Monday, October 5, 2015

જીવનના અનુભવ : ભૂખ

જીવનના અનુભવ : ભૂખ

શી ખબર સવાર સવારમાં નાનપણ ની સ્મુતી યાદ આવી ગઈ
મારા નાનીમા પણ અમે તેને દાદી કહેતા અને લગભગ અઠવાડિયે એક માણસ આવતો અને દરેક શહેરી વિસ્તારની પોળોમાં ફરતો અને ફક્ત ઘઉંનો લોટ જ ઉઘરાવતો એટલે તેના ખભે એક ઝોળી હોય અને મીઠા સ્વરે એક ભજન ગાતો માટીના પુતળા તને કેટલું અભિમાન છે ને કેટલું ગુમાન છે .....આ એક ભજનની મીઠી ધ્વની મને એક આકર્ષિત કરતી અને હું બારીએ ઉભો થઈને જોવા જવું અને મને દાદી કહે આ તો એમને ભૂખ લાગે ને એટલે એમના બાળકો માટે ભિક્ષા માગવા આવે અને આપણે તેમને આ લોટ આપીએ અને મને કહે જા નીચે જઈને બોલાવી લાવ અને આપણા ઘર પાસે બેસાડી ને આ આખું ભજન સાંભળ હું પણ અહી બારી પાસેથી સાંભળીસ....આ એક પ્રશંગ એટલા માટે વણવીઓં કે માણસ ને ભૂખ શું કરાવે છે ...

ભૂખએ એક એવી અવસ્થા છે કે માણસ બેચેન બની જાય છે અને કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે,એ પછી સારી કે ખરાબની ભાષા જાણતો જ નથી,આપણે આપણા ટીફીન કે થાળીમાં નજર નાખીશું તો એક પેટનો જઠરાગ્નિ શાંત કરવા આપણ ને આખો દિવસ શું શું કરાવે છે....ભૂખના પણ પ્રકાર હોય છે કોઈને ભૂખ અન્નની લાગે તો કોઈને તન(જાતીય)ની ,તો કોઈને ધન ની એટલે કે પસિદ્ધની ...ભૂખ ને શાંત ના કરીએ તેટલી તે આપણા પર હાવી થાય છે...અને સારા નરસા કર્મ ના ફળ અપાવે છે અને આપણે તે ભોગવીએ છીએ ...

ભુખીયા ને જ્ઞાન ની વાતો ના ગમે એટલે જ બધે અન્ન્ક્ષેત્ર ખોલિયા છે,જો ભૂખ શાંત હશે તો એક્ચીતે તે ધ્યાનથી કોઇપણ વાત સાંભળશે પણ ભુખીયા રહીશું તો મન આમતેમ ભટકશે અને બેધ્યાન થવાશે એટલે તો નરસીંહ મહેતા કહી ગયા છે કે તારા આંગણી એ આવે તેને પ્રેમ થી મીઠો  આવકાર આપી જમાડજે જલારામબાપા સાઈબાબા અને બીજા ઘણા બધા સંતો મહતો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે....

ભૂખ જો અન્ન ની હોય ત્યાં સુધી સારું પણ જો તન(જાતીય) કે ધનની હોય તો આપણને આ બરબાદી ને રસ્તે લઈ જાય છે ધનની ધેલછા એવી લાગે છે કે હોય એટલું ઓછુ પડે છે પણ સંતોષી જીવ હોય તો દરેક પરીસ્થિતિમાં અંદરથી એક મોજીલા હોય છે અને એ સામે આવતી દરેક પરીસ્થિતિ સમભાળી શકે છે એ પછી પોતાના થી  વિપરીત કેમ ના હોય ...


કુદરત કે તત્વ કે ભગવાન ભૂખ મૂકી છે તેનું કારણ આ માણસ કર્મ કરતો રહે અને અંદર થી શાંત થાય આપણે ઉપવાસ કરીશું પણ સાથે કેટલું ફરાળ લઈશું અને આખો દિવસ બીજાને બતાવતા ફરીશું આ કોઈ કામનું જ નથી આના કરતા ઉપવાસ ના કરવો સારો...કોઇપણ ધર્મમાં મન મક્કમ અને શાંત કરવાની સાધના હોય છે અને એજ આપણને કુદરત કે ભગવાનના સાનિધ્યની અનુભૂતિ કરાવે છે બાકી ભૂખ તો એક બહાનું બની જાય છે...જય ભગવાન.


No comments:

Post a Comment