ય કરનાર ની નજર તેના બચાવ પ્રત્યે જ હોય...
સારા શરીર વાળા સ્ત્રી કે પુરુષ ની નજર હમેશા કહેવાતા રંગરૂપ પર જ હોય....
દુકાનદાર કે બિઝનેસ કરતા લોકો ની નજર તેના ગ્રાહક પર જ હોય....
ટ્રાફિક પોલીસ કે ડ્રાઈવર ની નજર ....રસ્તા પર જ હોય.....
હવે અત્યારના યુગ કે ટેકનોલોજી મુજબ આ બધાની ઉપર કેમેરો મૂકી કોઈ સત્તાકીય કે બીનસતાકીય નજર રાખતું હોય છે....ખેર આ તો થઈ બાહ્ય જગત ની વાત ...પણ આંતરિક જગતમાં કઈ અલગ જ છે.....

એક અનદેખી સતા કહો કે ભગવાન કે માલિક આપણા દરેક સારા નરસા કર્મની ક્ષણે ક્ષણ ની નોધ રાખી રહયો છે અને સત્કર્મ કે સારા કર્મનું એ કેશપેમેન્ટ કરે છે અને દુષ્કર્મ કે ખરાબકર્મ નું ઉધાર ખાતે નાખે છે અને એક મર્યાદા પછી તેનો હિસાબકિતાબ કરે છે અને એમાય એ છુટછાટ આપીને આપણા કર્મોના હિસાબ જન્મો જન્મ સુધી રાખી સુધારવાની તક આપે છે ...

આપણે આ નજર પર ધ્યાન આપીશું તો આપણી અંદર એક જાગૃતતા કે સભાનતા કેળવાશે અને જીવનમાં થતી ભૂલો પર પડશે અને તેમાં રહેલા તત્વરૂપી કુદરત કે ભગવાનના માર્ગદર્શન કે માર્ગદર્શિકા આપતું જણાશે અને આપણી અંદર જ તેનો વાસ છે તે પ્રગટ થશે અને જીવનની ઉદ્વવગતી મળશે અને આ નજરમાં જે આશીવાદ કહો કે કૃપા કહો તેની સાચી અનુભૂતિ થશે અને જીવન સ્વર્ગરૂપી  કે ધન્ય લાગશે.....

કુદરત કે ભગવાન કે ગુરુ આ આપણામાં રહેલી ઉણપ કે અધુરીયત ને કોઇપણ શર્ત વિના નિસંકોચ રીતે નિરંતર પૂરૂ  કરતુ જ રહે છે પણ આપણે આ નજરને કદી જોતા જ નથી અને આપણા કહેવાતા સંસારિક  કે ધર્મધાર્મિકતા કે રંગરૂપ કે સાચા ખોટના ભેદભાવમાં જ પડીયા રહીએ છીએ અને ક્ષણે ક્ષણે એકની એક ભૂલ વારંવાર કરતા જ રહીએ છીએ......

આ નજર પર જયારે આપણા જીવનનું ધ્યાન કેન્દ્રીત કરીશું તો આપણે સાચા અર્થમાં કેવા માણસ કે કેવો આત્મા છીએ તેવું દેખાઈ આવશે અને સુધારવાની તક મળશે અને જન્મો જન્મથી જે ભૂલો કરી રહયા છે તેમાંથી બહાર નીકળવાની પ્રેરણા મળશે...આને નજર અંદાજ ના કરશો .....જય ભગવાન.

Wednesday, October 14, 2015

જીવનના અનુભવ : વાણી કે વાણી વિલાસ

સવારથી આંખ ઉઘડે અને રાત્રે આંખ મીચાય ત્યાં સુધી આપણે ધ્યાન આપીશું તો બેફામ વાણીવિલાસ કરીએ છીએ,જયા ના બોલવાનું હોય ત્યાં બકબક કરી રાખીએ છીએ અને જયારે બોલવાનો મોકો મળે ત્યારે ચુપ રહીએ છીએ ...ગજબ છે ને ....!!!

