Monday, October 12, 2015

જીવનના અનુભવ : હોશિયારી કે ચાલાકી

જીવનના અનુભવ : હોશિયારી કે ચાલાકી       

આપણા જીવનમાં આ હોશિયારી કે ચાલાકી જ આપણને ભારે પડતી હોય છે,ઘણા આને ઓવર કોન્ફીડન્સ કહે તો ઘણા નકામી છેતરપિંડી કહે બધું આપણા જીવન કે જીવતરની પ્રગતિ માં બાધારૂપ બનતું હોય છે,કેમકે ખાલી આપણને જ ખબર હોય છે કે આ હોશિયારી કે ચાલાકી મેં અહી વાપરી કે ત્યાં વાપરી,આપણે દરેકમાં ઊંડાણ પૂર્વક જોઈશું તો ખબર પડશે ... અને જો જો.જે લોકો ..બહુ હોશિયારી કે ચાલાકી વાપરશે તો ત્યાં જીવનસાથી પણ તેને એવો જ મળશે અને એના સંબંધોનું વર્તુળ પણ એવું જ હશે....

ઘણા લોકો પોતાની બેહોશી કે નિષ્ફળતા કે આળસ ઢાંકવા માટે હોશિયારી કે ચાલાકી કરશે......તો
ઘણા પોતે હશે તેના કરતા વધારે હોશિયાર છે તેવું બતાવશે.....અને
ઘણા હોશિયારી એવી કરશે કે જાણે એ તો કઈ જ જાણતા નથી ...(પણ બધું બીજેથી જાણીને બેઠા હોય)અને
ઘણા જયા હોશિયારી વાપરવાની હોય ત્યાં નહિ વાપરે અને ના વાપરવાની હોય ત્યાં વાપરશે....(આ મારા જેવા હશે કે છે...) ઘણા અણસમજુ હશે તો હોશિયારી કે ચાલાકી વાપરશે પણ સામે વાળો મજબુર હોય કે તેની સ્થિતિ કે પરીસ્થિતિ પોતાને તાબે થવા વાપરે ....આપણે જોઈશું તો ઘણા બધા સ્વરૂપ સામે આવશે અને આ અનુભવરૂપી  લખાણ પણ ઓછુ પડશે...

ઉદાહરણ સ્વરૂપે ....જે લોકો સોનાચાંદી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓંમાં કેટલાક જીવનની ગતિથી ઘડાયેલા હોય છે કે અનુભવથી પરિચિત હોય છે...સામેવાળો કેવો દાગીનો છે અને તેમાં કેટલું સોનું છે કે નહિ તે તરત જ પારખી લેતા હોય છે અને સામે એ મુજબ જ વહેવાર કરશે...અને હોશિયારી સમજી જશે અને બુદ્ધિમતાથી કે સમજદારીથી કે વિવેકથી કામ લેશે...પણ કેટલાક એવા હોય છે જે દાગીનાના રંગરૂપ કે આકાર કે અન્યમાં ફસાઈ જાય છે અને હોશિયારી કે ચાલાકી મારશે અને પછી એ જ હોશિયારી કે ચાલાકી એને ભારે પડશે....

આપણે એક સૂત્ર તો વાંચ્યું જ હશે કે
બને તેટલી ચાલાકી નહિ કરો કે ઓછી કરો તો (ગુરુ)કૃપા જરૂર ઉતરશે અને વરસશે
પણ આપણે આ કુદરત કે ગુરુ તત્વ કે ભગવાન ને પણ નથી છોડતા અને ત્યાંપણ આ હોશિયારી કે ચાલાકી કરીએ છીએ, કુદરત ક્યારેય કોઈ ફળફૂલ કે ઝાડપાન ની હોશિયારી કે ચાલાકી પ્રમાણે સૂર્યપ્રકાશ નહિ આપે તે બધાને સમાન દ્રષ્ટિથી જોશે અને વર્તશે...બસ આ માણસ જ આ હોશિયારી કે ચાલાકીથી કઈપણ મેંળવવા આને સાધનરૂપે વાપરશે...

અત્યારના આ યુગમાં પણ જે લોકો અનાથ કે અપંગ કે ખોડખાપણવાળા છે તે લોકો બને તેટલી ઓછી હોશિયારી કે ચાલાકી કરશે કેમકે તેને ખબર જ છે કે તત્વ દરેક સ્વરૂપે મદદરૂપથાય છે તો આ હોશિયારી કે ચાલાકી કરવાનું કોઈ જ કામ નથી આપણે આ જોઈ શકીએ છીએ પણ દુરથી અનુભવ માત્ર કલ્પનાથી જ  કરીએ છીએ  તો આ ક્ષણથી નક્કી કરીએ કે બને તેટલી હોશિયારી કે ચાલાકી ઓછી કરીશું જેથી આ કુદરત કે તત્વ સહાયક બને અને ગુરુકુપા કે આશીર્વાદ ઉતરે કેમકે આ કુપા કે આશીર્વાદ ૨૪ કલાક.. આ ચાલુ જ છે પણ આપણે જોઈ શકતા જ નથી એ આપણી બેહોશી છતી કરે છે....

સમય કે સંજોગોમાં આપણે બીજાને કેટલા મદદરૂપ થઈએ છીએ તેવી જો હોશિયારી કે ચાલાકી કરીએ તો તે ભગવાનદોડતો મદદ કરવા આવે છે અને આપણી જોડે જ રહે છે આ મારો અનુભવ છે.....જય ભગવાન.
                                                                 



No comments:

Post a Comment