Thursday, October 8, 2015

જીવનના અનુભવ : ઉત્સુકતા

જીવનના અનુભવ : ઉત્સુકતા

જીવનમાં આપણે શરીરથી નાના હતા ત્યારે ખબર જ નથી પડતી કે આ ઉત્સુકતા શું છે....એક નાનું અમથું રમકડું મળે અને આપણે એને જોઇને ઉછાળા માળીએ અને ટગર ટગર જોયા કરીએ કે શું થાય છે અને કેવું થાય છે...પણ જેમ જેમ શરીરથી મોટા થયા એમ સમજણ આવી અને આપણે રમકડા છોડી ને કોઈ મનગમતી વસ્તુ આપે કે અપાવવાનું પ્રોમિસ કરે એટલે આ ઉત્સુકતા જોવા જેવી હોય ...

ખાસ કરીને મારા જાત અનુભવમાં ઉત્સુકતા એટલે નાનપણમાં ઉતરાયણમાં ધાબે જવું,નવું પેજર વાપરવા મળ્યું તું ત્યારે ,નવો મોબાઇલ ફોન નોકીયા ૭૭૧૦ લીધોતો ત્યારે નવું પી ફોર કોમ્પ્યુટર લીધું તું ત્યારે આ ઉત્સુકતા નો પાર નહતો  મને ખબર છે જયારે હું પહેલી વાર બજાજ સુપર સ્કૂટર લાવ્યો તો ત્યારે અને પછી અલ્ટો ગાડી લાવ્યો તો ત્યારે તેને વાપરવા માટે એટલો બધો ઉત્સાહ ગણો કે ઉત્સુકતા હતી કે રાત્રે સુઈ જવાનું નહતું ગમતું અને દિવસ લાંબો કે ટુંકો કેમ થતો જાય છે તે માપદંડથી જોતો હતો અને આજે પાછુ નવું લેપટોપ લીધું .....એ ક્રમ ચાલુ જ છે....દેવની કૃપાથી લોનથી નવું લેપટોપ લીધું અને આ ઉત્સુકતા નો આજે પણ છે તેવો અનુભવ થયો...

જીવનમાં આ ઉત્સુકતા કહો કે આતુરતા કે ઉત્સાહ આ જ આપણા જીવનને દિશા આપે છે અને જીવનની ગતિ આગળ ધપાવે છે...જો આ ઉત્સાહ નહિ હોય તો બધું ફીકું લાગશે અને જીવનમાં મળતા કોઇપણ અવનવા રમકડા કહો કે કોઇપણ નામ આપો બધું નીરસ કે નિરુત્સાહ લાગશે ...

ઉત્સુકતા નો આપણે બધા એ અનુભવ કર્યો હશે પણ આ સમયે આપણે ભાન ગુમાવીને આપણને મળતા કહવેતા આનદ પાછળ એવા ખેચાઈ જઈએ છીએ અને પછી આજુબાજુ કે દુનિયા શું કરે છે તેનું ભાનશાન પણ નથી રહેતું અને આપણે આપણા આ ઉત્સાહમાં મસ્ત બનીને આનદપ્રમોદ કરીએ છીએ ....આ મોજ કે આનદ તો સંસારમાં દરેક રીતે મળી શકે છે પણ જે પોતાનાપણું હોવું એ આપણા માટે મહત્વનું હોય છે....લગ્ન હોય કે ઘર હોય કે આપણા સંતાન હોય કે નવું વાહન હોય અત્યારની આ ડીજીટલ દુનિયામાં ફોટોગ્રાફ્સ કે વિડીયોગ્રાફીથી આ મહત્વના પળો કેદ કરી શકીએ છીએ અને પછી જયારે શરીરથી મોટા થઈએ ત્યારે આ સ્મુતી એટલી બધી આનદ દાયક લાગે છે કે જીવનનું સાચું સુખ આ જ છે અને સ્વર્ગ પણ અહી જ છે તેવી અનુભૂતિ થતી હોય છે... આ ઉત્સુકતા આપણા સંબંધો અને લાગણીઓમાં જેમજેમ શરીરથી મોટા થઈએ છીએ તેમતેમ શી ખબર ઘટી કેમ જાય છે.......

ગુરુ કે કુદરત કે ભગવાન ગણો આ ઉત્સુકતાનો જે ભાવ છે તે આપણા જીવને ગતિ કરવા મુકયો હોય તેવું લાગે છે...સૂર્ય ઉગતો હશે ત્યારે જે ઉત્સુકતા અન્ય પશુ પંખી કે જીવ જંતુ કે પ્રાણીઓમાં ખાસ જોવા મળે છે અને કુદરતની આ લીલા ગણો કે રમત એક મોજ આપી જાય છે.....જય ભગવાન.




No comments:

Post a Comment