Saturday, November 28, 2015

જીવનના અનુભવ : દુ:ખ - દુ:ખી

દુ:ખ-સંકટ આપણી એવી શક્તિઓ ને બહાર લાવે છે,જે સુખ સમૃદ્ધિના સમયે આપનામાં સુતેલી હોય છે.....
દુઃખના બે પ્રકાર છે.એક,કર્મ અનુસારનું આવી પડતું દુઃખ.અને...બીજું,બીજાના સુખની સરખામણીથી થતું દુઃખ.....
દુ:ખનું માપ વિપત્તિના સ્વરૂપથી નહિ,પરંતુ તેને સહન કરનારના સ્વભાવ પર થી કાઢવું જોઈએ.......
હીરાને ઘસીએ નહિ ત્યાં સુધી તેનું તેજ પ્રગટે નહિ, તેમ કસોટીઓમાંથી પસાર થયા વિના માનસ પૂર્ણ બનતો નથી....
દુ:ખીને મદદ કરવા લંબાયેલો એક હાથ પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે...........જય ભગવાન.


Thursday, November 26, 2015

જીવનના અનુભવ : નવગુણ.

બોલી બગાડે એ અવગુણ, 
નહી બોલવામાં નવગુણ...........જય ભગવાન.

Wednesday, November 25, 2015

જીવનના અનુભવ : દેવ દિવાળી

જીવનના અનુભવ : દેવ દિવાળી

દેવદિવાળી એટલે આપણા અંતરમાં ઉઠતી ઊર્મિઓનો સમૂહ કે જે આપણને કુદરત કે ભગવાન કે તત્વ ના સનીધ્યની અનુભૂતિ કરાવે છે અને દિલમાં દીવો કરવાની પ્રેરણા કરાવે છે....જોવા જઈએ તો આ દેવીદેવતા કે તત્વ ને દેવદિવાળી કેવી હશે તેની માત્ર કલ્પના જ કરી શકાય છે....આપણે છપ્પનભોગના અન્નકૂટના દર્શન કે ઈશ્વરીય શક્તિ પાસે નમન કે માનવીય મહેરામણ (મેળો) કે સ્નાન નો મહિમા કે આ વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન.... ખરેખર  તો આ જીવમાં ઉદ્ભવતી અશાંતિ ને શાંત કરવા માટે જ છે ,પણ એક કહેવત મુજબ “મન ચંગા તો કથરોટમેં ગંગા

મન પરનો કાબુ જ આપણને રોજબરોજ કે આવતી ક્ષણ દેવદિવાળી જેવી બનાવે છે કેમકે આ દેવીદેવતાને લગતી આખી પ્રવૃત્તિ આપણી અંદરના ભાવ અને શ્રધ્ધા અનુસાર જ દેખાય છે.... મનને મજબૂત કરવા વ્રત, ઉપવાસ, એકાસણાં, તિથિએ પૂજા, હોમ, હવન, યજ્ઞા કરવાના મુખ્ય ઉપાય છે અને એજ આપણા દ્રઢમનોબળ ને મજબુત કરીને શાંતિ નો અનુભવ કરાવે છે....

દેવદિવાળીની કે દેવતાઓની પ્રાચીન ઘણી બધી કથાઓ છે અને આ કથા ના સાર જોઈએ તો આપણી અંદરની સ્થિરતા અને શાંતિને આધારીત છે...માનવ જીવનમાં આવતા ચઢાવ ઉતાર ને સમતોલ દ્રષ્ટિકોણથી સમજવા કે અનુભવવા થી જ આપણી આંતરિક ઉદ્વવ ગતિ થાય છે....સમતા એ એક એવો ગુણ છે જે આપણે સમજણમાં છે પણ આચરણ માં માત્ર એક ટકો જ છે આ આપણી બુદ્ધિ માં ના ઉતરે કેમકે આપણે આચરણમાં ફક્ત કહેવાતો જ મુકીએ છીએ અને અહંકાર પછી આનો કબજો જમાવી લે છે....
નરસીંહમહેતા નું એક ભજન છે... હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે........

