Monday, November 9, 2015

જીવનના અનુભવ : ધન તેરસ

જીવનના અનુભવ : ધન તેરસ

નાણા વગરનો નાથિયો, નાંણે નાથાલાલ.....આપણા બધાના સંબંધો આવા છે.....ધન હશે ત્યાં તેના વખાણ કરવાવાળા પણ ઝાઝા હશે અને ધનપતિઓ કઈક સામાન્ય કરે તો પણ તેને અજુગતું બનાવીને રજૂઆત કરશે અને આપણે આને પ્રોત્સાહન આપીશું કે કયાંક આપણો પર મેળ પાડી દે અને આપણે પણ તેની પંગતમાં સામેલ થઈ શકીએ......પણ કોઈ સામાન્ય માનવી કોઈ પણ સારૂ કર્મ કે કાર્ય કે કોઇપણ ગતિવિધિઓ કરશે આપણે એને જરૂરથી નજર અંદાજ કરીશું......આ આપણા સંસારનો સ્વભાવ છે......

ધનતેરસનો મહિમા આપણે સંસારિક રીતે આપણે આપણા ધનધાન્ય ની પૂજાપાઠ ને કરતા આવિયા છે અને કરતા રહીશું...એમાં વિતાવીએ છીએ પણ સાચું ધન શું છે તે આપણે જાણતા જ નથી અને આ રૂપિયા પાછળ આંધળી દોટ મૂકી છે...ધન શબ્દ નો ધ્વનિ પડે અને હું જલ્દી ધનવાન કયારે થઈ જવું તેવા જ વિચારો આવે છે...ધનતેરસ આવે એટલે આપણે આપણા બધા ધન ની પૂજાપાઠ કરીએ અને ગયા વર્ષ કરતા આ વર્ષએ શું કમાયા એની જ ગણતરી કરીએ...પણ સાચું ધન શું કમાયા એ તો બહુ જ ઓછા લોકો સમજે અને જાણે ....

સાચા ધનને આપણે ઓરખીએ વધઘટ ના સ્વરૂપે...
સ્વાસ્થ્યરૂપી ધન કેટલું વધ્યું....સ્વાર્થીપણું કેટલું ઘટયું.....
પરમાર્થ કેટલો વધ્યો ...પુરુષાર્થ કેટલો ઘટયો....
માનસીકતા કેટલી વધી ...અને મનનો મેલ કેટલો ઘટયો....
જાહોજલાલી કે સમૃદ્ધિ કટેલી વધી....અને સદભાવના કેટલી ઘટી....
આભાર કેટલો વ્યક્ત કરિયો કે વધ્યો અને ફરિયાદ કેટલી ઘટી....

સાચી ધન તેરસ એ આપણે જોઈએ તો હજી પણ આપણે આપણા કહેવાતા ધન વૈભવ અને જાહોજલાલી કે સમૃદ્ધિ પાછળ જ ખર્ચેલો જોઈશું....સવાર પડે અને એક હરિફાઇમાં ભાગ લીધો હોય તેમ વિચારીને આજે આટલું તો ધન મેળવવું જ છે...!!!..પણ સાચું ધન કેટલું મેળવીયુ અને કેટલું આપણે ટકાવીયુ .....તે જોતા આવડી જાય તો રોજ રોજ ધન તેરસ જ છે....અને રોજ રોજ આનદપ્રમોદ જ કરાય અને બધી ફરિયાદો અને આક્રોશ શાંત દેખાય.....

સંતોષી નર સદા સુખી......આ કહેવત જ બનીને રહી ગઈ છે....આપણે આને અનુભવમાં લાવવાની જરૂર છે...ધનતેરસની વ્યાખ્યા કરવી હોય તો આ કહેવત જ અનુરૂપ છે....કુદરત કે ભગવાન કે તત્વ ક્યારેય કોઈ ધનથી રીઝાતો નથી કે તે કોઈ ધનવાનને પોતાનું સ્વરૂપ બતાવતો નથી પણ આ આપણે જાણતા અજાણતા આપણે આપણા સ્વભાવ અનુસાર રકઝક અને મે કર્યું મે કર્રીયું ની આદત ને લીધે તેની પ્રતીતિ થી અજાણ છીએ પણ એકવાર એ કરાવે એમ કરીએ અને સાચા ધનની પહેચાન કરીએ એટલે આ ધન્વન્તરી દેવતા આપણી જોડે જ લાગે અને રહે અને ધનતેરસ સહજતાથી માનવીએ ......

એક દ્રષ્ટિથી..... સૂર્ય કે ચંદ્ર કે તારા કે પશુ પક્ષી કે અન્ય જીવ ને દરેક દિવસ કે રાત નું અનોખું મહત્વ છે અને તે આ માણસ એ બનાવેલા વાર તહેવારથી અજાણ જ છે અને રોજરોજ એ પોતપોતાના સ્વભાવ મુજબ ગતિ કરે છે અને કુદરત એને ગતિ કરાવે છે...માણસને બુધ્ધી અને વિવેક આપી પોતના જન્મને સુધારવાની તક આપી છે અને અબજો યોનિમાંથી પસાર થયા પછી આ દેહમાં જન્મ થયો છે અને આપણે આપણા રોજીંદા જીવનની અપૂરતી અને અગવડતા તરફ જ ધ્યાન આપીએ છીએ પણ એક દ્રષ્ટી આપણને આપેલા જીવન અને માણસની મહતા પર આપીએ એટલે એ તત્વના સાનિધ્યમાં સ્વરૂપમાં  દેખાય અને ઓરખાય.....અનુભવ અને અનુભવેલા આનદ ને આપણે કયારેય ભૂલી શકતા નથી પણ કોઈ દુઃખદર્દ ને પણ આપણે ભુલાવતા શીખીએ એટલે આ ધન રૂપી તેરસ નો મહિમા આપણા જીવનમાં ઉતરે અને તત્વની અનુભૂતિ થાય..... જેવો સંગ તેવો રંગ...જય ભગવાન.

No comments:

Post a Comment