Saturday, September 12, 2015

જીવનના અનુભવ : સુંદરતા

જીવનના અનુભવ :  સુંદરતા

આજે સવારે આકાશ માં ઉગતા સૂર્યનો એક નજરો જોયો કે સૂર્ય વાદળની વચ્ચે અને જાણે ભગવાન ની આંખ જોતી હોય તેવું દ્રશ્ય નજરે આવ્યું અને નમસ્કારથી સુંદરતા માણી અને આ દ્રશ્ય દેખાડવા બદલ કુદરતનો આભાર વ્યક્ત કર્યો અને સુંદરતાની ઝાંખી થી મન પ્રફુલ્લિત થઈ ગયું ....અને આગળ મારા કામે લાગી ગયો ...

આપણા બધાની નજર ફરે જ છે પણ સુંદરતા માણી શકતા આવડવું જોઈએ....
ઘણા ની સુંદરતા ની વ્યાખ્યા.......
સારું સ્ત્રી કે પુરુષ નું દેખાતા શરીરનું રૂપ હોય છે તેને સુંદરતા માને છે
તો ઘણા જે દ્રશ્ય જોયાના હોય તેવા સ્થળ પર જાય અને સુંદરતા માને છે...
તો કોઈ મંદિર,મસ્જીદ કે ગુરુદ્વારા કે ચર્ચની અંદરના વાતાવરણ ને જ સુંદરતા માને છે....

સુંદરતા એ આપણા અંદર પડેલા તત્વનું પ્રતિબિબ છે જે વાણી ,વર્તન  કે સંસ્કાર રૂપે પ્રગટે છે અને એક સમજણમાં પરિવર્તન પામે છે ...કોઈ ચિત્રકાર કે કવિ કે સંગીતકારને સુંદરતા નું વણન કરવાનું કહીશું એટલે તે પોતાના અનુભવને આધારે જ સુંદરતા કલ્પી શકશે...અથવા માણી શકશે....પણ બહુ ઓછા લોકો હશે જેને સુંદરતાને માણી હશે અથવા જોઈ હશે...કે અનુભવી હશે અને આગળ વધીયા હશે...

આપણે મોટેભાગના લોકોને જોઈશું તો તે સુંદરતાના ચાહક હશે પણ સુંદરતાની વ્યાખ્યા તેમના મત મુજબની જ હશે તો જ સ્વીકાર કરશે....બાકી નહિ જ કરે....

ઘણા અત્યારના આ ડીજીટલ જગતમાં ફોટોગ્રાફ્સ સ્વરૂપે પોતાની પાસે જમા રાખશે અથવા બીજાને બતાવશે....પણ સુંદરતા માણેલા ના અનુભવ ને તો નહિ સમજાવી શકે ...

આપણા અંદરના જગતમાં પણ આવું જ છે જો તમે એકાગ્રતાથી કે પુરેપુરી હાજરીથી જે પણ કરશો તરત જ સુંદરતા સામે આવી જશે...કેમકે આ જગતમાં બધું જ સુંદર છે પણ આપણે સીમિત દ્રષ્ટી જ કેળવી છે અને સુંદરતાની આખે આખી વ્યાખ્યા બદલી નાખી છે....

મધુરાષ્ટક....સાંભળ્યુ હશે કે વાંચ્યું હશે .. માણવા જેવું છે. નયનમ મધુરમ, અધરમ મધુરમ, હસીતમ મધુરમ, મધુરાધિ પતે અખિલમ મધુરમમધુરતા જ મધુરતા આખે આખા જગતમાં છે ,મધુરતા જ્યાં નજર કરો તે બધુ જ મધુર, પ્રેમ મધુર જ હોય, મધુરો ન હોય તો એ અધુરો છે. મુક્ત ખુલ્લા આકાશના કે આપણી દ્રષ્ટી માં આવતા સારા કે ખરાબ દ્રશ્યોમાં સુંદરતા હોય જ છે પણ આપણે જોવા જ નથી માંગતા ...કેમકે આપણે આપણી દ્રષ્ટિને સમગ્રતા તરફ કેળવતા જ નથી ....
ભગવાન ના દરેક જીવ ની રચના એક સુંદરતાનું જ પ્રતિક છે, કે જે જન્મ,મુત્યુ અને ફરી નવસર્જન તરફની સુંદરતા પર રાખીએ કેમકે આખરે તો આ સુષ્ટિના ચાલક સુંદરતાના જ ચાહક છે જે મનથી સુંદર તેને કદી કદરૂપું ના જ દેખાય ...કેમકે બીબ અને પ્રતિબિબ એ એક ક્રિયા છે જે સત્યરૂપે જ પ્રગટે છે પણ સુંદરતા માણીએ અને જીવનની ગતિ ત્યાં ન અટકાવતા આગળ વધીએ નહીતો ત્યાજ રોકાઈ ને ખરી પડીશું કે વિસર્જન પામીશું..માટે જીવની ગતિ સુંદરતા માણીને આગળ વધવામાં છે....જય ભગવાન.


No comments:

Post a Comment