આપણા બધા ની આખી પ્રવૃત્તિ આપણા નાનકડા સંસાર સુધી જ સીમિત છે...અને બાહ્ય જગત કે દેવીદેવતાની માત્ર કલ્પના છે.આપણે પોતે જ ઈશ્વરીયશક્તિ છે પણ અજાણ છીએ અને આપણે કરતા કર્મ ને આધીન આપણા જીવની ગતિ કરતા રહીએ છીએ,અને આપણી અંદરની જોવાની શક્તિ જ સમતોલન જાળવતા શીખવાડે છે....જો આને જોતા આવડે તો આ એક ભજન નો ભાવ આખી સમજણ આપશે....જય ભગવાન.

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

શુ થયું સ્નાન સંધ્યા ને પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લુંચન કીધે?

શું થયું જપ તપ તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ માણ્યે?
શું થયું ખટ દર્શન વેદ સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આણ્યે?

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો તત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.


- નરસિંહ મહેતા

Tuesday, November 24, 2015

જીવનના અનુભવ : તક

તકની એક ખાસિયત એ છે કે તે આવે તેના કરતા તે જતી રહે ત્યારે મોટી લાગે છે ......
ઘણા માણસો તકને ઝડપી તો લે છે પણ પછી તુરંત જ તેને જતી કરે છે......
તક ભાગ્યે જ બીજી વાર મળે છે.......
જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ 'ભાગ્ય' કહે છે....
ઘણીવાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે.....
કોઈ મહાન માણસે ક્યારેય 'તક મળતી નથી' એવી ફરિયાદ કરી નથી.........જય ભગવાન.

Monday, November 23, 2015

જીવનના અનુભવ : સુખ

રાત્રે  વહેલા  જે  સૂવે,
 વહેલા  ઊઠે વીર,
 બળ, બુદ્ધિ ને ધન વધે,
સુખમાં રહે શરીર.

પહેલું સુખ તે જાતે નર્યા........જય ભગવાન.

Friday, November 20, 2015

જીવનના અનુભવ : જેવો સંગ તેવો રંગ

જીવનના અનુભવ : જેવો સંગ તેવો રંગ

પાણી નું એક ટીપું નદીમાં પડે તો તે પોતાની ઓરખાણ ગુમાવી દે છે.....અને સમુદ્રમાં રૂપાંતર થાય છે....
પણ આ ટીપું કોઈ ફૂલ કે ફળ પર પડે તો તે સૂર્યનારાયણ ના તેજ થી ઝળહરી ઉઠે છે....અને એક તેજસ્વી પ્રકાશ માં પરિવર્તિત થાય છે....
પણ આ ટીપું કોઈ છીપલાં માં પડે તો તે સુંદર મોતી બની જાય છે.....કોઇપણ સ્વરૂપે એની અનમોલતા બરકરાર રહે છે....

બસ આ રીતે જેવો સંગ તેવો રંગ ......જય ભગવાન.
 