આપણે આ વાણી નો જે વ્યવહાર કરીએ છીએ તેમાં બુદ્ધિમતા,જ્ઞાન ,સ્મૃતિ,આવડત,ગમો અણગમો,ઈર્ષ્યા ,દ્રેવ્શ,બદલો લેવાની ભાવના અને આવા કેટલાય પરિબળો કામે લગાડીને આપણા ફાયદામાં હોય તેને જ પ્રધાન્ય આપીએ છીએ અને વાણીવિલાસ કરીએ છીએ ...અત્યારના આ યુગમાં ઘણા લોકો કલાકોના કલાક ફોન કે મોબાઈલમાં વિતાવે છે અને આ ડીઝીટલ વાણી વિલાસ કરે છે ...તો ઘણા લોકો આજુબાજુ ના પાડોશી કે સગાવ્હાલા ના બાહ્ય વ્યવહારને જ વરગી વાણીવિલાસ કરે છે ...તો ઘણા વેપારી કે બિઝનેસમેન કે નોકરિયાતવાળા લોકો ખુશામતખોરી કે સ્વાર્થીપણું હોય તેવી વાણીવિલાસથી કામ ચાલવે છે...આ ખોટું નથી પણ આમાં એક મર્યાદા હોવી જોઈએ.

ક્યારેય ક તો આપણે બહેરા મૂગા ને જોયા જ હશે અને જો તેમના વહેવારથી પરિચિત હશો તો એક મર્યાદા કે એક સમજ દેખાશે તેઓં ક્યારેય નકામી વાણીવિલાસથી પોતાની એનર્જી નહિ બગાડે...કહેવાય છે ને પ્રેમ ની કોઈ ભાષા નથી કે, નથી કોઈ યોગ્ય વાણી , પ્રેમ એ તો ન બોલો તો પણ વ્યક્ત થાય છે...

આખી દુનિયામાં આપણે જોઈશું તો કેટલીય ભાષાઓ છે અને કેટલીય બોલીઓં છે પણ દરેકમાં પ્રેમ વ્યક્ત કરવાની રીત એક જ છે...આપણે સમય સંજોગોને કે સંબંધોને આધીન હોઈએ તો વાણીથી ના બોલાવીએ તો સામેવાળો જો નબળો હશે તો તે ખોટું લગાડશે અને બદલો લેશે,આ આપણી વૃતિ છે...પણ જો તેની જોડે બેફામપણે વાણીવિલાસ કરીએ તો ખુશ થશે આ તે કેવું ..!!! આપણો તેના પ્રત્યેનો ભાવ કે પ્રેમ કદી ઓછો થતો જ નથી પણ તેને કદી આ સમજાતું જ નથી,અને આપણે તેને સમજાવવી શકતા પણ નથી કે કોઈ પુરાવા આપી શકતા નથી

કુદરત કે ભગવાન કે તત્વ ને જોઈશું તો બધે એક મોંન છે
વાણીવિલાસ રહિત નો પરિચય છે આ આખો સંસાર ...
ઝાડ કે ફૂલ પાન કે વનસ્પતિ કે સૂર્ય ચંદ્ર તારા આકાશ કે જે સાશ્વત છે તે બધે મોન છે,ઋષિઓ કે મુનીઓં કે સંત સાધુ બધા આ મોન ને જોર આપે છે અને જોઈએ તેટલું જ બોલે છે આ સિવાય પશુપક્ષી કે જીવ જંતુ પણ માર્યાદિત વાણીવિલાસ કરે છે બસ એક માણસ ને જ વાણી નો ભોગ વિલાસ કરવાની ટેવ પડી ગઈ છે, જે લોકો જરૂર મુજબ વાણી નો ઉપયોગ કરે છે તેઓં જાણે છે આની મહત્તા,તોલી તોલીને બોલવું એ સજ્જન માણસ ની નિશાની છે પણ અણઘડ કે બેફામ વાણીવિલાસ એ આપણી અંદર રહેલી નકારાત્મકતા છતી કરે છે



જીવનમાં આ ક્ષણથી એક કામ તો જરૂર થી કરીએ બને તેટલુ ઓછુ બોલીએ અને જરૂર જણાય ત્યાં સમતા રાખીને કે વાણીવિલાસ કરીએ, કટુતા ભરી વાણી કે અભ્રદ વાણી ને જાકારો આપીએ આ બસ એકવાર આપણા રોજબરોજના વહેવારમાં લાવીશું તો આપણી અંદર જે આંતરિક એનજી કે ઉર્જા માં વધારો થશે તે આપણને અને જગતને ખબર પડશે અને છુપાયો છુપશે નહિ અને એક જગતમાં સકારાત્મક ઉર્જામાં વધારો થશે અને આખા વિશ્વને આની અસર કરશે....જય ભગવાન.

Tuesday, October 13, 2015

જીવનના અનુભવ : શક્તિ

જીવનના અનુભવ : શક્તિ

શક્તિ એટલે આપણા અંદર રહેલી ઉર્જાનો ભંડાર કે જે શારીરિક કે માનસીક કે ભાવવીક હોય છે, આજથી શરૂ થી આધશક્તિ નો મહોત્સવ એટલે નવરાત્રી,આપણે આ શક્તિ ના પર્વ ને ઉત્સવ તરીકે ઉજવીએ છીએ પણ ખરેખર આ આપણી અંદર રહેલી આધ્યાત્મિક ઉર્જા રૂપી સ્તોત્ર ની જે અપાર શક્તિ છે તેનો પ્રાગટ્ય કરવાનો મહોત્સવ છે.

