Saturday, December 12, 2015

જીવનના અનુભવ : અનુભવ

જીવનના અનુભવ : અનુભવ

આપણા બધા ના જીવન જોઈશું તો રજેરજની  માહિતી એકઠી કરી છે અને અનુભવ માત્ર નામ પુરતો જ છે.....અત્યારની નવી જનરેશન અને જુના વિચારો વાળી જૂની જનરેશન વચ્ચે એક અંતર દેખાઈ આવશે એ અનુભવ નું હશે ....

વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે આપણે દુરદુર સુધીની માહિતી ચપટીમાં મેળવી શકીએ છીએ પણ અનુભવ તો મેળવવો જ પડે છે અને એ માણસ ને એક નવી દિશા આપે છે જેમકે આપણે હિમાલય જવું છે એ માટે ની બધી તૈયારી કરીશું નકશો ,સાધનો ,જીવનજરૂરી અને કુદરતી આપતીવેળાએ આવતી અગવડ સગવડ વગેરે....પણ અનુભવ થી લાગેલી એક ઠેસ પણ આપણા અંદર સભાનતા લાવી મુકે છે અને આ જ અનુભવ આગળની ગતિ કરાવે છે કોઈ વાણી કે ભવિષ્યવાણી માણસ ને કામ નથી લાગતી,અનુભવ જેવો હશે તે આપણને માર્ગદર્શિકા પૂરી પાડશે અને સાચી સમજ કે વિવેક ખુલશે અને કુદરત કે ભગવાન એ નિર્ધારિત કરેલ પથ પર ચાલવાની પ્રેરણા મળશે...

સાયકલ કે કોઈ બ્રાન્ડે ગાડી કે ટ્રક કે ટેમ્પો કે કોઈ ટેલર જો ચલાવી હશે તો અનુભવ આવશે કે આગળ પાછળ કેટલું અંતર રાખવું અને કેવી રીતે હંકારવું આજ રીતે આપણા બધા જીવનની ગાડી કે શરીર રૂપી સાધન અનુભવ થી ઘડાયેલ હશે તો કોઇપણ ક્ષેત્ર કે કોઇપણ રીતે પાર પાડી શકશે..

“આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય” આ કહેવત આપણે સાંભરી છે પણ આપણે બધા કહેવાતી મોહ માયા માં એટલા બધા ફસાઈ ગયા છે કે આ દેહ કે શરીર ને એક કામ ચાલવવું બનાવી મુકયું છે અને પછી આવતી શારીરિક અને માનસીક રોગો નું ઘર કે વ્યસનવાળી જીવનશૈલી બનાવી અને કુદરત કે ભગવાન કે ગુરુ ને ડગલે ને પગલે આજીજી કરતા થઈ ગયા છે કે હે પ્રભુ કઈક  કર અને આમથી બહાર નીકળવાની દિશા બતાવ.....નાનપણ થી શરીર મોટું થયું ત્યાં સુધી કેટકેટલા અનુભવ કાર્ય હશે આપણે બધાએ પણ હજી સુધરતા જ નથી અને ઘેટાનું ટોળું કેમ એક પાછળ એક ચાલે તેવી નીતિ થી ચાલીએ છીએ અને પછી અનુભવેલા ને અનદેખીયું કરી જીવનને ગતી આપીએ છીએ અને ફરિયાદો માં આખું જીવન સમાપ્ત કરી ને કશું જ કર્યા વગર ચાલ્યા જઈએ છીએ ...

અનુભવ ને જો આગળ રાખીને આપણે કોઇપણ કાર્ય કરીએ તો સાચો ગુરુ તે બને છે અને આપણી થતી ભૂલો અને ફરિયાદોનો અંત લાવીને આપણને સાચી દિશા તરફ લઈ જાય છે...ગુરુ કે કુદરત કે ભગવાનના જીવનમાં જોઈશું તો કામ વગર કોઈ વાણી કે વર્તન કે કોઈ પ્રતિભાવ નહિ આપે પણ હા ચોક્કસ માગદર્શન જરૂર આપશે અને આપણે એમની આંગળીના ઈશારાને સમજવાને બદલે પગ પકડીને બેસી જઈશું કે હવે તમે જ કઈક  કરો હું તો તમારા આશરે છું તેવી લાગણી કરીશું પણ ગુરુએ ચીધેલા રસ્તા પર ચાલીશું તો અનુભવરૂપી જ્ઞાન આપશે અને આ જીવને મુક્તિ તરફ પ્રયાણ કરાવશે ....જય ભગવાન.


Saturday, November 28, 2015

જીવનના અનુભવ : દુ:ખ - દુ:ખી

દુ:ખ-સંકટ આપણી એવી શક્તિઓ ને બહાર લાવે છે,જે સુખ સમૃદ્ધિના સમયે આપનામાં સુતેલી હોય છે.....
દુઃખના બે પ્રકાર છે.એક,કર્મ અનુસારનું આવી પડતું દુઃખ.અને...બીજું,બીજાના સુખની સરખામણીથી થતું દુઃખ.....
દુ:ખનું માપ વિપત્તિના સ્વરૂપથી નહિ,પરંતુ તેને સહન કરનારના સ્વભાવ પર થી કાઢવું જોઈએ.......
હીરાને ઘસીએ નહિ ત્યાં સુધી તેનું તેજ પ્રગટે નહિ, તેમ કસોટીઓમાંથી પસાર થયા વિના માનસ પૂર્ણ બનતો નથી....
દુ:ખીને મદદ કરવા લંબાયેલો એક હાથ પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે...........જય ભગવાન.


Thursday, November 26, 2015

જીવનના અનુભવ : નવગુણ.

બોલી બગાડે એ અવગુણ, 
નહી બોલવામાં નવગુણ...........જય ભગવાન.