Thursday, November 19, 2015

જીવનના અનુભવ : અંતર

જીવનના અનુભવ : અંતર
સવારે સૂર્યનારાયણની તરફ દ્રષ્ટિકોણ ગયો અને જોયું કે માઈલો અંતર દુર બેઠેલો એક પ્રકાશનો ગોળો જે આખી સૃષ્ટીને પોતાના દિવ્યતા રૂપી અજવાળા કે પ્રકાશ થી પ્રકાશિત કરે છે અને અંતર હોવા છતા અંતરનો અભાવ નથી થતો,આપણે બધા અંતરની પરિભાષા દુર રહેલું એવું જ સામાન્ય રીતે આપણે કરતા હોઈએ છીએ, ગઈકાલે અમદાવાદ વડોદરા એક્ક્ષપ્રેસ હાઈવે થી જયારે પરત ફરતા હતા ત્યારે એક દ્રષ્ટી વાહનો ના અંતરમાં દેખાઈ હતી...આપણે આ અંતર ને કયા અર્થે ગ્રહણ કરીએ છીએ તેની પર આધાર છે....આપણા બધાના સંબંધો કે લાગણી માં અમુક અંતર જરૂરી છે પણ વિવેકથી રાખીએ.....
અંતર જેવું કઈ હોતું જ નથી પણ આપણા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ એટલે આ અંતર જેવું લાગે છે જેમકે...એક મુકામ એ પહોચવું હોય તો તમારે ચાલવું પડે અને ચાલતા જ રહેવું પડે પછી એ મુકામ સુધી પહોચીયા પછી કોઈ અંતર જેવું લાગે જ નહિ,સંબંધો અને લાગણીમાં કે આપણા રોજબરોજના વહેવારમાં પણ આવું જ છે...અંતર રાખીએ એટલે આપણને તે વ્યક્તિ સામે હોવા છતા દુર જ લાગે પણ અંતર જેવું જ ના રાખીએ તો બધા જ પોતાના લાગે ....અંતર જ્યારે અમસ્તુંય કાપતા નથી ત્યાર પછી કદાચ અંતર કપાતું જ નથી…
જે સાથે નથી આવતું તે માટે આપણે મહેનત કરીએ છીએ અને જે સાથે આવે છે તે આત્મા માટે આપણે સાવધાન નથી.રોજ સવારે ઉઠીને એક આ અંતર ને દુર કરતા કરતા શીખી જઈએ ...જય ભગવાન.

Wednesday, November 11, 2015

જીવનના અનુભવ : દિવાળી

જીવનના અનુભવ : દિવાળી

એક ભજન છે જો તેનો ગુઢાર્થ આપણે જાણી શકીએ તો .....

દિલમાં દીવો કરો રે દીવો કરો, કૂડા કામ ક્રોધને પરહરો રે ... દિલમાં દીવો કરો
દયા દીવેલ પ્રેમ પરણાયું લાવો,માંહી સુરતાની દીવેટ બનાવો; મહીં બ્રહ્મઅગ્નિ પ્રગટાવો રે ... દિલમાં દીવો કરો
સાચા દિલનો દીવો જ્યારે થાશે,ત્યારે અંધારુ મટી જાશે;પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે .... દિલમાં દીવો કરો
દીવો અણભે પ્રગટે એવો,ટાળે તિમિરના જેવો;એને નેણે તો નીરખીને લેવો રે ... દિલમાં દીવો કરો
દાસ રણછોડે ઘર સંભાળ્યું,જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;થયું ભોમંડળમાં અજવાળું રે ... દિલમાં દીવો કરો
- રણછોડદાસ

તમે આ જીવનમાં મળ્યા તો આ જીવતર સુધરીયું,એક નવજીવન મળ્યું અને તહેવારોનો મહિમા સમજાયો,બાકી આ અમાસનીરાત અંધારી હતી અને દિવાળીના દીવાની જેમ દિલમાં દીવો પ્રગટાવિયો....અને હર ક્ષણ દિવાળી જ છે તેની તરફ ઈશારો કર્યો...જય ભગવાન.


દિવાળી પર હવે ઘરે મહેમાન ઓછા અને મેસેજ વધારે આવે છે, અને લોકો હજી એમ સમજે છે કે મોબાઈલ આપણને નજીક લાવે છે.

Tuesday, November 10, 2015

જીવનનાઅનુભવ : સફળતા કે નિષ્ફળતા

જીવનનાઅનુભવ : સફળતા કે નિષ્ફળતા
આ જગત માને છે કે તમારી સફળતા માટે તમારા સિવાય બાકીના બધા જ પરિબળો કારણભૂત છે પણ નિષ્ફળતા આવે છે ત્યારે આ જ દુનિયા માને છે કે તેનું કારણ તમે અને એકમાત્ર તમે જ છો........
તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે તેટલા સારા તમે નથી હોતા, તે જ રીતે તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે તેટલા ખરાબ પણ તમે નથી હોતા..........
જીવનમાં સફળતા મેળવવા માંગતા હોવ તો ધીરજને પોતાનો પરમ મિત્ર, અનુભવને પોતાનો બુદ્ધિમાન સલાહકાર, સાવધાનીને પોતાનો મોટો ભાઈ અને આશાને પોતાનો પહેરેદાર બનાવી લો. ....જય ભગવાન.


