Saturday, September 19, 2015

જીવનના અનુભવ : લાલચ કે લોભ

જીવનના અનુભવ :  લાલચ કે લોભ

અમારી સોસાયટીમાં અમારા બ્લોક પાસે બે ત્રણ કુતરા છે અને રોજ સવારે લગભગ હું પારલેજી ના બિસ્કીટ આપું અને ખાય....બને ત્યાં સુધી આ રોજબરોજનો ક્રમ છે...અને એમાં એક કુતરી એવી છે કે જે બિસ્કીટ ઉંચેથી ફેકું અને સીધું મોંમાં અને નીચે ના પડવા દે,અને બીજા કુતરામાં આવી અજબની શક્તિ ન હતી ઘણીવાર આ કુતરી બીજા કુતરાને આપેલા બિસ્કીટ જઈને ખાઈ આવે અને જે કુતરા ખાતા હોય તે ત્યાંથી હટી જાય અને આ દ્રશ્ય મેં આજે પણ જોયું અને આ કુતરીને રોજ શીધું બિસ્કીટ મોંમાં આપવા ને બદલે થોડે દુર ફેકીયું અને એ કુતરીને થોડી એક્સસાઈઝ કરાવી .... પ્રાણીઓમાં બુદ્ધિમતા નથી હોતી એટલે એ એ રીતે જ વર્તે છે...પણ એ પાછી બિસ્કીટ ખઈને તરત આવી જાય અને પેલા કુતરાને ત્યાંથી હટાવવાની કોશીસ કરે અને એક સમજણ પ્રગટી .....

આપણે પણ કુદરત સાથે આવી જ  લોભ લાલચ થી જ જોડાયેલા છે....આપણને એ આપણો ભાગ આપી જ દે છે અને આપણે બીજાનું લેવા દોડીએ છીએ પછી એ આપે તો છે પણ થોડી એક્સસાઈઝ કરાવીને આપે છે અને પછી કોઈ કોઈક વાર તો નાના નાના દંડ આપે છે કે આ દંડ અનુભવમાં આવે છે પણ આપણે તેને ગણકારતા નથી અને આપણા મનફાવે તેવા વલણ ને પાછા અનુસરીએ છીએ.....અને પછી લાલચ કે લોભ તો છોડતા જ નથી...

ઘણા લોકોને લોભ કે લાલચ કેવી હોય છે તે તેના વર્તન અને વાણીના માધ્યમથી ખબર પડે છે પણ આપણે તેને કહી શકતા નથી...

માણસમાં ધન નો લોભ તો સ્વાભાવિક છે પણ કટેલાક પ્રેમ અને મમત્વ નો લોભ કે લાલચ પણ રાખે છે.....

લોભ કે લાલચ એ આપણા સંસ્કારમાં આવેલું એક દુષણ છે,નાના હોઈએ ત્યારે આપણે જ આપણા સંતાનોને જાણતા અજાણતા સંસ્કાર આપતા હોઈએ છીએ અને પછી આપણે જેવું મૂળ રોપીયું હોય તે વટવ્રુક્ષ થઈ ને એ રીતના જ ફળ આપતું હોય છે.....

લોભી જીવ ક્યારેય લોભ જોઈ જ શકતા નથી એ મોટી સમસ્યા છે...બહુ ઓછા જીવ છે જેને આ દેખાય છે કે
જયારે જયારે આપણને આ લોભ લાલચ ની ખબર પડે (એટલે કે સાચા હદય અંતરથી) અટકી જાય છે અને વાણી અને વર્તન સુધારવા નો પ્રયત્ન કરે છે......

કુદરત કે ભગવાન કે તત્વ જીવ ને ડગલે અને પગલે આ લોભ,લાલચ ને ત્યજી દેવા આજીજીપૂર્વક સમજણ આપે છે પણ આ માણસ ક્યારેય આ લોભમાંથી મુક્ત થઈ શકતો જ નથી અને એક ગુંચવણરૂપી જીવનને પોતની સાચી જીવનશૈલી માને છે અને લાલચ તેનો છેડો છોડતું નથી અને આ ભવભવના ફેરા કરીયા કરે છે....

સહજ જીવન તો સાધુ સંત કે ગુરુ તત્વ જીવે છે અને નિસ્વાર્થ ભાવે કોઇપણ લોભ કે લાલચ વગર જીવનજીવવા નું માર્ગદર્શન આપે છે અને આ લોભ લાલચ ના બંધનમાંથી ડગલે ને પગલે સચેત કરે છે અને મુક્તિ ના માર્ગે આગળી ચીંધે છે...કે આ રસ્તે જ સાચું સુખ કે આનદ કે મોજ છે.... જય ભગવાન.







No comments:

Post a Comment