Tuesday, September 29, 2015

જીવનના અનુભવ : પ્રતિસાદ કે વળતો જવાબ

જીવનના અનુભવ : પ્રતિસાદ કે વળતો જવાબ

જીવન આખું આ પ્રતિસાદ કે વળતો જવાબ ઉપર નભેલું છે....કેમકે જેવી ક્રિયા એવી જ સામે પ્રતિક્રિયા..આ આપણા જીવનનો નિયમ ગણો કે ગુણધર્મ....આપણે આપણી રોજીંદી ઘટનાઓ પર ધ્યાન આપીશું તો આપણે આપેલા પ્રતિસાદથી થતી ભૂલો નો અહેસાસ થતો હોય છે અને પછી આ પ્રતિસાદ થી સાચો હદયનો ભાવ આવે તો તે નથી સંભાળતા પણ ઉપરછલ્લો જ સંભારીને સામે પ્રતિસાદ આપતા હોઈએ છીએ....

દરેક જીવ ને એક આશા કે અપેક્ષા હોય છે કે હું ગમે તેમ વાણી કે વર્તન કે વહેવાર કરું સામે થી જે જવાબ આવે તે મારી મરજી મુજબનો જ હોય અને હું કહું તેમ જ થાય આ માણસના સ્વાભાવિક લક્ષણ છે પણ આપણે ગમે તેવા સંજોગો કે પરિસ્થીતી કેમ ના હોય આપણા વહેવાર કે કર્મ કે કોઇપણ કાર્યમાં જેમાં સામેવાળા ને સાચા ભાવપૂર્વક અને તેની લાગણી કે સ્વમાનને ઠેસ ના પહોચે તેવો પ્રતિસાદ આપીએ તો સો પ્રથમ આપણે એક સંતોષ ની કે શાંતિની અનુભૂતિ કરીએ છીએ કેમકે જેવી ક્રિયા થઈ તેવી જ સામે પ્રતિક્રિયા આપવાનો સામેથી જ ભાવ જન્મ લેશે અને આપણા જોડે તે તેવા જ કર્મ કે વહેવાર કે કાર્ય નો જવાબ આપશે અને આખો વહેવાર શાંતિપૂર્વક થશે...

ક્રોધ કે ગુસ્સો જે અગ્નિ તત્વ છે તે જયારે જયારે આવે ત્યારે પોતે તો તે બળતરા અનુભવે પણ સામે જગતમાં પણ તે આ અગ્નિ બહાર કાઢે અને પછી પ્રતિસાદ કે વળતો જવાબ હું(અહંકાર) ને અનુસારના આવે તો બેચેન થઈને શારીરક કે માનસીક યાતના ભોગવે અને સામે વાળા ને ભોગવવા પણ મજબુર કરે...આ આખી ઘટના ઘણીવાર ક્ષણીક જ હોય પણ એક સમયે એવું લાગે કે આ તો જન્મોજન્મ નો વેરી કે દુશ્મન છે...પણ જે અંદર પ્રતિસાદ કે વળતો જવાબ આપતા શાંતિ અને ધીરજતા રાખીએ તો આ ક્ષણીક ઉદભવેલા દવાગનીથી બચી શકાય છે.

કોઇપણ સાચો કે ખોટો પ્રતિસાદ કે વળતો જવાબ આપો કે ના આપો તમારું મહત્વ કુદરત કે ભગવાન કયારેય ઓછુ નથી કરતો તો પછી આપણે આ જાણતા હોવા છતા બીજાને હાની પહોચાડી એ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે એ મારા અહંકાર એટલે કે હું ને પોસે અને પમ્પાળે અને મને કહેવતો આત્મ સંતોષ આપે..આ નકલી ક્યારેય વધુ ટકતું નથી..એ સમય આવે છતું થાય છે અને આપણો આ નકલી ભાવ દેખાઈ આવે છે....

ગુરુ કે ભગવાન કે કુદરત નું તત્વ કયારેય નકારાત્મક વલણ નહિ કરે,કેમકે તે પ્રેમ જ આપવા અવતરીયુ છે અને બસ પ્રેમ જ જગતને આપશે એ કયારેય વાદવિવાદમાં કે નિંદામાં નહિ પડે અને આપણા સાચા ખોટા પ્રશ્નો ના જવાબ આપણા પૂછેલા સવાલમાંથી જ આપશે અને પ્રતિસાદ કે વળતો જવાબમાંથી એક આત્મસંતોષ મળશે કેમકે ક્રિયા જે ઉદ્ભવવી તે આનદ કે મોજ ની છે અને નિયમ છે કે આનદ નો કોઈ ગુજરાતીમાં કે અન્ય ભાષામાં વિરોધી શબ્દ જ નથી ....

પ્રતિસાદ કે વળતો જવાબ આપતા પહેલા સામેવાળામાં બસ પ્રેમપૂર્વર્ક જોઈએ તો કયારેંય હદયમાંથી ખોટું નીકળતું જ નથી અને ભગવાન કે તત્વ આપણને સાચા રસ્તે લઈ જાય છે......જય ભગવાન.









No comments:

Post a Comment