Friday, October 16, 2015

જીવનના અનુભવ : નજર

જીવનના અનુભવ : નજર

અમદાવાદ સ્થિતિ એક હાઈકલાસ  કલબમાં ગરબાનો કાર્યક્રમ શરૂ થાય ત્યારે એક માતાજી એટલે આદ્ય શક્તિની એક આરતી ગવાય છે, અને આ આરતીમાં નાના મોટા જોડાય છે, અને ઘણા લોકો આ આરતી ભક્તિ ભાવ થી ગાય છે, પણ ઘણા લોકો કહવેતા ભાવથી ગાય છે અને તેનું નાટક કરે છે, અને ઘણા લોકો તો આવડતી કડી જ ગાય છે, તો ઘણા શાંત ઉભા હોય છે,અને ઘણા હાથ જોડીને ઉભા રહે છે, આ તો થઈ આરતીની વાત, પણ આ આરતીને માણી રહેલા લોકોની અને આ બધી વિધિવત કાર્યક્રમોની એક વિડીયોગ્રાફી થતી હોય છે, અને માથે થી એક કેમેરો આ બધી ક્ષણોમાં થઈ રહેલી ગતિવિધિઓ એકત્રિત કરે છે અને બાજ નજર રાખે છે..આ એક સામાન્ય પરીસ્થિતિ છે.........

નજર........ આપણે આ નજર પર ધ્યાન કોઈ વખત જ પૂરેપૂરુ આપીએ છીએ ...જેમ .........
ભિખારીની કે નોકરિયાત કે ભુખીયાની નજર એને મળતા રૂપિયા કે ભોજન પર જ હોય....
ચોરની કે અકૃત્ય કરનાર ની નજર તેના બચાવ પ્રત્યે જ હોય...
સારા શરીર વાળા સ્ત્રી કે પુરુષ ની નજર હમેશા કહેવાતા રંગરૂપ પર જ હોય....
દુકાનદાર કે બિઝનેસ કરતા લોકો ની નજર તેના ગ્રાહક પર જ હોય....
ટ્રાફિક પોલીસ કે ડ્રાઈવર ની નજર ....રસ્તા પર જ હોય.....
હવે અત્યારના યુગ કે ટેકનોલોજી મુજબ આ બધાની ઉપર કેમેરો મૂકી કોઈ સત્તાકીય કે બીનસતાકીય નજર રાખતું હોય છે....ખેર આ તો થઈ બાહ્ય જગત ની વાત ...પણ આંતરિક જગતમાં કઈ અલગ જ છે.....

એક અનદેખી સતા કહો કે ભગવાન કે માલિક આપણા દરેક સારા નરસા કર્મની ક્ષણે ક્ષણ ની નોધ રાખી રહયો છે અને સત્કર્મ કે સારા કર્મનું એ કેશપેમેન્ટ કરે છે અને દુષ્કર્મ કે ખરાબકર્મ નું ઉધાર ખાતે નાખે છે અને એક મર્યાદા પછી તેનો હિસાબકિતાબ કરે છે અને એમાય એ છુટછાટ આપીને આપણા કર્મોના હિસાબ જન્મો જન્મ સુધી રાખી સુધારવાની તક આપે છે ...

આપણે આ નજર પર ધ્યાન આપીશું તો આપણી અંદર એક જાગૃતતા કે સભાનતા કેળવાશે અને જીવનમાં થતી ભૂલો પર પડશે અને તેમાં રહેલા તત્વરૂપી કુદરત કે ભગવાનના માર્ગદર્શન કે માર્ગદર્શિકા આપતું જણાશે અને આપણી અંદર જ તેનો વાસ છે તે પ્રગટ થશે અને જીવનની ઉદ્વવગતી મળશે અને આ નજરમાં જે આશીવાદ કહો કે કૃપા કહો તેની સાચી અનુભૂતિ થશે અને જીવન સ્વર્ગરૂપી  કે ધન્ય લાગશે.....

કુદરત કે ભગવાન કે ગુરુ આ આપણામાં રહેલી ઉણપ કે અધુરીયત ને કોઇપણ શર્ત વિના નિસંકોચ રીતે નિરંતર પૂરૂ  કરતુ જ રહે છે પણ આપણે આ નજરને કદી જોતા જ નથી અને આપણા કહેવાતા સંસારિક  કે ધર્મધાર્મિકતા કે રંગરૂપ કે સાચા ખોટના ભેદભાવમાં જ પડીયા રહીએ છીએ અને ક્ષણે ક્ષણે એકની એક ભૂલ વારંવાર કરતા જ રહીએ છીએ......

આ નજર પર જયારે આપણા જીવનનું ધ્યાન કેન્દ્રીત કરીશું તો આપણે સાચા અર્થમાં કેવા માણસ કે કેવો આત્મા છીએ તેવું દેખાઈ આવશે અને સુધારવાની તક મળશે અને જન્મો જન્મથી જે ભૂલો કરી રહયા છે તેમાંથી બહાર નીકળવાની પ્રેરણા મળશે...આને નજર અંદાજ ના કરશો .....જય ભગવાન.

No comments:

Post a Comment