Saturday, October 3, 2015

જીવનના અનુભવ : બદલો

જીવનના અનુભવ : બદલો

સમજણ ની શરુઆત થઈને આપણે આ બદલો લેવાની વૃત્તિઓ શીખીયા બાકી કોઈ નાના બાળક કે ગુરુ તત્વ કે ભગવાન કયારે કોઈ બદલો લેતો નથી...કે લેવાનું કહેતો નથી.....

આપણા જીવનમાં આપણે આપણી જોડે થયેલ ગમો અણગમો કે વિપરીત વહેવાર આપણને સામે વાળાની વૃત્તિઓ પ્રત્યે બદલો લેવા પ્રેરતું હોય છે,અને આપણા આખા જીવનમાં જોઈશું તો આ વેરઝેર કે બદલો લેવાની વૃતિ આપણને સંબંધો કે કુદરતની નજીક જતા અટકાવે છે,આ બહુ જ સહજ છે પણ આપણે આપણી બુદ્ધિમતા અને આપણને વારસાગત મળેલ સંસ્કાર વારવાર આ ભાવના જન્માવે છે અને બદલાવૃતિ કરાવે છે,પણ જો એ સમયે આપણે ચેતી જઈએ તો આપણને વારવાર કુદરત કે ભગવાનના સાનિધ્ય ની અનુભતી થાય અને તે દરેક રૂપે મદદરૂપ થાય અને આપણને દેરક પ્રેત્યે પ્રેમ જ દેખાય આ અનુભવ થાય એટલે આપણે એક અલગ પ્રકારની લાગણી અનુભવીએ અને કઈપણ કરિયા વગર એક અંદરની મોજ અવતરે અને દરેક કર્મ કે કાર્ય ની ઓટોમેટિક પ્રેરણા આપે અને જોડે સકારાત્મક અનુભીતી આપે  ..આ અનુભવ લેવા જેવો છે....

બદલો લેવો એ આપણા ખરાબ વ્યવહાર ને ગમે તે સમયે છતો કરે છે અને આખા જીવનમાં આપણે સરવાળો કરીશું તો આ દુર્ગુણ આપણી પ્રગતિને અટકાવતો હોય છે કેમકે આપણે આપણી પોઝીટીવ ઉર્જાને આ નકામા કર્મ કે કાર્યમાં ઠાલવી ને આપણે પોતે જ પોતાના પગ પર કુહાડો મારીએ અને બીજાને જવાબદાર ઠેરવીએ છીએ અને સોથી વધારે બદલો લેવાની ભાવના આપણા નજીકના સંબંધોમાં ખાસ હોય છે. જયારે જયારે આવી બદલો લેવાની વૃતિ જન્મે ત્યારે બુદ્ધિમતાને સાઈડમાં મુકીને ફક્ત પ્રેમની લાગણી જન્માવવી જોઈએ આ આપણને સહજ લાગતું નથી પણ એકવાર જો આ બદલો લેવાની વૃતિ પર વિજય મેળવી લીધો પછી આખો સંસાર તમને પ્રેમ જ આપશે આ જયારે શરુઆત કરશો ત્યારે કસોટી થશે અને પછી ઉતરોતર વધતી જ દેખાશે પણ જેમ જેનો પ્રારંભ છે તેમ તેનો અંત પણ છે એ રીતે એક દિવસ ગણો કે એક ક્ષણ આ કસોટીનો અંત આવશે અને પછી કયારે સામેવાળા પ્રત્યે તમને બદલો લેવાની ભાવના નહિ જન્મે અને તેના દરેક વાણી વર્તન કે વહેવારમાં બસ પ્રેમ જ દેખાશે કેમકે આપણું પોતાનું જ સ્વરૂપ સામે પ્રગટ થાય છે અને આપણી સામે આવીને ઉભું રહે છે...

જેમ જેમ પ્રેમનો વ્યાપ થશે એક જીવનની ગેહરી પ્રતીત થશે અને દરેક વખતે આપણે જીવનની ગતિમાં આગળ વધતા હોઈએ તેમ લાગશે અને જીવન ધન્ય લાગશે ...કેમકે આપણે સામે વાળાની આશા કે અપેક્ષા જ ના રાખીએ કે તે જેવો કે જેવી.....

ગુરુ તત્વ કે ભગવાન કે આખા સંસારમાં જોઈશું તો સૂર્ય ચંદ્ર ઝાડ પાન કે બીજી કોઇપણ સૃષ્ટી આપણે ગમે તેવા વર્તન સામે બસ પ્રેમ અને આનદ જ આપે છે આ નિયમની સમજણ મુજબ જો જીવન વ્યતીત કરીએ તો કયારેય નિરાશા કે હતાશા ના જન્મે અને કોઇપણ વહેવારમાં બદલો લેવાની વૃતિ પણ ના જન્મે....જય ભગવાન.














No comments:

Post a Comment