શક્તિ આપણે જાણીએ છીએ કે મારા માં હજી શક્તિ છે, આ એ શક્તિની વાત નથી એ તો શારીરિક શક્તિ છે પણ જે શક્તિથી આખો માહોલ કે વાતાવરણ ઉર્જા થી ભરાઈ જાય અને એક અનરો નજરો જોવા મળે અને આ આપર શક્તિથી અંદર રહેલું મન અને તન સિવાય ચિત પણ થનગની ઉઠે એટલે નવરાત્રી.......

આપણા ગુજરાત ની આ અનોખી પરમ્પરા કે સંસ્કાર કહો આ આ નવરાત્રીની રાહ કોઇપણ ઉમરના લોકો જોતા હોય છે...પણ આપણી અંદર જે ચિત ની પ્રસન્નતા પર ધ્યાન આપીએ તો એક અલગ પ્રકારની લાગણીઓના ઉભરા આવશે અને નાનું બાળક હશે તો તે પોતાના જ અલગ અંદાજ મુજબ હરખાશે અને રમશે અને યુવાન હશે તો તે તન કે શરીર પર ધ્યાન આપશે અને દેખાદેખીમાં કે કહેવાતી મોજ મજામાં ખેલશે અને રમશે અને વૃદ્ધ કે ઉમરલાયક લોકો પોતાના અનુભવ મુજબ ઉપવાસ કે એકટાણુ કરી આધશક્તિની ઉપાસના કરશે પણ જે લોકો આધ્યાત્મિક સાધના તરફ આગળ વધેલા છે તે લોકો પોતાના મન ને શાંત કરવાની અને બને તેટલુ ઓછુ બોલવાની અને વાણી વિલાસ પર આ નવ દિવસ પૂણવિરામ મૂકી અંદર ઉઠી રહેલા ભાવ જગતમાં મુક્ત વિહારશે અને આ શક્તિની આનદ કે મોજ માણસે

દેખાદેખી કરવી અને આ નવરાત્રી ઉજવવી એ તો આપણે આદત મુજબ વાકેફ છે પણ આ નવરાત્રીમાં બીજું પણ એક કામ કરીએ કે બને તેટલુ  આપણી આંતરિક ઉર્જા કહીએ કે શક્તિ કહીએ તેને વ્યય થતી અટકાવીએ ....

કુદરત કે ગુરુ કે તત્વ ની દ્રષ્ટી થી જો આ ચાલી રહેલા વર્તમાન કાળ પર નજર રાખીશું તો આ શક્તિ દરેક જીવમાં દેખાશે અને સમજાશે, શિવ ને અને શક્તિને જે લોકો ખાલી રંગરૂપ કે આકૃતિથી જ જાણે છે પણ જે લોકોને આની એક ઝલક પણ મળી હશે કે જોઈ હશે તે લોકોને આ શક્તિનો પરિચય થયો હશે  કેમકે આ સમજવાની કે સમજાવવાની જરૂર નથી પણ અનુભવવાની છે એટલે આ નવરાત્રીએ આપણે આપણા અંદર ઉઠતા ભાવને જોવાની છે કે શક્તિના આ પહેલા નોરતે શેલપુત્રી સ્વરૂપે આવે છે તેની ઓરખવાની જરૂર છે.....જય ભગવાન.

Monday, October 12, 2015

જીવનના અનુભવ : હોશિયારી કે ચાલાકી

જીવનના અનુભવ : હોશિયારી કે ચાલાકી       

આપણા જીવનમાં આ હોશિયારી કે ચાલાકી જ આપણને ભારે પડતી હોય છે,ઘણા આને ઓવર કોન્ફીડન્સ કહે તો ઘણા નકામી છેતરપિંડી કહે બધું આપણા જીવન કે જીવતરની પ્રગતિ માં બાધારૂપ બનતું હોય છે,કેમકે ખાલી આપણને જ ખબર હોય છે કે આ હોશિયારી કે ચાલાકી મેં અહી વાપરી કે ત્યાં વાપરી,આપણે દરેકમાં ઊંડાણ પૂર્વક જોઈશું તો ખબર પડશે ... અને જો જો.જે લોકો ..બહુ હોશિયારી કે ચાલાકી વાપરશે તો ત્યાં જીવનસાથી પણ તેને એવો જ મળશે અને એના સંબંધોનું વર્તુળ પણ એવું જ હશે....