Monday, November 9, 2015

જીવનના અનુભવ : ધન તેરસ

જીવનના અનુભવ : ધન તેરસ

નાણા વગરનો નાથિયો, નાંણે નાથાલાલ.....આપણા બધાના સંબંધો આવા છે.....ધન હશે ત્યાં તેના વખાણ કરવાવાળા પણ ઝાઝા હશે અને ધનપતિઓ કઈક સામાન્ય કરે તો પણ તેને અજુગતું બનાવીને રજૂઆત કરશે અને આપણે આને પ્રોત્સાહન આપીશું કે કયાંક આપણો પર મેળ પાડી દે અને આપણે પણ તેની પંગતમાં સામેલ થઈ શકીએ......પણ કોઈ સામાન્ય માનવી કોઈ પણ સારૂ કર્મ કે કાર્ય કે કોઇપણ ગતિવિધિઓ કરશે આપણે એને જરૂરથી નજર અંદાજ કરીશું......આ આપણા સંસારનો સ્વભાવ છે......

ધનતેરસનો મહિમા આપણે સંસારિક રીતે આપણે આપણા ધનધાન્ય ની પૂજાપાઠ ને કરતા આવિયા છે અને કરતા રહીશું...એમાં વિતાવીએ છીએ પણ સાચું ધન શું છે તે આપણે જાણતા જ નથી અને આ રૂપિયા પાછળ આંધળી દોટ મૂકી છે...ધન શબ્દ નો ધ્વનિ પડે અને હું જલ્દી ધનવાન કયારે થઈ જવું તેવા જ વિચારો આવે છે...ધનતેરસ આવે એટલે આપણે આપણા બધા ધન ની પૂજાપાઠ કરીએ અને ગયા વર્ષ કરતા આ વર્ષએ શું કમાયા એની જ ગણતરી કરીએ...પણ સાચું ધન શું કમાયા એ તો બહુ જ ઓછા લોકો સમજે અને જાણે ....

સાચા ધનને આપણે ઓરખીએ વધઘટ ના સ્વરૂપે...
સ્વાસ્થ્યરૂપી ધન કેટલું વધ્યું....સ્વાર્થીપણું કેટલું ઘટયું.....
પરમાર્થ કેટલો વધ્યો ...પુરુષાર્થ કેટલો ઘટયો....
માનસીકતા કેટલી વધી ...અને મનનો મેલ કેટલો ઘટયો....
જાહોજલાલી કે સમૃદ્ધિ કટેલી વધી....અને સદભાવના કેટલી ઘટી....
આભાર કેટલો વ્યક્ત કરિયો કે વધ્યો અને ફરિયાદ કેટલી ઘટી....

સાચી ધન તેરસ એ આપણે જોઈએ તો હજી પણ આપણે આપણા કહેવાતા ધન વૈભવ અને જાહોજલાલી કે સમૃદ્ધિ પાછળ જ ખર્ચેલો જોઈશું....સવાર પડે અને એક હરિફાઇમાં ભાગ લીધો હોય તેમ વિચારીને આજે આટલું તો ધન મેળવવું જ છે...!!!..પણ સાચું ધન કેટલું મેળવીયુ અને કેટલું આપણે ટકાવીયુ .....તે જોતા આવડી જાય તો રોજ રોજ ધન તેરસ જ છે....અને રોજ રોજ આનદપ્રમોદ જ કરાય અને બધી ફરિયાદો અને આક્રોશ શાંત દેખાય.....