Wednesday, November 25, 2015

જીવનના અનુભવ : દેવ દિવાળી

જીવનના અનુભવ : દેવ દિવાળી

દેવદિવાળી એટલે આપણા અંતરમાં ઉઠતી ઊર્મિઓનો સમૂહ કે જે આપણને કુદરત કે ભગવાન કે તત્વ ના સનીધ્યની અનુભૂતિ કરાવે છે અને દિલમાં દીવો કરવાની પ્રેરણા કરાવે છે....જોવા જઈએ તો આ દેવીદેવતા કે તત્વ ને દેવદિવાળી કેવી હશે તેની માત્ર કલ્પના જ કરી શકાય છે....આપણે છપ્પનભોગના અન્નકૂટના દર્શન કે ઈશ્વરીય શક્તિ પાસે નમન કે માનવીય મહેરામણ (મેળો) કે સ્નાન નો મહિમા કે આ વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન.... ખરેખર  તો આ જીવમાં ઉદ્ભવતી અશાંતિ ને શાંત કરવા માટે જ છે ,પણ એક કહેવત મુજબ “મન ચંગા તો કથરોટમેં ગંગા

મન પરનો કાબુ જ આપણને રોજબરોજ કે આવતી ક્ષણ દેવદિવાળી જેવી બનાવે છે કેમકે આ દેવીદેવતાને લગતી આખી પ્રવૃત્તિ આપણી અંદરના ભાવ અને શ્રધ્ધા અનુસાર જ દેખાય છે.... મનને મજબૂત કરવા વ્રત, ઉપવાસ, એકાસણાં, તિથિએ પૂજા, હોમ, હવન, યજ્ઞા કરવાના મુખ્ય ઉપાય છે અને એજ આપણા દ્રઢમનોબળ ને મજબુત કરીને શાંતિ નો અનુભવ કરાવે છે....

દેવદિવાળીની કે દેવતાઓની પ્રાચીન ઘણી બધી કથાઓ છે અને આ કથા ના સાર જોઈએ તો આપણી અંદરની સ્થિરતા અને શાંતિને આધારીત છે...માનવ જીવનમાં આવતા ચઢાવ ઉતાર ને સમતોલ દ્રષ્ટિકોણથી સમજવા કે અનુભવવા થી જ આપણી આંતરિક ઉદ્વવ ગતિ થાય છે....સમતા એ એક એવો ગુણ છે જે આપણે સમજણમાં છે પણ આચરણ માં માત્ર એક ટકો જ છે આ આપણી બુદ્ધિ માં ના ઉતરે કેમકે આપણે આચરણમાં ફક્ત કહેવાતો જ મુકીએ છીએ અને અહંકાર પછી આનો કબજો જમાવી લે છે....
નરસીંહમહેતા નું એક ભજન છે... હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે........

આપણા બધા ની આખી પ્રવૃત્તિ આપણા નાનકડા સંસાર સુધી જ સીમિત છે...અને બાહ્ય જગત કે દેવીદેવતાની માત્ર કલ્પના છે.આપણે પોતે જ ઈશ્વરીયશક્તિ છે પણ અજાણ છીએ અને આપણે કરતા કર્મ ને આધીન આપણા જીવની ગતિ કરતા રહીએ છીએ,અને આપણી અંદરની જોવાની શક્તિ જ સમતોલન જાળવતા શીખવાડે છે....જો આને જોતા આવડે તો આ એક ભજન નો ભાવ આખી સમજણ આપશે....જય ભગવાન.

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

શુ થયું સ્નાન સંધ્યા ને પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લુંચન કીધે?

શું થયું જપ તપ તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ માણ્યે?
શું થયું ખટ દર્શન વેદ સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આણ્યે?

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો તત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.


- નરસિંહ મહેતા

Tuesday, November 24, 2015

જીવનના અનુભવ : તક

તકની એક ખાસિયત એ છે કે તે આવે તેના કરતા તે જતી રહે ત્યારે મોટી લાગે છે ......
ઘણા માણસો તકને ઝડપી તો લે છે પણ પછી તુરંત જ તેને જતી કરે છે......
તક ભાગ્યે જ બીજી વાર મળે છે.......
જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ 'ભાગ્ય' કહે છે....
ઘણીવાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે.....
કોઈ મહાન માણસે ક્યારેય 'તક મળતી નથી' એવી ફરિયાદ કરી નથી.........જય ભગવાન.

Monday, November 23, 2015

જીવનના અનુભવ : સુખ

રાત્રે  વહેલા  જે  સૂવે,
 વહેલા  ઊઠે વીર,
 બળ, બુદ્ધિ ને ધન વધે,
સુખમાં રહે શરીર.

પહેલું સુખ તે જાતે નર્યા........જય ભગવાન.

Friday, November 20, 2015

જીવનના અનુભવ : જેવો સંગ તેવો રંગ

જીવનના અનુભવ : જેવો સંગ તેવો રંગ

પાણી નું એક ટીપું નદીમાં પડે તો તે પોતાની ઓરખાણ ગુમાવી દે છે.....અને સમુદ્રમાં રૂપાંતર થાય છે....
પણ આ ટીપું કોઈ ફૂલ કે ફળ પર પડે તો તે સૂર્યનારાયણ ના તેજ થી ઝળહરી ઉઠે છે....અને એક તેજસ્વી પ્રકાશ માં પરિવર્તિત થાય છે....
પણ આ ટીપું કોઈ છીપલાં માં પડે તો તે સુંદર મોતી બની જાય છે.....કોઇપણ સ્વરૂપે એની અનમોલતા બરકરાર રહે છે....

બસ આ રીતે જેવો સંગ તેવો રંગ ......જય ભગવાન.