ઘણા લોકો પોતાની બેહોશી કે નિષ્ફળતા કે આળસ ઢાંકવા માટે હોશિયારી કે ચાલાકી કરશે......તો
ઘણા પોતે હશે તેના કરતા વધારે હોશિયાર છે તેવું બતાવશે.....અને
ઘણા હોશિયારી એવી કરશે કે જાણે એ તો કઈ જ જાણતા નથી ...(પણ બધું બીજેથી જાણીને બેઠા હોય)અને
ઘણા જયા હોશિયારી વાપરવાની હોય ત્યાં નહિ વાપરે અને ના વાપરવાની હોય ત્યાં વાપરશે....(આ મારા જેવા હશે કે છે...) ઘણા અણસમજુ હશે તો હોશિયારી કે ચાલાકી વાપરશે પણ સામે વાળો મજબુર હોય કે તેની સ્થિતિ કે પરીસ્થિતિ પોતાને તાબે થવા વાપરે ....આપણે જોઈશું તો ઘણા બધા સ્વરૂપ સામે આવશે અને આ અનુભવરૂપી  લખાણ પણ ઓછુ પડશે...

ઉદાહરણ સ્વરૂપે ....જે લોકો સોનાચાંદી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓંમાં કેટલાક જીવનની ગતિથી ઘડાયેલા હોય છે કે અનુભવથી પરિચિત હોય છે...સામેવાળો કેવો દાગીનો છે અને તેમાં કેટલું સોનું છે કે નહિ તે તરત જ પારખી લેતા હોય છે અને સામે એ મુજબ જ વહેવાર કરશે...અને હોશિયારી સમજી જશે અને બુદ્ધિમતાથી કે સમજદારીથી કે વિવેકથી કામ લેશે...પણ કેટલાક એવા હોય છે જે દાગીનાના રંગરૂપ કે આકાર કે અન્યમાં ફસાઈ જાય છે અને હોશિયારી કે ચાલાકી મારશે અને પછી એ જ હોશિયારી કે ચાલાકી એને ભારે પડશે....

આપણે એક સૂત્ર તો વાંચ્યું જ હશે કે
બને તેટલી ચાલાકી નહિ કરો કે ઓછી કરો તો (ગુરુ)કૃપા જરૂર ઉતરશે અને વરસશે
પણ આપણે આ કુદરત કે ગુરુ તત્વ કે ભગવાન ને પણ નથી છોડતા અને ત્યાંપણ આ હોશિયારી કે ચાલાકી કરીએ છીએ, કુદરત ક્યારેય કોઈ ફળફૂલ કે ઝાડપાન ની હોશિયારી કે ચાલાકી પ્રમાણે સૂર્યપ્રકાશ નહિ આપે તે બધાને સમાન દ્રષ્ટિથી જોશે અને વર્તશે...બસ આ માણસ જ આ હોશિયારી કે ચાલાકીથી કઈપણ મેંળવવા આને સાધનરૂપે વાપરશે...

અત્યારના આ યુગમાં પણ જે લોકો અનાથ કે અપંગ કે ખોડખાપણવાળા છે તે લોકો બને તેટલી ઓછી હોશિયારી કે ચાલાકી કરશે કેમકે તેને ખબર જ છે કે તત્વ દરેક સ્વરૂપે મદદરૂપથાય છે તો આ હોશિયારી કે ચાલાકી કરવાનું કોઈ જ કામ નથી આપણે આ જોઈ શકીએ છીએ પણ દુરથી અનુભવ માત્ર કલ્પનાથી જ  કરીએ છીએ  તો આ ક્ષણથી નક્કી કરીએ કે બને તેટલી હોશિયારી કે ચાલાકી ઓછી કરીશું જેથી આ કુદરત કે તત્વ સહાયક બને અને ગુરુકુપા કે આશીર્વાદ ઉતરે કેમકે આ કુપા કે આશીર્વાદ ૨૪ કલાક.. આ ચાલુ જ છે પણ આપણે જોઈ શકતા જ નથી એ આપણી બેહોશી છતી કરે છે....

