Monday, September 21, 2015

જીવનના અનુભવ : સંબધો

જીવનના અનુભવ : સંબધો

ગઈકાલે અમદાવાદ સ્થિત જગન્નાથજી મંદિર માં ભંડારામાં જવાનું થયું અને સંબંધો ના સમૂહમાં જાણે ઘોડાપુર અવિયું ના હોય તેમ જુના કે ભૂતકાળના કે નવા (કે આપણે આ લોકો પણ આપણા સંબંધમાં છે તેવા અજાણતા) સંબંધો જે કેમ છે મઝા માંથી લઈને .....શું ચાલે છે....કે જીવનના ચઢાવ ઉતરાવ કે તબિયતની આપ લે કરતા જોવા મળીયા....

આપણે બહુ જ નજીકના સંબધોમાં જોઈશું તો એક બીજાના ખ્યાલ રાખવા માટે હોય છે પણ ઘણા લોકો આ સંબંધો પોતાની કહેવાતી વૃત્તિઓના ઉપયોગ માટે કરતા હોય છે.....

હોય છે ઘણા સંબધો બસ ખાલી નામ ના પણ જે નિભાવી જાણે તે હોય છે સંબધ સ્નેહના......

જીવનમાં આપણે નક્કી નથી કરી શકતા કે આપણા સંબંધો કયારે અને કોની સાથે બંધાશે પણ આ સંબંધો કેટલો સમય રહશે તે જરૂરથી ખબર હોય છે.....કેમકે તેમાં સાચા ભાવ નો અભાવ હોય છે....કયારે આપણા તરફથી તો કયારેક એમના તરફથી......

સંબંધોની સાચી મૂડી એ આપણા વલણ પર આધારિત છે....કે ભલે કોઈ બોલાવે કે ન બોલાવે આપણે સામેથી એક સ્મિત તો આપી ને હાથ તો મિલાવી જ શકીએ....અને કેમ છો કહી જ શકીએ ... કેમકે આપણા અંદર પડેલા ઈગો કે અહંકાર એટલી હદ સુધી હોય છે કે આપણી સાથે તેણે વહેવાર કેવો કર્યો તો તેની સાથે સરખાવીને જ કરતા હોઈએ છીએ....ઘણીવાર સમય ને સંજોગો એવા થાય છે કે નજીકના સંબંધો કરતા અજાણ કે દુરના સંબંધ સારા લાગતા હોય છે તેનું કારણ તે અપેક્ષાઓ રહિત હોય છે એટલે એ સાચા જ લાગતા હોય છે....

મનદુઃખ કે મતભેદ એ આપણા અંદર જન્મેલા દુર્ગુણ છે કેમકે મનદુઃખ કે મતભેદ ત્યારે જ જન્મે છે જયારે આપણે આપણું જ વિચારીએ છીએ અને બીજા પ્રત્યે અનદેખી કરીએ છીએ ...મોટા ભાગના મનદુઃખ કે મતભેદ અક્કડ વલણ ને લીધે હોય છે કેમકે આપણે આ અક્કડ વલણ ના જ તરફ દ્રષ્ટી રાખીએ છીએ અને કોઇપણ હિસાબે નમતું જોખવા તૈયાર જ નથી હોતા કેમકે તે સમયે આપણી આંખ પર એક સ્વાથ ની પટ્ટી હોય છે જે કોઇપણ કાળે આપણને દેખાતી જ નથી....

સંબંધો કોઇપણ હોય નિખાલસતા અને ભાવ વાળા હોય તો સુંદર લાગણીઓ ની આપલે થતી હોય છે માટે કાયમ આપણે મન મોટા રાખીને જ વર્તવું જોઈએ ...નજીકના સંબંધોમાં આપણે અપેક્ષા વધારે ન રાખવી જોઈએ જેથી જયારે પણ આપણે આપણા નજીકના સંબંધો માં આવીએ એક સહજતા આવે અને આનદપ્રમોદ ની જ પ્રતીતિ થાય અને એક મોજ કાયમ રહે જે આપણા કરતા બીજાને ખબર પડે .....

કુદરત ની લેણાદેણી આ સંબંધો ને જ આધારિત છે જે ઋણાનું બંધ ચુકવવા વારે ઘડીએ ફરી ફરી ને પાછુ આવવું પડે છે માટે બીજ જ એવું રોપીએ કે આશા અપેક્ષા ના હોય તો ફળ પણ કાયમ મધુર જ આવશે તે નક્કી છે .....જય ભગવાન.




No comments:

Post a Comment