Saturday, October 17, 2015

જીવનના અનુભવ : રમત

જીવનના અનુભવ : રમત

ગઈકાલે એક રમત રમવા મળી એ હતી સંગીત ખુરશી ....

જોતા આવડે તો આ રમત આપણને ઘણું બધું શીખવાડી જાય છે....એકવાર સંગીત ચાલુ થાય તે જે પ્લેય કરતું હોય તે માણસ રમત ની બીજી તરફ મો રાખીને બેસે અને એના સંગીત ના ચાલુ બંધ થી આપણે આપેલ ખુરશીમાં બેસી જવાનું............છે ને સરળ પણ જયારે રમવાનું ચાલુ કરો એટલે અંદર એક જાગ્રતિ થાય કે જલ્દીથી ખુરશી પકડી લવું અને બેસી જવું ...અને લગભગ ૧૦ ખુરશીથી ચાલુ કર્યું તું તેમાં હું ફક્ત ૭ ખુરશી સુધી જ પહોચીયો અને રમતની બહાર નીકળી ગયો ...પણ એક સમજ કે શીખ મળી ...

જીવનમાં પણ આપણે આ કુદરતના સંગીતની ધૂન પર નાચીએ છીએ અને ગાઈએ છીએ અને સમય રૂપી કે જીવનના વર્ષ રૂપી આ ખુરશીમાં એક પછી એક આગળ વધીએ છીએ અને રમતની મઝા લઈએ છીએ અને લગભગ આપણી દ્રષ્ટી આખા જીવન દરમિયાન આ ખુરશી ને પકડીને બેસવામાં વિતાવીએ છીએ અને એક વાર બેઠા પછી ઉભા થવાનું નામ લેતા નથી કે જીદે ચડીએ છીએ પાછુ ચક્કર ચાલે છે અને જીવનનું મધુર સંગીત વાગે છે અને તે દરમિયાન પણ આપણે આખી રમતમાં નિયમો થી ચાલતા નથી અને ચાલાકી કે કપટથી થોડી છુટછાટ લઈએ છીએ અને જો રમતની બહાર નીકળી જવાનું થાય તો એક આઘાત લાગે છે અને એને કટુ હાસ્યાસ્પદ બનાવીને નિસાસા નાખીએ છીએ અને જે રમતમાં આગળ નીકળતા હોય તેના પ્રત્યે ક્ષણભર દ્વેષભાવ જન્માવીને આખી રમતની મઝા બગાડી નાખીએ છીએ...રમતના નિયમમુજબ એક જ વિજેતા બને છે અને તે આપણે જ હોવા જોઈએ તેવી લાલસા જન્માંવીએ છીએ....

કુદરત કે ભગવાન કે તત્વ પણ આ રમત જ રમી રહ્યું હોય તેવું લાગે છે કેટલાય જીવને રોજ રોજ જન્મ આપે છે અને કેટલાય ને પાછા બોલાવી લે છે...પણ આપણે આ કુદરતના નિયમો જાણતા હોવા છતા અજાણ બનીને જીવન વ્યતીત કરવાની ઘેલછા કે ઈચ્છા  કરીએ છીએ,જીવતરના દરેક સમય પર નજર કરીશું તો તે આપણી જોડે જ લાગે કેમકે દરેક વખતે તે આંગળી આપે અને આપડે તેનો પહોચો પકડીએ અને પછી હેરાનગતિને આમત્રણ આપીએ ....એ દરેક વખત છોડવાનું શીખવે અને આપણે પક્કડ જમાવીને હટવાનું નામ ના લઈએ અને જીદે ચડીએ એટલે એ નાના નાના દંડ આપી નિયમોનું ભાન કરાવે અને આ જીવનની ગતિ આગળ ધપાવે ....આપણે આખા જીવતરની રમતમાં જો આ છોડવાનું કે પક્ક્ડવાનું  શીખી જઈએ તો ક્યારે દુઃખ દર્દ આવે જ નહિ અને જીવનની સમાન ગતિ જાળવાઈ રહે .....

ગુરુ કે તત્વ પણ આપણને આ દરેક વખત સમજાવે અને એટલું ઊંડું સમજાવે છતા આપણી વૃતિ ને આપણે ના સમજી માં બરબાદી તરફ લઈ જઈએ....ઉદાહરણરૂપે  ગુરુ કહે આ આગ છે,આ પાણી છે, આ જીવન છે,આ સંબંધો છે, એમ અલગ અલગ સરળ ભાષાઓમાં આપણને અનુકુળ હોય તેવી રીતે સમજાવે પણ આપણે આને અનદેખી કરીએ અને આપણે આપણું લક્ષ્ય ચુકી જઈએ,અને ફરિયાદો નો આરંભ કરી દઈએ અને આમાં મારો વાંક જ નથી,વાળી વૃત્તિઓ અપનાવીએ ....પણ ગુરુ પણ આ રમતની મઝા લે અને આપણને દરેક પરીસ્થિતિમાંથી બહાર કાઢે અને રમાડે.....

ખરી રમત તો એ છે કે આપણે એના નિયમોનું પાલન કરીએ એટલે જીત મળે કે ન મળે અનુભવ તો જરૂર મળે અને એ અનુભવ ને આધારે આપણે રમત રમીએ.....જય ભગવાન.



No comments:

Post a Comment