Friday, September 4, 2015

જીવનના અનુભવ : ભાવયુકત અભિવ્યક્તિ

જીવનના અનુભવ : ભાવયુકત અભિવ્યક્તિ

એક ટીવી સીરીયલ જયારે ચાલુ થાય છે ત્યારે એક પટ્ટી નીચે ફરે છે અને સમજાવે છે કે આ ટીવી સીરીયલના જે બતાવાય છે ફકત અમારા મંતવ્યો છે અને આની અંદર જે પાત્રો છે તે કાલ્પનિક છે અને કોઈની સાથે સાંઠગાંઠ નથી એવું કઈક હોય છે ને ....અને પછી ટીવી પાત્રો કે અભિનય મુજબ તેના ભાવયુકત અભિવ્યક્તિ કરી ને અભિનય કરે છે અને આપણે આપણા લગતા વરગતા પ્રસંગ કે પાત્રો ને ભાવપૂર્વક જોઈએ છીએ અને એક આનદ ની મોજ લઈએ છીએ......

ભાવ એ ભીતરની સ્ફૂરણા અને અંતરનો નાદ છે..... ભાવ એ ભીતરમાંથી ઉત્પન્ન થતી એક લાગણી છે, વૃત્તિ છે.... વ્યકિત જ્યારે એકાગ્ર બને છે ત્યારે તેનાં લાગણી કે વૃત્તિનાં સ્પંદનો આત્મભાવ સાથે સ્પર્શ કરે છે. ઘર્ષણના કારણે જેમ દિવાસળી પ્રકાશ પેદા કરે છે તેમ હદયની લાગણી આત્મતત્ત્વ સાથે ઘસાતાં તેમાંથી જ્ઞાનપ્રકાશ પેદા થાય છે અને એક મોજ અવતરે છે....

સંતોએ કે ગુરુ તત્વ એ શબ્દને માધ્યમથી કહીને ભીતરનો ભેદ સમજાવવા પ્રયાસ કર્યો છે. આ શબ્દના માધ્યમ નો ભાવ તો કોઇ વિરલ વ્યકિતને જ સમજાય છે. સંતોએ કે ગુરુ તત્વ ના શબ્દો શ્રોતાના આત્મભાવ સાથે અથડાય, ભીતરમાં ઊતરે તો જ જ્ઞાનનો ઉદભવ થાય, જોકે આજે સાચા સદગુરુઓનો ભાગ્યે જ ભેટો થાય છે. સંતોએ કે ગુરુ તત્વ એ પાત્રની ચકાસણી કર્યા પછી જ બોધ કે આદેશો આપે છે અને શિષ્યની પાત્રતા કેળવે છે.

ભીતરના ભાવ વિના ભેદની દીવાલ તૂટે જ નહીં....ભૂખ વગર ભોજન ભાવતું નથી અને ભૂખ હોવા છતાં ભાવ વિના ભોજન પચતું નથી. ભાવવું અને ભાવ બંને અલગ છે. ભાવવું એ જીભનો વિષય છે અને ભાવ અંતઃકરણનો વિષય છે. ભાવ વગર ભૂખી જીભને પણ ભોજન ભાવતું નથી તો અંતઃકરણ કે આત્મભાવ વગર જ્ઞાનનું ભોજન ભાવે ખરું?

એક ગુરુની સાનિધ્ય ની યાદ આવે તો કેવી અશ્રુભીની આંખ થઈ જાય છે...આ ભાવ ને ઓરખતા શીખીએ એટલે ગુરુ તત્વ ની એક ઝલક મળે અને ભાવયુકત અભિવ્યક્તિથી ભીતરની સાધનામાં પ્રવેશાય છે અને લોકો નથી કહેતા અમે તો ભાવ ના ભુખીયા છે પણ આ ભાવ નો પરિચય જે દિવસ થાય છે ત્યારે બધું જ રસમય બની જાય છે અને આનદ કે મોજની પોતાના અનુભવથી ખબર પડે છે માટે ગુરુ કહે છે ને મોજ કરો ખોજ કરો ના મળે તો રોજ કરો

પણ એક લીટી મારા અનુભવ થી વધારું છુ કે ભાવથી મોજ અને ખોજ નો આરંભ થાય છે અને અનુભવ થી આ મોજ રૂપી ખોજ નો રોજબરોજ આનદ કે મોજ વધતી જ રહે છે માટે રોજ રોજ મોજ કરો અને ભાવપૂર્વક અભિવ્યકત કરો .....જય ભગવાન.



No comments:

Post a Comment