Sunday, September 27, 2015

જીવનના અનુભવ : મજબૂરી

જીવનના અનુભવ : મજબૂરી

મારા અનુભવ આધારે મજબુરીની વ્યાખ્યા એટલે એક માણસની કોઇપણ કમજોરી અને બીજો તેની પર હાવી થઈ જાય અને વર્તે ને ફક્ત પોતાનો જ ખ્યાલ રાખી જે વહેવાર કરે તેનું નામ મજબુરી

મજબૂરી એ એક એવી સ્થિતિ કે પરીસ્થિતિ છે,જયા તમે સાચા હોવ તો પણ સાબિત ના કરી શકો અને આ જ મજબૂરી તમને સામે આવતા માણસની વૃતિની ઓરખાણ કરાવે અને જિંદગી ના સિક્કા ની બે બાજુ સમજાવે, આપણા નજીકના સંબંધોમાં કે ધંધાકીય સંબંધોમાં ખાસ આવું જોવા મળે અને લગભગ આપણે પણ આવું જ વર્તન કરતા હોઈએ છીએ પણ આ આપણે દેખી જ ના શકીએ કેમકે એ સમયે આપણી આંખ પર સ્વાર્થ ની પટ્ટી હોય અને આપણે આપણું જ વિચારીએ.

સંસારિક જીવનના પ્રત્યેક પળો સુખ દુખની જે અનુભૂતિ આપે તેમાં આ મજબૂરી નામ ના દુર્ગુણ નો મોટો ફાળો છે..એકની મજબૂરી બીજાનો લાભ થતો હોય છે...આ તદન ખોટું છે પણ આને આપણે ના તો સુધારી શકીએ કે ના છોડી શકીએ એને સ્વીકારે જ છુટકો ...કેમકે સામે તમે જે પ્રતિસાદ આપો તો મજબૂરી સહન કરતા માણસનો કોઈ વિશ્વાસ ના કરે અને એ એવી ક્ષણ હોય તે સાબિત પણ ના કરી શકે ....

કુદરત કે ભગવાન આને કર્મના બંધનના સ્વરૂપે આપે છે અને આપણા સંબંધ ના બંધનો એક ઋણાનુંબંધ છે જે પૂરું કરવા વારંવાર પાછુ જીવ સ્વરૂપે અવતરવું પડે છે અને આ મજબુરીના ફળ સ્વરૂપે ભોગવવા પડે છે...માણસ જે દિવસે બીજા નો ખ્યાલ રાખીને વાણી વર્તન કે વહેવાર કરશે તે દિવસે આ ચક્કર માંથી બહાર નીકળશે અને તેની ઉદ્વવ ગતિ થશે ...આ વાતને હું મારા અનુભવ ના પ્રયત્ન સ્વરૂપે સમજાવવા ની કોશીસ કરી છે છતાં કોઈ ભૂલચૂક લાગે તો માફ કરશો...

બીજાનો ખ્યાલ રાખીને વહેવાર કરીએ તો સો પ્રથમ આપણને શાંતિ સુખ અને સમૃદ્ધિનો અનુભવ થશે અને આપણો વહેવાર જ સત્ય સ્વરૂપે અંકિત થશે અને આગળ વધશે....મજબુરીના ઘણીવાર આપણે જાતે જ જન્મદાતા બનીએ છીએ અને પછી એ મજબુરીને આગળ ધરી ને જીવન વ્યતીત કરીએ છીએ પણ આ મજબુરીના ચક્કરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ના કરીએ તો એ આપણી પર હાવી થઈને સુખ દુઃખ ની અનુભૂતિ આપે છે, મજબુરી એ મારા મત અનુસાર એક નબળાઈ છે આપણા પોતાના સજાગતા ના અભાવની છે કેમકે જાગૃતતા હોય ત્યારે કોઈ માણસ આ મજબુરીનો શિકાર નથી થતો પણ જેવો બેહોશીમાં આવે આ મજબૂરી નકામા કે ખરાબ કે આપણા વિરુદ્ધ ના વાણી વર્તન કે વહેવાર કરાવે છે....

મારી અનુભૂતિ ની અભિવ્યક્તિ એવી છે કે......જેમકે કોઇપણ જીવને જીવનરૂપી પાંખો આપી છે આખા ચિત આકાશને માપવાની પણ કુદરત કે જગતનું કદ તો મારી ઉડવાની ક્ષમતામાં થી વિસ્તરે છે..જય ભગવાન



No comments:

Post a Comment