Thursday, November 5, 2015

જીવનના અનુભવ : નિયમિત

જીવનના અનુભવ : નિયમિત

આપણે આ નિયમિતતા કે નિયમિતપણે સભાન થઈએ તો મોટાભાગના આપણા કહેવાતા પ્રશ્નોના નિકાલ આવી જાય,સવારથી જ આપણે આપણા નિયમિત કાર્ય કે કર્મ ને કરીએ છીએ પણ પછી જેવી બપોર કે એક જીન્દગી નો મોટાભાગનો સમય નીકળી જાય છે એટલે આપણે આ નિયમિતપણા ને બાજુ મુકીને મન ફાવે તેવા વલણ ને આપનાવીએ છીએ.........અને સાંજ એટલે કે વયોવૃદ્ધતા આવે એટલે આપણે બસ સલાહ અને સૂચનોમાં જ આપણી ઉર્જાને વેડફી નાખીએ છીએ.....અને પછી પાછા એ જ ચક્કરમાં ધુમીયા કરીએ છીએ...

રોજબરોજના જીવનમાં નિયમિત આહાર,નિંદ્રા,કર્મની મહતા અને ભક્તિનું સ્વરૂપ જો આવી જાય તો જીવન ની પ્રત્યેક ક્ષણ અહી જ સ્વર્ગની અનુભૂતિ આપે છે,આપણે સારા વિચારક છીએ પણ સારા આચારક એટલે કે આચરણમાં લઈએ એટલે આપણા જીવનનો ખરો હેતુ સમજાય.......ધન,વૈભવ અને સુખ ની પાછળ જેટલા ભાગીએ છીએ તેટલા જો આ નિયમિતતા ની પાછળ ધ્યાનથી આગળ વધીએ તો આ જીવનના સાચા મુલ્યો સમજાય અને આનદ કે મોજ માટે આપણે આર્ટીફીશીયલ આનદપ્રમોદ પાછળ ની ઘેલછા કે વ્યાકુળતામાં નષ્ટ થાય.....અને નિયમિત એટલે આપણે એની વ્યાખ્યા પાછળ જ ભાગીએ છીએ પણ તેના ગુણધર્મો અને તેના પરિણામો પાછળ ના રહસ્યો સમજીએ એટલે આપણે આપણા જીવની મહતા કે આ જીવના ધરતી પરના અવતરણના હેતુ સમજાય,


નિયમ પરથી જ નિયમિતતા આવી છે અને આખી સૃષ્ટી કે આખો સંસાર એક લય બદ્ધતા અને નિયમને આધીન છે તે જાણીએ છીએ પણ આપણે આ નિયમ કે નિયમિતતા ને ઉપર છલ્લો જ ગ્રહણ કરીએ છીએ પછી આવતી મુશ્કેલીઓ પાછળ ના જોઈતી એનર્જી નો વ્યય કરીને હતાશા કે નિરાશાજનક વિચારક બનીને રહી જઈએ છીએ પણ જો આ સુધારવાની શરૂઆત કરીએ એટલે જીવનની ગાડી ઓટોમેટિક સાચા રસ્તા પર આગળ વધે છે અને દરેક મદદરૂપ થાય છે,આપણે જેમ દરેક રમતગમત કે સ્પર્ધા ના નિયમો જાણીએ અને તે પ્રમાણે જ નિયમિત પણે આગળ વધીએ તો કદી અસફળતા નથી મળતી પણ આપણે ઉદાહરણ સ્વરૂપે ક્રિકેટમાં કબડી અને હોકીના નિયમો દાખલ કરીને સ્પર્ધા કે રમતગમતમાં આગળ વધવા માંગીએ છીએ એટલે લક્ષ્યાંક ચુકી જ જવાના છે...ને

કુદરત કે તત્વ કે ભગવાન ના તરફ જો દ્રષ્ટિકોણ કરીશું તો તેમાં એક નિયમિતતા જોવા મળશે,સૂર્ય ચંદ્ર કે ફળ ફૂલ કે ઝાડ પાન કે અન્ય જીવ ને જોઈશું તો આ ધ્યાનમાં આવશે અને આપણે કઈ તરફ ગતિ કરી રહીયા છે તેનું ભાન થશે,જે લોકો જાગવાના રસ્તે ચાલી નીકળી પડિયા છે તે લોકો આ દ્રષ્ટિકોણની પરિચિત છે, ગુરુ કહે છે કે નિયમિતતા ના ગુણ નો જો ભાવ પકડાય એટલે આપણે જાગ્રતિના અડધે રસ્તે પહોચી ગયા છે બાકી એ તત્વ આપણી સાર સંભાળ રાખે છે અને તેના છત્રછાયાની અનુભૂતિ કરાવે છે....કુદરતના કાર્યકારણના નિયમો જેઓ એ સમજી લીધા છે તે લોકો ને આશા કે અપેક્ષાઓ નથી જાગતી અને એ સહજતાથી જીવ ની ગતિ કરે છે પણ જેમ નવું નવું નવ દિવસ એવી કહેવત છે આપણા ગુજરાતીમાં એમ પછી નિયમિતતા ને નેવે મૂકી દઈએ એટલે આપણે આપણી ગતિ અટકાવી દઈએ છીએ અને વાંક બીજાનો કાઢીએ છીએ ....


નિયમ અને નિયમિતતા ના સભાનતા અને વિવેકભરિયા આચરણ થી જ આપણે મુક્તિના માર્ગે આગળ વધી શકીએ છીએ બાકી ના ઘરના કે ના ઘાટના જેવી સ્થિતિ આવી જાય છે....જય ભગવાન.

No comments:

Post a Comment