સંતોષી નર સદા સુખી......આ કહેવત જ બનીને રહી ગઈ છે....આપણે આને અનુભવમાં લાવવાની જરૂર છે...ધનતેરસની વ્યાખ્યા કરવી હોય તો આ કહેવત જ અનુરૂપ છે....કુદરત કે ભગવાન કે તત્વ ક્યારેય કોઈ ધનથી રીઝાતો નથી કે તે કોઈ ધનવાનને પોતાનું સ્વરૂપ બતાવતો નથી પણ આ આપણે જાણતા અજાણતા આપણે આપણા સ્વભાવ અનુસાર રકઝક અને મે કર્યું મે કર્રીયું ની આદત ને લીધે તેની પ્રતીતિ થી અજાણ છીએ પણ એકવાર એ કરાવે એમ કરીએ અને સાચા ધનની પહેચાન કરીએ એટલે આ ધન્વન્તરી દેવતા આપણી જોડે જ લાગે અને રહે અને ધનતેરસ સહજતાથી માનવીએ ......

એક દ્રષ્ટિથી..... સૂર્ય કે ચંદ્ર કે તારા કે પશુ પક્ષી કે અન્ય જીવ ને દરેક દિવસ કે રાત નું અનોખું મહત્વ છે અને તે આ માણસ એ બનાવેલા વાર તહેવારથી અજાણ જ છે અને રોજરોજ એ પોતપોતાના સ્વભાવ મુજબ ગતિ કરે છે અને કુદરત એને ગતિ કરાવે છે...માણસને બુધ્ધી અને વિવેક આપી પોતના જન્મને સુધારવાની તક આપી છે અને અબજો યોનિમાંથી પસાર થયા પછી આ દેહમાં જન્મ થયો છે અને આપણે આપણા રોજીંદા જીવનની અપૂરતી અને અગવડતા તરફ જ ધ્યાન આપીએ છીએ પણ એક દ્રષ્ટી આપણને આપેલા જીવન અને માણસની મહતા પર આપીએ એટલે એ તત્વના સાનિધ્યમાં સ્વરૂપમાં  દેખાય અને ઓરખાય.....અનુભવ અને અનુભવેલા આનદ ને આપણે કયારેય ભૂલી શકતા નથી પણ કોઈ દુઃખદર્દ ને પણ આપણે ભુલાવતા શીખીએ એટલે આ ધન રૂપી તેરસ નો મહિમા આપણા જીવનમાં ઉતરે અને તત્વની અનુભૂતિ થાય..... જેવો સંગ તેવો રંગ...જય ભગવાન.

Sunday, November 8, 2015

અખો – છપ્પા .....

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ તોય ન પોહોતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન........ અખો – છપ્પા .....


Thursday, November 5, 2015

જીવનના અનુભવ : નિયમિત

જીવનના અનુભવ : નિયમિત

આપણે આ નિયમિતતા કે નિયમિતપણે સભાન થઈએ તો મોટાભાગના આપણા કહેવાતા પ્રશ્નોના નિકાલ આવી જાય,સવારથી જ આપણે આપણા નિયમિત કાર્ય કે કર્મ ને કરીએ છીએ પણ પછી જેવી બપોર કે એક જીન્દગી નો મોટાભાગનો સમય નીકળી જાય છે એટલે આપણે આ નિયમિતપણા ને બાજુ મુકીને મન ફાવે તેવા વલણ ને આપનાવીએ છીએ.........અને સાંજ એટલે કે વયોવૃદ્ધતા આવે એટલે આપણે બસ સલાહ અને સૂચનોમાં જ આપણી ઉર્જાને વેડફી નાખીએ છીએ.....અને પછી પાછા એ જ ચક્કરમાં ધુમીયા કરીએ છીએ...

