Wednesday, November 25, 2015

જીવનના અનુભવ : દેવ દિવાળી

જીવનના અનુભવ : દેવ દિવાળી

દેવદિવાળી એટલે આપણા અંતરમાં ઉઠતી ઊર્મિઓનો સમૂહ કે જે આપણને કુદરત કે ભગવાન કે તત્વ ના સનીધ્યની અનુભૂતિ કરાવે છે અને દિલમાં દીવો કરવાની પ્રેરણા કરાવે છે....જોવા જઈએ તો આ દેવીદેવતા કે તત્વ ને દેવદિવાળી કેવી હશે તેની માત્ર કલ્પના જ કરી શકાય છે....આપણે છપ્પનભોગના અન્નકૂટના દર્શન કે ઈશ્વરીય શક્તિ પાસે નમન કે માનવીય મહેરામણ (મેળો) કે સ્નાન નો મહિમા કે આ વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન.... ખરેખર  તો આ જીવમાં ઉદ્ભવતી અશાંતિ ને શાંત કરવા માટે જ છે ,પણ એક કહેવત મુજબ “મન ચંગા તો કથરોટમેં ગંગા

મન પરનો કાબુ જ આપણને રોજબરોજ કે આવતી ક્ષણ દેવદિવાળી જેવી બનાવે છે કેમકે આ દેવીદેવતાને લગતી આખી પ્રવૃત્તિ આપણી અંદરના ભાવ અને શ્રધ્ધા અનુસાર જ દેખાય છે.... મનને મજબૂત કરવા વ્રત, ઉપવાસ, એકાસણાં, તિથિએ પૂજા, હોમ, હવન, યજ્ઞા કરવાના મુખ્ય ઉપાય છે અને એજ આપણા દ્રઢમનોબળ ને મજબુત કરીને શાંતિ નો અનુભવ કરાવે છે....

દેવદિવાળીની કે દેવતાઓની પ્રાચીન ઘણી બધી કથાઓ છે અને આ કથા ના સાર જોઈએ તો આપણી અંદરની સ્થિરતા અને શાંતિને આધારીત છે...માનવ જીવનમાં આવતા ચઢાવ ઉતાર ને સમતોલ દ્રષ્ટિકોણથી સમજવા કે અનુભવવા થી જ આપણી આંતરિક ઉદ્વવ ગતિ થાય છે....સમતા એ એક એવો ગુણ છે જે આપણે સમજણમાં છે પણ આચરણ માં માત્ર એક ટકો જ છે આ આપણી બુદ્ધિ માં ના ઉતરે કેમકે આપણે આચરણમાં ફક્ત કહેવાતો જ મુકીએ છીએ અને અહંકાર પછી આનો કબજો જમાવી લે છે....
નરસીંહમહેતા નું એક ભજન છે... હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે........

આપણા બધા ની આખી પ્રવૃત્તિ આપણા નાનકડા સંસાર સુધી જ સીમિત છે...અને બાહ્ય જગત કે દેવીદેવતાની માત્ર કલ્પના છે.આપણે પોતે જ ઈશ્વરીયશક્તિ છે પણ અજાણ છીએ અને આપણે કરતા કર્મ ને આધીન આપણા જીવની ગતિ કરતા રહીએ છીએ,અને આપણી અંદરની જોવાની શક્તિ જ સમતોલન જાળવતા શીખવાડે છે....જો આને જોતા આવડે તો આ એક ભજન નો ભાવ આખી સમજણ આપશે....જય ભગવાન.

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

શુ થયું સ્નાન સંધ્યા ને પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લુંચન કીધે?

શું થયું જપ તપ તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ માણ્યે?
શું થયું ખટ દર્શન વેદ સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આણ્યે?

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો તત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.


- નરસિંહ મહેતા

No comments:

Post a Comment