Thursday, September 17, 2015

જીવનના અનુભવ : મહત્વ (ગણેશવંદના અને ક્ષમાયાચના)

જીવનના અનુભવ :  મહત્વ  (ગણેશવંદના અને ક્ષમાયાચના)

ગઈકાલે એક ગણેશજીની સ્થાપના માટે લઈ જતા એક ને  મોટા ટેમ્પો ને જોયો ,બધા જ એક સરખી ટી શર્ટ અને એક સરખી ટોપી અને ઢોલનગારા અને ધૂન નો નાદ લાગે કે કોઈ કોર્પોરેટ કંપની ના હોય અને સુર અને તાલ એક ધારીયો અને ઉત્સવ અને ઉત્સાહનું મહત્વ સમજાવતું હતું અને ત્યાના રસ્તા પર ઉભેલા બધા જ આ ભક્તિમય વાતાવરણમાં રંગાઇ ગયા અને મારા અંતરનાદ માંથી પણ એક ધ્વની નીક્ળીયો અને હૃદયપૂર્વક માથું ઝુકી ગયું અને એક ક્ષણ આખા શરીરમાં એક ઝણઝણાટી થઈ ગઈ અને એક આનદ પ્રગટીયો અને એક મિનીટ પછી બધું રસ્તા પર સામાન્ય થઈ ગયું ........

વક્રતૂંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મેં દેવ સર્વ કાર્યેષુ સર્વદા......

ઉત્સવ અને ઉત્સાહ એ આપણા મૂળ સ્વરૂપ છે પણ આ અનુભૂતિ હદયમાં જો ભક્તિ ની એક શક્તિ હોય ત્યારે પ્રગટે છે અને એક મોજ સ્વરૂપે બહાર આવે છે , ગણપતિ એટલે દેવોમાં સર્વ પ્રથમ પૂજનીય દેવ....

આપણું આ શરીર જે પાંચ તત્વનું બનેલું છે તેના વિઘ્ન હરતા શ્રી ગણેશની ઉપાસના એટલે મન ને ભક્તિમય બનાવવાનું અને શક્તિને ઓરખવાનો ઉત્સવ....કોઇપણ ધર્મ કે ધાર્મિકતા એટલે ભક્તિમય બનવું અને મનને તે કુદરત કે તત્વમાં લીન કરવું એટલે જે પરિણામ આવે તે જ ગણેશવંદના કે ભગવાન પ્રત્યે સમર્પણ ....

અને આજે તો પાછો જૈન ધર્મમાં પણ એક અનેરો ઉત્સાહ ને ઉત્સવ એટલે પર્યુષણના પર્વ ના મહત્વ નો અનેરો સંગમ ...

જીવનમાં આપણે રોજબરોજ કેટ કેટલી ભૂલો કરીએ છીએ અને એ પરંપરા ચાલુ જ રાખીએ છીએ...ખબર હોવા છતાં જે જાણતા ભૂલ થાય અને આપણને તેની ખબર પણ હોય કે મેં આ ભૂલ કરી છે અને પછી ક્ષમા માગવાને બદલે અક્કડ વલણ અપનાવું અને અહમ ને પોષવો આ એક ક્રિયા આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી કેમકે સમજીને થયેલ ભૂલ ભૂલ નથી કહેવાતી પણ આપણે એને ભૂલમાં ખપાવી એ છીએ...અને પછી કયાંથી ક્ષમા મળે ....પણ ઉપરવાળો પર કરુણાનો સાગર છે અને દયાનિધિ છે હર ક્ષણ તે હાજર જ છે અને એની દયા કે કુપાથી આપણે ગમે તેવા ખરાબ કર્મો ની પણ ક્ષમા કરે છે તો આપણે માણસ થઈને આજથી એક સંકલ્પ કરીએકે ભૂલને ભૂલીને કે વેરઝેરને કે દુશ્મનાવટ ભૂલીને સો જીવ ને ક્ષમા કરીએ અને જીવનમાં આવતા જતા ઘટતાસારા નરસા પ્રસંગ કે ક્રિયા પ્રતિક્રિયા ને ભૂલી જઈએ અને એક નવી જ શરૂઆત કરીએ  અને સારા જીવનના શ્રી ગણેશ કરીએ.......

આપણી અંદર જ આ ગણેશજી રૂપે તત્વ છે પણ આપણે તેને સ્થૂળ રૂપ કે નામ રૂપ  થકી જ જાણીએ છીએ,
પણ જે આપણી અંદરની એક શક્તિ કે જે ઉત્સાહ અને ઉમગ ના જે શ્રી ગણેશ કરે છે તેને ઓરખીએ અને તેને બને તેટલા ધીરે ધીરે વધારીએ અને દુનિયામાં કોઇપણ મોહ માયા કે નકારાત્મક તત્વને અંદર પ્રવેશવા ના દઈએ એટલે ઓટોમેટીક દરેક પ્રત્યે હર ક્ષણ ક્ષમાયાચના નો જ ભાવ નીકળે અને તે જ આપણા જીવનનો ઉદેશ બનાવીએ એવી પ્રાથના સાથે ...જય ગણેશ અને મિચ્છામિ દુક્કડમ્ !

ભગવાન કે તત્વએ આપણા આ દરેક જીવ પ્રત્યે સદા આનદ અને મોજ આપી છે તો આવતા દરેક દિવસની ઉત્સવરૂપે ઉજવણી રંગેચંગે ઉજવીએ .....જય ભગવાન.






No comments:

Post a Comment