રોજબરોજના જીવનમાં નિયમિત આહાર,નિંદ્રા,કર્મની મહતા અને ભક્તિનું સ્વરૂપ જો આવી જાય તો જીવન ની પ્રત્યેક ક્ષણ અહી જ સ્વર્ગની અનુભૂતિ આપે છે,આપણે સારા વિચારક છીએ પણ સારા આચારક એટલે કે આચરણમાં લઈએ એટલે આપણા જીવનનો ખરો હેતુ સમજાય.......ધન,વૈભવ અને સુખ ની પાછળ જેટલા ભાગીએ છીએ તેટલા જો આ નિયમિતતા ની પાછળ ધ્યાનથી આગળ વધીએ તો આ જીવનના સાચા મુલ્યો સમજાય અને આનદ કે મોજ માટે આપણે આર્ટીફીશીયલ આનદપ્રમોદ પાછળ ની ઘેલછા કે વ્યાકુળતામાં નષ્ટ થાય.....અને નિયમિત એટલે આપણે એની વ્યાખ્યા પાછળ જ ભાગીએ છીએ પણ તેના ગુણધર્મો અને તેના પરિણામો પાછળ ના રહસ્યો સમજીએ એટલે આપણે આપણા જીવની મહતા કે આ જીવના ધરતી પરના અવતરણના હેતુ સમજાય,


નિયમ પરથી જ નિયમિતતા આવી છે અને આખી સૃષ્ટી કે આખો સંસાર એક લય બદ્ધતા અને નિયમને આધીન છે તે જાણીએ છીએ પણ આપણે આ નિયમ કે નિયમિતતા ને ઉપર છલ્લો જ ગ્રહણ કરીએ છીએ પછી આવતી મુશ્કેલીઓ પાછળ ના જોઈતી એનર્જી નો વ્યય કરીને હતાશા કે નિરાશાજનક વિચારક બનીને રહી જઈએ છીએ પણ જો આ સુધારવાની શરૂઆત કરીએ એટલે જીવનની ગાડી ઓટોમેટિક સાચા રસ્તા પર આગળ વધે છે અને દરેક મદદરૂપ થાય છે,આપણે જેમ દરેક રમતગમત કે સ્પર્ધા ના નિયમો જાણીએ અને તે પ્રમાણે જ નિયમિત પણે આગળ વધીએ તો કદી અસફળતા નથી મળતી પણ આપણે ઉદાહરણ સ્વરૂપે ક્રિકેટમાં કબડી અને હોકીના નિયમો દાખલ કરીને સ્પર્ધા કે રમતગમતમાં આગળ વધવા માંગીએ છીએ એટલે લક્ષ્યાંક ચુકી જ જવાના છે...ને

કુદરત કે તત્વ કે ભગવાન ના તરફ જો દ્રષ્ટિકોણ કરીશું તો તેમાં એક નિયમિતતા જોવા મળશે,સૂર્ય ચંદ્ર કે ફળ ફૂલ કે ઝાડ પાન કે અન્ય જીવ ને જોઈશું તો આ ધ્યાનમાં આવશે અને આપણે કઈ તરફ ગતિ કરી રહીયા છે તેનું ભાન થશે,જે લોકો જાગવાના રસ્તે ચાલી નીકળી પડિયા છે તે લોકો આ દ્રષ્ટિકોણની પરિચિત છે, ગુરુ કહે છે કે નિયમિતતા ના ગુણ નો જો ભાવ પકડાય એટલે આપણે જાગ્રતિના અડધે રસ્તે પહોચી ગયા છે બાકી એ તત્વ આપણી સાર સંભાળ રાખે છે અને તેના છત્રછાયાની અનુભૂતિ કરાવે છે....કુદરતના કાર્યકારણના નિયમો જેઓ એ સમજી લીધા છે તે લોકો ને આશા કે અપેક્ષાઓ નથી જાગતી અને એ સહજતાથી જીવ ની ગતિ કરે છે પણ જેમ નવું નવું નવ દિવસ એવી કહેવત છે આપણા ગુજરાતીમાં એમ પછી નિયમિતતા ને નેવે મૂકી દઈએ એટલે આપણે આપણી ગતિ અટકાવી દઈએ છીએ અને વાંક બીજાનો કાઢીએ છીએ ....


નિયમ અને નિયમિતતા ના સભાનતા અને વિવેકભરિયા આચરણ થી જ આપણે મુક્તિના માર્ગે આગળ વધી શકીએ છીએ બાકી ના ઘરના કે ના ઘાટના જેવી સ્થિતિ આવી જાય છે....જય ભગવાન.