સમય કે સંજોગોમાં આપણે બીજાને કેટલા મદદરૂપ થઈએ છીએ તેવી જો હોશિયારી કે ચાલાકી કરીએ તો તે ભગવાનદોડતો મદદ કરવા આવે છે અને આપણી જોડે જ રહે છે આ મારો અનુભવ છે.....જય ભગવાન.
                                                                 



Thursday, October 8, 2015

જીવનના અનુભવ : ઉત્સુકતા

જીવનના અનુભવ : ઉત્સુકતા

જીવનમાં આપણે શરીરથી નાના હતા ત્યારે ખબર જ નથી પડતી કે આ ઉત્સુકતા શું છે....એક નાનું અમથું રમકડું મળે અને આપણે એને જોઇને ઉછાળા માળીએ અને ટગર ટગર જોયા કરીએ કે શું થાય છે અને કેવું થાય છે...પણ જેમ જેમ શરીરથી મોટા થયા એમ સમજણ આવી અને આપણે રમકડા છોડી ને કોઈ મનગમતી વસ્તુ આપે કે અપાવવાનું પ્રોમિસ કરે એટલે આ ઉત્સુકતા જોવા જેવી હોય ...

ખાસ કરીને મારા જાત અનુભવમાં ઉત્સુકતા એટલે નાનપણમાં ઉતરાયણમાં ધાબે જવું,નવું પેજર વાપરવા મળ્યું તું ત્યારે ,નવો મોબાઇલ ફોન નોકીયા ૭૭૧૦ લીધોતો ત્યારે નવું પી ફોર કોમ્પ્યુટર લીધું તું ત્યારે આ ઉત્સુકતા નો પાર નહતો  મને ખબર છે જયારે હું પહેલી વાર બજાજ સુપર સ્કૂટર લાવ્યો તો ત્યારે અને પછી અલ્ટો ગાડી લાવ્યો તો ત્યારે તેને વાપરવા માટે એટલો બધો ઉત્સાહ ગણો કે ઉત્સુકતા હતી કે રાત્રે સુઈ જવાનું નહતું ગમતું અને દિવસ લાંબો કે ટુંકો કેમ થતો જાય છે તે માપદંડથી જોતો હતો અને આજે પાછુ નવું લેપટોપ લીધું .....એ ક્રમ ચાલુ જ છે....દેવની કૃપાથી લોનથી નવું લેપટોપ લીધું અને આ ઉત્સુકતા નો આજે પણ છે તેવો અનુભવ થયો...

જીવનમાં આ ઉત્સુકતા કહો કે આતુરતા કે ઉત્સાહ આ જ આપણા જીવનને દિશા આપે છે અને જીવનની ગતિ આગળ ધપાવે છે...જો આ ઉત્સાહ નહિ હોય તો બધું ફીકું લાગશે અને જીવનમાં મળતા કોઇપણ અવનવા રમકડા કહો કે કોઇપણ નામ આપો બધું નીરસ કે નિરુત્સાહ લાગશે ...

ઉત્સુકતા નો આપણે બધા એ અનુભવ કર્યો હશે પણ આ સમયે આપણે ભાન ગુમાવીને આપણને મળતા કહવેતા આનદ પાછળ એવા ખેચાઈ જઈએ છીએ અને પછી આજુબાજુ કે દુનિયા શું કરે છે તેનું ભાનશાન પણ નથી રહેતું અને આપણે આપણા આ ઉત્સાહમાં મસ્ત બનીને આનદપ્રમોદ કરીએ છીએ ....આ મોજ કે આનદ તો સંસારમાં દરેક રીતે મળી શકે છે પણ જે પોતાનાપણું હોવું એ આપણા માટે મહત્વનું હોય છે....લગ્ન હોય કે ઘર હોય કે આપણા સંતાન હોય કે નવું વાહન હોય અત્યારની આ ડીજીટલ દુનિયામાં ફોટોગ્રાફ્સ કે વિડીયોગ્રાફીથી આ મહત્વના પળો કેદ કરી શકીએ છીએ અને પછી જયારે શરીરથી મોટા થઈએ ત્યારે આ સ્મુતી એટલી બધી આનદ દાયક લાગે છે કે જીવનનું સાચું સુખ આ જ છે અને સ્વર્ગ પણ અહી જ છે તેવી અનુભૂતિ થતી હોય છે... આ ઉત્સુકતા આપણા સંબંધો અને લાગણીઓમાં જેમજેમ શરીરથી મોટા થઈએ છીએ તેમતેમ શી ખબર ઘટી કેમ જાય છે.......

ગુરુ કે કુદરત કે ભગવાન ગણો આ ઉત્સુકતાનો જે ભાવ છે તે આપણા જીવને ગતિ કરવા મુકયો હોય તેવું લાગે છે...સૂર્ય ઉગતો હશે ત્યારે જે ઉત્સુકતા અન્ય પશુ પંખી કે જીવ જંતુ કે પ્રાણીઓમાં ખાસ જોવા મળે છે અને કુદરતની આ લીલા ગણો કે રમત એક મોજ આપી જાય છે.....જય ભગવાન.