Wednesday, September 9, 2015

જીવનના અનુભવ : સ્વાર્થ

જીવનના અનુભવ : સ્વાર્થ

સંબંધોમાં અને આપણા વ્યહવારમાં સ્વાર્થ હોવો એ માણસનો એક દુર્ગુણ છે કેમકે આપણે બીજાનો સ્વાર્થ છે તે જોઈ શકીએ છીએ પણ આપણો પોતાનાનો સ્વાર્થ તો કોઈ કાળે નહિ જ દેખાય...

એક ધંધાકીય અર્થે સ્વાર્થ હોવો સ્વાભાવિક છે પણ એટલો પણ ના રાખવો કે એ સ્વાર્થ ફરી ધંધાકીય વ્યહવાર જ ન કરાવે...

સ્વાર્થ ના મૂળમાં જોઈશું તો એક કપટ કે છલ રહેલું છે એટલે તે માણસના સ્વભાવ પર પડે છે અને પછી ઝનુન કે હઠાગ્રહ ને લીધે બધું જ ધૂંધળું થઈ જાય છે અને ફક્ત સ્વાર્થ જ દેખાય છે અને આપણી અંદર રહેલા પ્રેમ તત્વને ઢાકી દે છે અને હિત કે અહિત જાણીયા વગર કે સંબંધો ના મહત્વ ને ભુલાવી ને એક અલગ ક્રિયા કરાવે છે....જેનું પરિણામ નક્કી દુઃખ અને દર્દ જ હોય છે એ ભલે વહેલું કે મોડું પણ પોતાનું પોત પ્રકાશે છે અને જીવનની ગતિ ને અટકાવી દે છે ..જો જો તમે કોઈને નિસ્વાર્થભાવે કર્મ કે કાય કર્યું હશે તેનો આનદ અને સ્વાર્થ થી કરેલ કર્મ કે કાયનો આનદ માં એક આસમાન જમીન નો ભેદ દેખાશે અને પોતે આ અનુભવી પણ શકશે.....

જો આ સ્વાર્થ રૂપી દુર્ગુણ ને જાણવા છતાં આપણે તેના દુષ્કર્મ પરિણામ ભોગવી જ રહ્યા છે તો આ ક્ષણથી એક જીવ કે જાત ને પ્રમાણ કરીએ કે આને જીવન ની અંદર પ્રવેશવા જ ના દઈએ અને સ્વાર્થ ની ખબર પડે અને સાવધાન થઈ ને બીજાના હિત ને ધ્યાનમાં રાખી કર્મ,કાર્ય,કે વહેવાર કરીએ જેથી પરત ફળ સ્વરૂપે કેવળ આનદ અને આનદ જ મળશે આ મારો અનુભવ છે ...એકવાર કરી જોવો...કેમકે

આપણે પોતાને અંદરથી ગમે તેટલો સારા કહેતા હોઈએ કે દુનિયા આપણને ઘણા સારા સમજતી હોય, પણ સંબંધો સિવાય કોઈને પણ  નિસ્વાર્થપણે મદદરૂપ થઈશું તો તેનો બદલો ભગવાન કે તત્વ એક મોજ કે આનદ સ્વરૂપે કેશ વહેવાર કરશે એટલે કે તરત જ આપશે અને એની ખબર પોતાને પછી અને બધાને પહેલા થશે....

ફેસબુક કે વોટ્સઅપ  પર સારા વિચારો, સારા લેખ શેર કરવાથી કે કોઈ સમસ્યા વિષે અભિપ્રાય આપી દેવાથી મારી જવાબદારી પતી જાય છે? હું પોતે ઘણી વાર આવું કરું છું, અને પછી એવી સ્વાર્થીલાગણી થાય છે કે ચાલો હું કંઈક બોલું તો છું, કંઈ નથી કરતો તો શું થયું. પણ એ તો સ્વ અર્થે ને જ ને ખુશ રાખવાનો એક વિચાર માત્ર છે.

સારા સંસ્કારોના લીધે માણસ સારા કર્મો કરવાનું વિચારી શકે, પણ એને અમલમાં મુકવા દ્રઢ મનોબળ અને નિસ્વાર્થ ભાવના હોવી જરૂરી છે, જે આજે માણસમાંથી ખોવાઈ ગઈ છે , ક્યાં તો માણસ પોતે જ એક રૂટીન જીંદગીમાં ખોવાય ગયો છે....દુનિયાના આ સ્વાર્થ વલણને ન જોતા પોતાના સ્વાર્થને જ જોઈએ અને અટકાવીએ જેથી જગમાં સર્વ વ્યાપી એક શાંતિ અને આનદ પ્રવેતે જે આપણા જીવનને ધન્ય કરે અને જન્મને સાર્થક કરે...જય ભગવાન.





.

No comments:

Post a Comment