Friday, September 25, 2015

જીવનના અનુભવ : અભિપ્રાય

જીવનના અનુભવ : અભિપ્રાય

ન્યુઝપેપર આવ્યું ને ઉપરછલ્લુ વાંચીને મૂકી દીધું અને આ હવે પસ્તી થઈ ગઈ આવો એક અભિપ્રાય નીકળ્યો .......રોજ સવાર પડે અને દેશ અને દુનિયાના સમાચાર માટે ન્યુઝપેપર આવે અને રોજ આપણે તેની હેડલાઈન વાંચીને આગળ વધીએ અને આપણા કામકાજને કે આપણા રસ ને લગતા સમાચારને આપણે વિસ્તારથી વાંચીએ અને સમજીએ અને પછી આપણો અભિપ્રાય મુકીએ .....

આપણા બધાના મંતવ્યો કે અભિપ્રાય અલગ અલગ જ રહેવાના કેમકે આપણની અંદર એક ગ્રહણ શક્તિ છે તે મુજબના આચારવિચાર આવશે અને અનુભવેલા હશે તે મુજબ ના જ અભિપ્રાય હશે પછી સાંભરેલા  કે અનદેખેલા પર આપણે કદી વિશ્વાસ જ નહિ કરીએ,માણસ બીજાના અભિપ્રાય પરથી કોઈના વ્યક્તિત્વ વિશે ધારણા ન બાંધી શકાય, કેમકે તે માણસ તમારા માટે સારો તો બીજા માટે ખરાબ પણ હોઈ શકે છે. જેમ કે જે સૂર્ય બરફને ઓગાળે છે તે જ સૂર્ય માટીને કડક બનાવે છે.

અભિપ્રાય એ સહજ છે પણ આપણે તેને વિશેષ બનાવીએ છીએ અને રજુઆત કરીએ છીએ અને પછી ચર્ચા વિચારણા અને પછી સમૂહ ગણ નક્કી કરે તે મુજબનો અભિપ્રાય અને જે આ અભિપ્રાય ની અવગણના કરે તે તેને મન ખરાબ અને જે સ્વીકારી લે તે તેને મન સારા...આ માણસ ની એક વૃતિ છે અને આમ જ રહેવાની છે...

કુદરત કે ભગવાન કે સાધુ સંત કે તત્વ ક્યારે આ અભિપ્રાય ને જોતું જ નથી કેમકે ફૂલ કહે હું સુંદર છુ તો કાદવ કહે હું પણ સુંદર છુ એટલે જ તું મારા સાનિધ્યમાં ખીલે છે...અને માણસ તો બને ની અવગણના કરી ને કહે બેસો બને હું તમને ભગવાનના ચરણ સુધી પહોચાડું છુ એટલે હું સુંદર છુ અને ભગવાનની તો કઈક અલગ જ અભિવ્યક્તિ હોય છે એ કયારે કોઈના અવગુણ નથી જોતા અને આ સૃષ્ટીના જનેતા એક અટ્ટહાસ્ય કરે છે કે બનાવિયા મેં અને ઉછેરું પણ હું અને આ દરેક જીવના અલગ અલગ અભિપ્રાય અને અલગ અલગ મંતવ્ય અને અલગ અલગ અભિવ્યક્તિ ....

જીવનના અનુભવ નું આ એક સરસ નિરૂપણ કરતા અત્યારે ભાસ થાય છે કે અભિપ્રાય ને મહત્વ ના આપવું પણ અંદર રહેલા ભાવ ને સમર્પણ કે સમર્પિત જરૂર થવું કેમકે દરેકનો ભાવ અલગ હોય છે અને સમર્પણની ભાવના પણ અલગ હોય છે ....આપણે હંમેશા અનુભવીએ છીએ કે જયારે આપણે યાદ કરીએ ત્યારે ભગવાન સમયસર આવતા નથી, પરંતુ સત્ય એ છે કે, ભગવાન હંમેશા સમયસર જ હોય છે, પરંતુ  આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ.

અભિપ્રાય એ સામાન્ય છે પણ તેને લાગતીવળગતી ક્રિયા કે પ્રતિક્રિયા આપણને દ્રિવ્ધામાં મુકે છે તેથી આપણા ભાવ અનુશાર કે આપણા અનુભવેલા અનુશાર વાણી વર્તન કે વિચાર કે વહેવાર કરવો જેથી હર ક્ષણ તે આપણને સાચું માર્ગદર્શન આપે અને ખોટી ઊર્જા નો વ્યય અટકાવે ...

આપણે આ અભિપ્રાય જરૂરીયાત મુજબ આપીએ તો સારું બાકી આ સંસારમાં દરેક જીવ નાનામાં નાની વાત કે વહેવાર નો દુરુપયોગ કરે છે અને પોતાની આંતરિક ઊર્જા નો વ્યય કરે છે ...માણસની સાચી સમજણ હોય તો તે સો વાર વિચારે આ અભિપ્રાય આપતા પહેલા કે સત્ય તો મેં જાણ્યું જ નથી .....







No comments:

Post a Comment