Wednesday, October 14, 2015

જીવનના અનુભવ : વાણી કે વાણી વિલાસ

સવારથી આંખ ઉઘડે અને રાત્રે આંખ મીચાય ત્યાં સુધી આપણે ધ્યાન આપીશું તો બેફામ વાણીવિલાસ કરીએ છીએ,જયા ના બોલવાનું હોય ત્યાં બકબક કરી રાખીએ છીએ અને જયારે બોલવાનો મોકો મળે ત્યારે ચુપ રહીએ છીએ ...ગજબ છે ને ....!!!

આપણે આ વાણી નો જે વ્યવહાર કરીએ છીએ તેમાં બુદ્ધિમતા,જ્ઞાન ,સ્મૃતિ,આવડત,ગમો અણગમો,ઈર્ષ્યા ,દ્રેવ્શ,બદલો લેવાની ભાવના અને આવા કેટલાય પરિબળો કામે લગાડીને આપણા ફાયદામાં હોય તેને જ પ્રધાન્ય આપીએ છીએ અને વાણીવિલાસ કરીએ છીએ ...અત્યારના આ યુગમાં ઘણા લોકો કલાકોના કલાક ફોન કે મોબાઈલમાં વિતાવે છે અને આ ડીઝીટલ વાણી વિલાસ કરે છે ...તો ઘણા લોકો આજુબાજુ ના પાડોશી કે સગાવ્હાલા ના બાહ્ય વ્યવહારને જ વરગી વાણીવિલાસ કરે છે ...તો ઘણા વેપારી કે બિઝનેસમેન કે નોકરિયાતવાળા લોકો ખુશામતખોરી કે સ્વાર્થીપણું હોય તેવી વાણીવિલાસથી કામ ચાલવે છે...આ ખોટું નથી પણ આમાં એક મર્યાદા હોવી જોઈએ.

ક્યારેય ક તો આપણે બહેરા મૂગા ને જોયા જ હશે અને જો તેમના વહેવારથી પરિચિત હશો તો એક મર્યાદા કે એક સમજ દેખાશે તેઓં ક્યારેય નકામી વાણીવિલાસથી પોતાની એનર્જી નહિ બગાડે...કહેવાય છે ને પ્રેમ ની કોઈ ભાષા નથી કે, નથી કોઈ યોગ્ય વાણી , પ્રેમ એ તો ન બોલો તો પણ વ્યક્ત થાય છે...

આખી દુનિયામાં આપણે જોઈશું તો કેટલીય ભાષાઓ છે અને કેટલીય બોલીઓં છે પણ દરેકમાં પ્રેમ વ્યક્ત કરવાની રીત એક જ છે...આપણે સમય સંજોગોને કે સંબંધોને આધીન હોઈએ તો વાણીથી ના બોલાવીએ તો સામેવાળો જો નબળો હશે તો તે ખોટું લગાડશે અને બદલો લેશે,આ આપણી વૃતિ છે...પણ જો તેની જોડે બેફામપણે વાણીવિલાસ કરીએ તો ખુશ થશે આ તે કેવું ..!!! આપણો તેના પ્રત્યેનો ભાવ કે પ્રેમ કદી ઓછો થતો જ નથી પણ તેને કદી આ સમજાતું જ નથી,અને આપણે તેને સમજાવવી શકતા પણ નથી કે કોઈ પુરાવા આપી શકતા નથી

કુદરત કે ભગવાન કે તત્વ ને જોઈશું તો બધે એક મોંન છે
વાણીવિલાસ રહિત નો પરિચય છે આ આખો સંસાર ...
ઝાડ કે ફૂલ પાન કે વનસ્પતિ કે સૂર્ય ચંદ્ર તારા આકાશ કે જે સાશ્વત છે તે બધે મોન છે,ઋષિઓ કે મુનીઓં કે સંત સાધુ બધા આ મોન ને જોર આપે છે અને જોઈએ તેટલું જ બોલે છે આ સિવાય પશુપક્ષી કે જીવ જંતુ પણ માર્યાદિત વાણીવિલાસ કરે છે બસ એક માણસ ને જ વાણી નો ભોગ વિલાસ કરવાની ટેવ પડી ગઈ છે, જે લોકો જરૂર મુજબ વાણી નો ઉપયોગ કરે છે તેઓં જાણે છે આની મહત્તા,તોલી તોલીને બોલવું એ સજ્જન માણસ ની નિશાની છે પણ અણઘડ કે બેફામ વાણીવિલાસ એ આપણી અંદર રહેલી નકારાત્મકતા છતી કરે છે



જીવનમાં આ ક્ષણથી એક કામ તો જરૂર થી કરીએ બને તેટલુ ઓછુ બોલીએ અને જરૂર જણાય ત્યાં સમતા રાખીને કે વાણીવિલાસ કરીએ, કટુતા ભરી વાણી કે અભ્રદ વાણી ને જાકારો આપીએ આ બસ એકવાર આપણા રોજબરોજના વહેવારમાં લાવીશું તો આપણી અંદર જે આંતરિક એનજી કે ઉર્જા માં વધારો થશે તે આપણને અને જગતને ખબર પડશે અને છુપાયો છુપશે નહિ અને એક જગતમાં સકારાત્મક ઉર્જામાં વધારો થશે અને આખા વિશ્વને આની અસર કરશે....જય ભગવાન.

No comments:

Post a Comment