Sunday, September 13, 2015

જીવનના અનુભવ : અધીરાઈ કે ઉતાવળ

જીવનના અનુભવ :  અધીરાઈ કે ઉતાવળ

ગઈકાલે હું અમદાવાદના એસ.ટી થી જમાલપુર રોડ થી લઈને ત્યાં નજીકના પુલ પરના રસ્તા પર જતા એક ગાડીવાળા ની અધીરાઈ જોઈ..લગભગએ ગાડીવાળાને એટલી બધી અધીરાઈ હતી કે એસ.ટી સ્ટેન્ડ થી લઈને જમાલપુરના પુલના છેડા સુધી એ ઓવરટેક કરતો જ જતો હતો તે સામાન્ય ન હતું અને ૧૦૮ એમ્બુલન્સ ની પાછળ જ ચલાવતો અને હું મારું ટુ વિહીલર નિરાતે ચલાવતો હતો થોડીવાર એ આગળ જાય અને થોડીવાર હું પાછળ હોવું કેમકે ત્યાં તો ટ્રાફિકસાંજના સમયે ખુબ જ હોય છે અને તે ગમે તેટલું કરે કાઈક ને કાઈક તકલીફ ને લીધે તેને આગળ જવા જ ન મળે અને એ ગાડીવાળા એ પોતાની સ્પીડ ઘટાડવી પડે અને આખરે તે પાલડી એસ.ટી.સ્ટેન્ડ સુધી મારી સાથે હતો અને જોયું કે આ ગાડી વાળાને ટ્રાફિક પોલીસએ સાઈડમાં બોલાવીને દંડ વસુલતા હતા અને આ જોઈને એક શીખ મળી કે અધીરાઈ કે ઉતાવળ નું પરિણામ હમેશા ખરાબ જ આવે છે અને પાછળ થી પસ્તાવો થાય છે ....

આ એક સામાન્ય ઘટના છે કે અધીરાઈ કે ઉતાવળ થી કરેલ કોઈ પણ કામ કે કર્મ આપણને સમય થી આગળ લઈજવાને બદલે પાછળ જ ધકેલી નાખે છે અને આ ભૂલ આપણે વારંવાર કરી એ છીએ અને પછી કોઈ પણ બહાનું આપી છટકી જવાની કોશીશ કરીએ છીએ...

ઘણા લોકો આ અધીરાઈને પ્રત્યે બેદરકારી દાખવે છે અને એક સામાન્ય ભૂલને કારણે જીવનની ગતિમાં ભંગ પડી જાય છે અને જીવન પ્રત્યે એક ઉદાશીનતા આવી જાય છે અને પોતે કરેલ અધીરાઈ કે ઉતાવળ ન દેખાતા બીજ પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરીએ છીએ અને કારણ નો ઢગલો આપી આપણી આ ભૂલ ઢાંકવાનો પ્રયત્ન કરી ને એક ગેરસમજ ઉભી કરીએ છીએ .....

આ અધીરાઈ એક પ્રકારની નથી હોતી

કોઈને પોતાના રૂટીન કામ પ્રત્યે હોય છે તો...
કોઈને પોતાના સંબંધો પ્રત્યે ....
તો કોઈને પોતાની એક આગવી કુટેવ જ હોય છે .....
આ અધીરાઈ માટે આપણા ગુજરાતીમાં કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે

આપણા જીવનમાં આ અધીરાઈ રૂપી દુર્ગુણ ને ઓરખીએ છીએ પણ સુધારતા જ નથી.....

આ ભગવાનકે કુદરત ના નિયમો જુઓ એ કયારે અધીરાઈ કે ઉતાવળ નહિ કરી હોય
સૂર્યોદય ....કે સૂર્યાસ્ત કયારેય અધીરાઈ થી નથી થતો ...
ફળ ફૂલ કે છોડને પાલન પોષણ કરીએ તો ધીરે ધીરે તે ઉગવાની કે વધવાની શરૂઆત કરે છે...
કુદરતના દરેક જીવને એક ગતિ આપે છે તેમાં કયારેય અધીરાઈ નથી કરતો....
આપણી અંદર આ અધીરાઈને ત્યારે જ રોકી શકીએ જયારે આપણે અંદરથી કે મન શાંત હોય ....
આ મન ને શાંતિ કેળવવા એકાગ્રતા લાવીને જીવનના તમામ ક્રમને સહજતાથી વાણી,વર્તન અને સંસ્કારમાં લાવી જોઈએ જેથી મન શાંત થાય અને જયારે જયારે આ અધીરાઈ આવે ત્યારે આપણે તેને જોઈ શકીએ અને અટકાવી ને શાંતિ થી પોતાના કર્મ કે જીવને આગળ ગતિ આપી શકીએ......જય ભગવાન.



No comments:

Post a Comment