Tuesday, September 15, 2015

જીવનના અનુભવ : ચાલાકી

જીવનના અનુભવ :  ચાલાકી

હમણાં અમારા કુટુંબના સભ્ય દવાખાનામાં ભરતી થયા છે અને તેમને ત્યાં આવતા જતા તેમના મિત્રવર્તુળ અને સગાસંબંધી ના વહેવારમાં એક ચાલાકી દેખાઈ અને સમજાય કે આપણે પણ આવું જ કરતા હોઈશું ..?

દરેક માણસના જીવનમાં દવાખાનામાં ભરતી એક સામાન્ય ઘટના છે પણ આપણી જોડે તે સમયે વહેવાર થતો હોય ત્યારે રમુજ કે ચાલાકી વાળો દેખાય અને આપણે આને ફક્ત સ્વીકાર જ કરવાનો અને કુટુંબી કે મિત્રોની ચાલાકી જોવાની અને કઈપણ  સામે પ્રતિકાર નહિ જ આપવાનો ...આ એક ભીતરની સાધનાનો ભાગ છે...તે સમયે આપણે આપણા વાણી,વર્તન અને વિવેકને ઓરખવાનો કે પ્રતિકિયા માં લાવવાનો....

દરેકના  અલગ અલગ પ્રતિભાવ અને અલગ અલગ સલાહ સુચન અને અલગ અલગ પોતાએ કરેલી ક્રિયા અને પ્રતિક્રિયા ના પરિણામો ની ચર્ચા અને એક એકના એક પ્રશ્ન ના જવાબ આપવા અને સંસારમાં આ રીતે ન વર્તીએ તો આ સંસારના દરેક ને કહેવાતું ખોટું લાગી જાય...પણ તે સમયે જે દર્દીની વ્યથા કોઈ ના સમજે અને સમજે તો પણ એક નાટકીય રીતે જ સમજે ...આ તો થઈ વહેવારની વાત ...

ચાલાકી એ આપણી અંદર છુપાયેલું છુપું હથીયાર છે જેની જરૂર હોતી જ નથી પણ આપણે આપણી સુરક્ષા ખાતર એક અલગ રીતે વાપરીએ છીએ કે ઉપયોગ કરીએ છીએ...

કુદરત કે ભગવાન ના નિયમો છે કે બને તેટલી ચાલાકી ઓછી કરશો તેટલી તે આપણને તેની નજીક રાખશે અને તેની કૃપા આપણા પર વર્ષાવશે..કેમકે આ આપણી બુદ્ધિમતાની ચાલાકી જ કોઈક વાર ભારે પડે છે અને આપણે તેના સારા કે ખરાબ પરિણામો ભોગવવા પડે છે....પણ જો વિવેકપૂર્ણ રીતે સમય ને સંજોગોને આધીન વાણી વર્તન કે વહેવાર કરીએ તો આજ ભગવાન આપણને આ કહેવાતા દુઃખ દર્દને દુર કરીને નવજીવન આપે છે.....

માણસની બધી સકારાત્મક ઊર્જા ને તે આ ચાલાકી કે બીજાને છલ કપટ કરવામાં ખર્ચી નાખે છે.પછી કહેવાતા ધર્મધામિકતા ના દેખાડા કરી કુદરત પાસે આજીજી કરે છે કે હે ભગવાન બચાવી લે જે ...

આપણે મંદિર ,મસ્જીદ કે ગુરુદ્વારા કે કોઇપણ ધામિક સ્થળ પર જઈશું અને થોડી ચાલાકી કરી આપણી પાસે કહેવાતું ધન કે રૂપિયા પેસા દાન બોક્ષ માં નાખીશું અને આ જ સ્થળ પર પગથીયા ઉતરતા આપણે આપણી જ ચાલાકી નથી જોઈ શકતા કે આ ધન કે રૂપિયા પૈસામાં ભગવાને કદી રસ જ નથી કેમકે આ કમાણી તો વહીવટકર્તા પાસે જશે...આપણા હદયના સાચા ભાવ ની જો અભિવ્યક્તિ કરીશું તો તેને આપણી નિકટ રહેવાનું પસંદ પડશે..કેમકે ચાલાકીથી કરેલા કોઇપણ કર્મ કે સાધના એ જાણે છે ...કે મેં તને બનાવીયો અને તું આ જ ચાલાકીથી મને બનાવે છે...

આપણા અંદર ના સાચા હદયના ભાવને પ્રગટ કરીએ અને જરૂર મુજબનું જ વાણી વર્તન કે પ્રતિભાવ કે પ્રતિકાર આપીએ જેથી આપણી અંદર બેઠેલા ભગવાન કે તત્વને વિવેકથી સમજીએ તેવી હૃદયપૂર્વક અભિવ્યક્તિ....જય ભગવાન.


No comments:

Post a Comment