Tuesday, October 6, 2015

જીવનના અનુભવ : સુખ અને સુખી

જીવનના અનુભવ : સુખ અને સુખી

જીવનમાં સુખ અને સુખી થવું કયા માણસને ના ગમે !!!

સુખ આ અનુભૂતિ આપણને એક અલગ આનદ આપે અને આપણે આપણા આ કહેવાતા સુખમાં જ રાચીએ અને બીજા પ્રત્યે અનદેખી કરીએ છીએ મારા અનુભવ મુજબ દુઃખ તો આપણને જગાડવા આવે છે પણ સુખ તો આપણને ભાન ભૂલાવવા જ આવે છે કેમકે જયારે જયારે સુખનો અનુભવ થાય એક તુપ્તી કે સંતોષ થાય અને બસ તેમાં જ આપણે પડીયા રહીએ છીએ અને આખા જગત પ્રત્યે અન્દેખીયું વલણ અપનાવીએ છીએ,જેમકે

કોઈને ખાવા અને પીવા મળે એટલે એને મન સુખ....
કોઈને જોઈતું પાત્ર મળે એટલે એને મન સુખી ની અનુભૂતિ....
કોઈને ધન દોલત તેની હેસિયત કરતા વધુ મળે એટલે એ પોતાની જાતને સુખી ગણે....
કોઈને સુંદર રૂપ મળે કે સારુ શરીર મળે એટલે એ મનથી પોતાને સુખી માને ...
આ બધા તો ઉદાહરણ છે,પણ જે લોકોએ આની અનુભૂતિ કરીએ હશે તે અલગ જ આનંદમાં મગ્ન હશે...

સુખ અને એ પણ બેહોશ કરે ....વાત ગળે નથી ઉતરતી ને પણ હક્કીત છે કે આપણને ગમતું કે પ્રિય મળી જાય પછી એ થોડા સમય સારું લાગે અને પછી એ જ આપણને છોડીને બીજું પકડવાનું કે કરવાનું મન થાય ...એક માણસ ને ગળિયું (એટલે કે મીઠો સ્વાદ)બહુ જ ભાવે તો તેની કેપીસીટી મુજબ એક,બે,ચાર,છે,કે આઠ વાળ ખાશે પછી કહશે બસ હવે નહિ અને એક સમય એવો આવશે કે તેને મીઠાસ પ્રત્યે દુઃખ લાગશે પણ જો આને સમતા રાખીને અને હોશપૂર્વક વર્તવામાં આવે તો તે આપણને જીવનમાં સુખી થવા સહયોગી થાય છે....સુખ જેવું કઈ હોતું જ નથી પણ આપણી ઈચ્છાની પુરતીને આપણે સુખનું લેબલ લગાડી દઈએ છીએ ...જીવનના દરેક પ્રસંગ ને જો ધારીને જોઈશું તો આ સુખ જ આપણને ભ્રમણા માં મુકશે...અને પછી આપણે આપણું હિત જોઇને સામે વર્તન કરીશું ...અને સુખી છે તેવું દેખાડીશું ...

જીવનમાં જે લોકો આ સુખ દુઃખ કે સુખી કે દુઃખીના ચક્કરમાં છે તે જીવનની સાચી મોજ લઈ શકતા નથી કેમકે કે પોતાના જ તરફ દ્રષ્ટી રાખીને વાણી વતન કે વહેવાર કરે છે અને આમાંથી બહાર નીકળી શકતા જ નથી....પણ કુદરત કે ગુરુ તત્વ ને જોઈશું તો તે ૨૪ કલાક અને ૩૬૫ દિવસ એટલે કોઇપણ ક્ષણ એક મોજમાં હોય છે કેમકે તે આ સુખ દુખના ચક્કર જાણે છે અને તેઓં તેના પ્રત્યે સભાન છે એટલે કોઈ કાળે આ અનુભૂતિ પજવતી નથી આવે તેને માણે છે પણ પુરેપુરા સભાનતાથી અને જાય તેને જવા દે છે તે પણ  પુરેપુરી સભાનતાથી ....હા ...પણ બેફીકર કે બિનજવાબદારી વાળું નહિ હો.....આ સમજણ કે વિવેક થી હેન્ડલ કરે છે એટલે હર ક્ષણ એક અલ્લોકિક આનદ કે મોજમાં જ રહે છે....

આપણે જોઈશું તો જીવનમાં સુખદુઃખ તો આવજાવન છે એટલે જ તો એ આપણને પરીસ્થિતિ કે ક્રિયા પ્રતિક્રિયાના પારખા કરાવે છે અને કહેવાય છે ને દૂધનું દૂધ અને પાણી નું પાણી બતાવે છે...
સાચું સુખ એ દરકે જીવ પ્રત્યે લાગણી,હૂફ કે કદર કે સાચી ભાવના છે,પરીસ્થિતિ ગમે તેવી હોય અડગ રહીને મન મક્કમતાથી બીજાનું ધ્યાન રાખીને જે સુખ મળે છે તેજ સાચું સુખ છે કેમકે તે અહંકાર રહિત છે અને સાશ્વત છે...સુખથી જે લોકો છકી ગયા છે તે આ વાત નહિ સમજે પણ જે લોકો સુખમાં પોતાની સંપૂણ હાજરી રાખે છે અને વર્તે છે તે જ સાચું સુખ છે...જેમ કોઈપર્વત ચઢતા હોઈએ ત્યારે બહુ ધ્યાન રાખવાની જરૂર નથી પણ હા તેજ પર્વત ઉતરતા હોઈએ ત્યારે બહુ જ સાચવીને અને સમજીને ઉતરવું પડે છે અને ત્યારે ધીરજ અને સંયમ કે એકાગ્રતાની વધારે જરૂર હોય છે..... જય ભગવાન.


No comments:

Post a Comment