Thursday, September 10, 2015

જીવનના અનુભવ : ફરિયાદ

જીવનના અનુભવ : ફરિયાદ

એક મોટી કારના માલિક ટ્રેક સુટમાં અમારી નજીકની અમુલ દૂધ ની દુકાને આવીયા અને આ માણસ ૪ રૂપિયા માટે રકઝક કરતો તો અને અમુલ દૂધવાળાને ફરિયાદ કે કાયમ કુપન જ આપો છો પરચુરણ કયારે નથી હોતું તમારી પાસે .....અને પેલો આ ફરિયાદને દલીલબાજી માં ના પડતા એક જ વાક્યમાં કહ્યું સાહેબ સવારમાં ફરિયાદ ના કરશો.....છુટ્ટા લઈને આવો અથવા આ પ્રીપેડ કાર્ડ વાપરો.....

માણસ સવારથી લઈને સાંજ સુધી એટલે કે લગભગ જીવનના ૫૦ ટકા ભાગનો સમય આ ફરિયાદમાં વ્યતીત કરી નાખે છે....અને કોઈ ને કોઈને નિમિત બનાવીને શરૂઆત કરશે અને પોતના કહેવાતા સંતોષને જયા સુધી નહિ સંતોષે ત્યાં સુધી તે દલીલબાજી કે ફરિયાદના દોર ચાલુ જ રાખશે અને જીવનની હકારાત્મક ઊર્જાને વેડફી નાખશે અને પછી બોલો હવે શું કરું નું રટણ ચાલુ કરી દેશે.....

ફરિયાદ નું ઉત્પતિ સ્થાન છે અદેખાઈ,તુલના,અસંતોષ.......

આ ફરિયાદ એ માણસનું નકામું હથિયાર છે પણ ધારદાર હોય તેવી રીતે વાપરે છે અને પછી ના ચાલે તો નીશાસો નાખી વ્યથા ને રજૂઆત કરે છે.... જે લગભગ નજીકના સંબંધોમાં વધારે વપરાય છે અને આ ફરિયાદ નો હેતુ કોઇપણ વસ્તુ કે પરીસ્થીતી કે સંજોગો કે સંબંધ ને લાગતીવળગતી હોય અને ઉકેલ પોતની પાસે જ હોય તોય ના વાપરે અને ફરિયાદોનો ઢગલો કરી નાખે અને કટેલાય લાચાર ના હોય તેમ વર્તે અને આ બસ ઘડી બે ઘડી માટે જ હોય પણ એક દેખાડો કરવા કે અમે જ સાચા છે....અને આ આખી દુનિયા  ખોટી છે...ફરિયાદમાં જેમ ખોટા પુરાવા રજુ કરી ને કેસ કરે અને પછી રજુઆત તો એવીરીતે કરે કે આ જગત ખોટું અને જે રજુ કરે તે જ સત્ય ....

ફરિયાદના પ્રકાર
શું કરું આ કયારે સુધરશે..?   આ શું કર્યું મારી મહેનત પર પાણી ફેરવી નાખ્યું........ આ મારી મરજી મુજબ કેમ નથી કરતા...  બીજાને જોઈ આવો...પછી કહેજો...   મારા નસીબમાં આવું જ લખાયું છે..........વગેરે વગેરે

અને આ ફરિયાદના ભાવમાં જેનાથી ફરિયાદ હોય તેને સાથે રાખીને સમજણ કેળવી શકાય પણ ફક્ત એક તરફી દલીલબાજી કરીને ન્યાયાધીશ જોડેથી પણ ન્યાય નથી મળતો કેમકે તેઓં બને સાક્ષી ને સંભારી ને જ ન્યાય કરતા હોય છે અને આપણે આપણો કકકો સાચો નું રટણ કરતા હોવાથી કેવળ નિરાશા અને હતાશા જ મળે છે...

આ ફરિયાદ ના ભાવ ને સ્વીકારભાવ સાથે જો જોડીએ તો લગભગ આ ફરિયાદ ભાવ જવા જ લાગે અને આપણા ૫૦ ટકા હકારાત્મક ઊર્જા નો બચાવ થાય અને જીવન અને શરીરમાં નવયુવાની આવી જાય....


ગુરુ તત્વ કે ભગવાન આપણી અરજ કે પ્રાથના હાથમાં ના લે તેનું કારણ આ ફરિયાદભાવ ..જયા સુધી ફરિયાદ જીભે કે હદયમાં છે ત્યાં સુધી તે આપણો સ્વીકાર નહિ કરે પણ જે ક્ષણથી સ્વીકારભાવ આવીયો દોડતો આવશે અને ભેટી પડશે....અને સાચો કે સત્ય માંગે બતાવીને જીવનની દશા અને દિશા બદલી નાખશે...અને જીવનમાં ધન્યતા ના અનુભવ કરાવશે...અનુભવવા જેવું ખરું ...ધીરે ધીરે શરૂઆત કરી જોવો પછી એ ફરિયાદ જયારે જયારે આવે ત્યારે જોવો કે સત્ય શું છે ...અને પછી ગમેતેવી સ્થિતિ કે પરિસ્થિતિ કેમ ના હોય સ્વીકારતા જાવ ...અદભૂત પરિણામ મળશે અને એક મોજ અવતરશે ....જય ભગવાન.

No comments:

Post a Comment