Saturday, September 26, 2015

જીવનના અનુભવ : વિચાર

જીવનના અનુભવ : વિચાર

પથારીમાં સવારે આંખ ખુલે અને આ વિચારની પ્રક્રિયા ચાલુ થાય અને એ આખો દિવસ એટલા બધા વિચાર આવે કે મૂળ તો દેખાય જ નહિ.....કામના ,નકામા કે ઉપયોગી કે બિનજરૂરી લગભગ આપણે આના પ્રકાર જ નક્કી કરવાના....!!!

મારા ગુરુએ એક સમજણ આપી છે કે વિચારો અને ટ્રાફિકમાં આવન જાવન કરતા વાહનો આ બને ની સરખામણી કરી એક વાત સમજાવી છે કે આપણા અંદર ઉદભવતા વિચારો કયારેય શાંત નહિ થાય અને તેને રોકવાનો પણ પ્રયત્ન નથી કરવાનો એને જોવાના છે એટલે કે જેમ ટ્રાફિકમાં આવતા જતા વહાનો એક પછી એક આવે અને રોકાતા નથી તેમ આ વિચારો નો પ્રવાહ પણ ચાલુ જ રહેવાનો છે આપણે એ જોવાનું છે અને જેમ વહાનો ના ગેપમાંથી આપણે નીકળી શકીએ તેમ આપણે આપણા વિચારઓં ના ગેપ ને જોવાનો છે અને તેના માધ્યમથી જીવન ની સફર કાપવાની છે ...આ પહેલા પહેલા સમજણમાં નહિ આવે માટે બુદ્ધિમતાને સાઈડમાં મૂકીને જોવાનું છે...કેમકે જેટલું શાંત મન કરવાની કોશીસ કરીશું તેટલું જ તે તોફાન કરશે અને ઝંપીને બેસવા નહિ દે અને ઢગલાબંધ  વિચારો આવિયા જ કરશે ...પણ એકચિત કે એકાગ્રતાથી બસ રોજની પંદર મિનીટ જ આ વિચારોના પ્રવાહ થી બહાર આપણી ચેતના ને લઈ જઈશું અને આપણે આ દુનિયામાં બસ એકલા જ છીએ અને આપણા સિવાય કોઇપણ જીવ નથી ...અને આપણે અને પરમાત્મા બને જ છીએ અને આ પ્રયોગ માં એક સમય એવો આવશે કે બધું જ શાંત લાગશે અને આ જ આપણું મૂળ સ્વરૂપ છે અને ખબર પડશે કે આપણે વિચારોના ગુલામ થઈ ગયા છે કેમકે દરેક આવતા વિચાર આપણે અમલમાં મુકીએ છીએ પણ જો આને ફક્ત જોઈએ તો અંદરની એક શક્તિ દેખાશે અને તે આપણને માગદર્શન કરશે. અને આપણી ઊર્જા ને વેડફાતી અટકાવશે .....

વિચાર એ જો સકારાત્મક આવે તો એ આપણા માટે ઉપયોગી થાય પણ જો આપણે વિચારોમાંથી સકારત્મતા ના લઈ શકતા હોય તો તેને માંડી વાળવામાં જ મઝા છે.... બીજા જ્યારે ભૂલો કરે તેને માપદંડકરવું સહેલું છે.પણ આપણી જ ભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.... તણાવ (ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતે ખાઈ જાય છે, જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે....વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને જો ખરાબ વિચારોનું કારખાનું નહીં,પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતું કારખાનું બનાવો....અને પછી જોવો આનું પરિણામ ....તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી....તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી, કોઈને દુઃખ દેવાની તમારી ભાવના નથી.......તો પરમાત્મા સદા તમારી જ નજીક રહશે કેમકે તે એટલો ભોળો છે કે હર ક્ષણ આપણું ધ્યાન અને સંભાળ લે છે અને જીવનની ગતિ કરાવે છે બસ આપણે આ ગતિમાં ભળી જવાનું છે....


ભગવાન અને રામદુલારેબાપુ કહેતા હતા કે ઝાઝા વિચાર સંસાર,એક વિચાર ધ્યાન અને નિર્વિચાર સમાધિ...આપણે આપણા જીવનના ભૂતકાળને ધ્યાનમાં રાખીશું તો વિચારો પણ તેને જ અનુલક્ષીને આવશે પણ જો આ ક્ષણમાં રહીશું તો વિચારોના બંધનમાંથી મુક્ત થઈશું અને આપણે જ અનુભવી અને જોઈશું કે આ એક સહજ ક્રિયા છે અને આપણે જ આનાથી અજાણ હતા જીવનના પ્રત્યેક અનુભવને જોઈશું તો છોડવાનું જ છે... કોઇપણ પર પકડ રાખવાની નથી...બસ આનદ લઈને આગળ વધવાનું છે આ જો આવડે તો જીવનની પ્રત્યેક ક્ષણ સ્વર્ગની અનુભૂતિ કરાવશે અને એક મોજ જ જીવ ની ઉદ્વવ ગતિએ લઈ જશે....જય ભગવાન. 

No comments:

Post a Comment