Saturday, September 5, 2015

જીવનના અનુભવ : શ્રીકૃષ્ણ જન્મોત્સવ કે જન્માષ્ટમી

જીવનના અનુભવ : શ્રીકૃષ્ણ જન્મોત્સવ કે જન્માષ્ટમી

આપણા હિંદુધર્મ અનુસાર શ્રીકૃષ્ણનું ઘેરું મહત્વ છે.નાનપણમાં એક તર્ક જાગતો કે ગયા વર્ષે તો કૃષ્ણ નો જન્મ થયો અને આ વર્ષે પાછો ..? પછી કોઈક એ સમજાયું કે તારો જન્મદિવસ જેમ દર વર્ષે આવે છે તેમ આ કાના નો પણ દરવર્ષે આવે...અને તર્ક જાગ્યો તો પછી દર વર્ષે તેને પારણામાં કેમ ઝુલાવે છે કેમ તે મોટા નથી થતા..?

આપણા ધર્મની સંસ્કૃતિ કે પરમ્પરા પાછળ ગહેરું રહસ્ય છે અને આ જો સમજાય તો આ જન્મ ધન્ય બને...

શ્રાવણ મહિનો અને એ પણ શિવ અને શ્રીકૃષ્ણમય બનવાનો લાહવવો છે. આ શિવ કે શ્રીકૃષ્ણ તત્વ જો પડકાય તો આ બધા હિંદુ ધર્મ ના તહેવારોનું રહસ્ય સમજાય...

બોળચોથ,નાગપંચમી,રાધણછઠ,શીતળાસાતમ ,જન્માષ્ટમી,નોમ ...!!!!

શ્રીકૃષ્ણનો જન્મ થાય છે તે પહેલા પ્રસુતિ ની એક પીડા કે વેદના ના અનુભવમાં થી પસાર થવું પડે છે...આપણને જો આ સમજાય કે જન્મની પીડા સ્ત્રી માટે જેટલી આનદદાયક છે તેટલી જ પીડા ને વેદના થી પણ જોડાયેલ છે..જેમ આપણની અંદર શ્રીકૃષ્ણમય થવું છે તેવી ઘેલછા છે પણ પીડા વહોરવા તૈયાર નથી..આ વેદના સહજ હોય છે પણ આપણે તો તૈયાર મળે તેવી ભાવના હોય છે...
જન્માષ્ટમી એ ભીતરના તત્વ રૂપી શ્રીકૃષ્ણને જન્મ આપવાનો છે અને આ એક દરવર્ષે આવતો લાહવો છે કે જો કચાસ રહી હોય તો તે ભીતરમાં ઉતરીને જન્મ સફળ બનાવવો...

ઘણા લોકો આને ઉત્સવના સ્વરૂપમાં લે છે,તો ઘણા રજા ના રૂપમાં તો ઘણા જુગારના રૂપમાં ...આ ઉત્સવ એક અનેરો લાહવો છે ભીતરમાં પડેલા શ્રીકૃષ્ણને જગાડવાનો અને તત્વને ઓરખવાનો ...

શ્રીકૃષ્ણને આપણે ટીવી કે ફિલમના માધ્યમથી ઓરખીએ છે કે તે આવા હશે કે તેવા હશે પણ કરુણાના સાગર એવા વિશ્વરૂપના દર્શન ભીતર થાય તો ફેરો ફોગટ નથી જતો અને જીવન આનદમય  થાય છે..

મીરાંબાઈ કે નરસીંહ મહેતા કે ગંગાસતી પાનબાઈ ના ભજનો નો મર્મ સમજાય તો આ શ્રીકૃષ્ણની આરાધના કરી શકીએ બાકી એક દિવસ આવે ને જાય અને પછી જન્મો જન્મ આ તત્વને જાણવાની બસ એક ઈચ્છા જ રહી જાય છે તો આ જન્માષ્ટમી ભીતરમાં બેઠેલા શ્રીકૃષ્ણને જગાડીએ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ નો આનદ માણીએ...નંદે ઘેર આનંદ ભયો... જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી ...જયશ્રીકૃષ્ણ.


નામરૂપ કે સ્થૂળરૂપ બહુ જોયા હવે આનદરૂપની મોજ લેતા શીખીએ તો આ જીવને તત્વનો બોધ થાય ...જયભગવાન.

No comments:

Post a Comment