Friday, September 11, 2015

જીવનના અનુભવ : નિષ્ફળ પ્રયત્ન

જીવનના અનુભવ :  નિષ્ફળ પ્રયત્ન

આપણને બધાને એક સમજ છે કે પ્રત્યન સાચી દિશામાં કરવાથી જ ગતિ થાય છે પણ અનુભવમાં નથી ...અને જેનો અનુભવ થયો છે તેનો ફરી પ્રયત્ન જ કરતા નથી ...

સતત કુદરત કે ભગવાનનું સ્મરણ કરવું, સકારાત્મક જ વિચારો કરવા, મનનું આંતરિક નિરિક્ષણ કરવું, બાહ્ય વિલાસી જગતમાંથી ભીતરના જગતમાં જીવન જીવવાનો પ્રયત્ન કરવો , આ અસંભવ નથી. થોડુંક પણ નિયમિત દરરોજ માણસ પોતાની જાત સાથે રહેવાનો પ્રયત્ન કરે તો મનનો ઉદ્વેગ શાંત અને સ્વસ્થ અવશ્ય થઇ શકે છે...

અત્યારના આ વૈભવી જીવન શૈલીમાં માણસ પોતની જાત સાથે એકલો રહી જ નથી શકતો અને કોઈને ને કોઈની જરૂર જણાય છે અને એક પછી એક સપના કે પછી એક ઈચ્છા સેવીને જીવનને તે કહેવાતા સુખ પાછળ ખર્ચી નાખે છે અને પછી પાછલી જિંદગી દવા અને દુવામાં જ વ્યતીત કરે છે.....

એક સસક્ત જિંદગી જીવવાના પ્રયત્ન જ માણસને સાચી રીતે સજીવન રાખે છે કેમકે આજે કરેલા આધ્યાત્મિક જીવન પ્રત્યે ના પ્રયત્નની કચાસ રહી જાય તો ગતિ પણ અધુરી જ થાય...

ઘરસંસાર કે ઓફીસ ચલાવવાની હોય તો પ્રયત્ન કરીશું પણ મન ને શાંત કરવાનો પ્રયત્ન નથી કરી શકતા કેમકે સમય હોવા છતા નથી એ બધો નકામી પ્રવુતિ કે કાનાફૂસી કરવામાં બગાડી નાખીએ છીએ...

આ માનવ જન્મ માટે આપણા સંતો કે મહાત્મા સમજાવે છે કે પ્રયત્ન કરવાનો છે પણ નિષ્ફળ પ્રયત્ન જ કરવાનો છે અને આપણે બુધ્ધીશાળી જીવ આપણી બુદ્ધિમતા અનુસાર જ પ્રયત્ન કરીએ છીએ ...અને પછી આપણે પ્રયત્ન કરી ને કયા પહોચીયા તેનું સતત ધ્યાન રાખીએ છીએ આ જ બાધા બને છે આંતરિક કે ભીતરના જગતમાં ક્યારેય આશા અપેક્ષા આગળ વધવા જ નહિ દે કેમ કે આ આશા અપેક્ષા આપણે કરેલા પ્રયત્ન માં અડચણો ઉભી કરશે.....

નિષ્ફળ પ્રયત્ન જ સાચો રસ્તો છે આ નિષ્ફળ પ્રયત્ન કરવા સજાગતા અને એકાગ્રતાની જરૂર છે ...આ ક્ષણ જેવી કોઈ ઉતમ ક્ષણ નથી આ જીવની ગતિ આગળ વધારવાની છે..... જય ભગવાન.



No comments:

Post a Comment