Tuesday, September 29, 2015

જીવનના અનુભવ : પ્રતિસાદ કે વળતો જવાબ

જીવનના અનુભવ : પ્રતિસાદ કે વળતો જવાબ

જીવન આખું આ પ્રતિસાદ કે વળતો જવાબ ઉપર નભેલું છે....કેમકે જેવી ક્રિયા એવી જ સામે પ્રતિક્રિયા..આ આપણા જીવનનો નિયમ ગણો કે ગુણધર્મ....આપણે આપણી રોજીંદી ઘટનાઓ પર ધ્યાન આપીશું તો આપણે આપેલા પ્રતિસાદથી થતી ભૂલો નો અહેસાસ થતો હોય છે અને પછી આ પ્રતિસાદ થી સાચો હદયનો ભાવ આવે તો તે નથી સંભાળતા પણ ઉપરછલ્લો જ સંભારીને સામે પ્રતિસાદ આપતા હોઈએ છીએ....

દરેક જીવ ને એક આશા કે અપેક્ષા હોય છે કે હું ગમે તેમ વાણી કે વર્તન કે વહેવાર કરું સામે થી જે જવાબ આવે તે મારી મરજી મુજબનો જ હોય અને હું કહું તેમ જ થાય આ માણસના સ્વાભાવિક લક્ષણ છે પણ આપણે ગમે તેવા સંજોગો કે પરિસ્થીતી કેમ ના હોય આપણા વહેવાર કે કર્મ કે કોઇપણ કાર્યમાં જેમાં સામેવાળા ને સાચા ભાવપૂર્વક અને તેની લાગણી કે સ્વમાનને ઠેસ ના પહોચે તેવો પ્રતિસાદ આપીએ તો સો પ્રથમ આપણે એક સંતોષ ની કે શાંતિની અનુભૂતિ કરીએ છીએ કેમકે જેવી ક્રિયા થઈ તેવી જ સામે પ્રતિક્રિયા આપવાનો સામેથી જ ભાવ જન્મ લેશે અને આપણા જોડે તે તેવા જ કર્મ કે વહેવાર કે કાર્ય નો જવાબ આપશે અને આખો વહેવાર શાંતિપૂર્વક થશે...

ક્રોધ કે ગુસ્સો જે અગ્નિ તત્વ છે તે જયારે જયારે આવે ત્યારે પોતે તો તે બળતરા અનુભવે પણ સામે જગતમાં પણ તે આ અગ્નિ બહાર કાઢે અને પછી પ્રતિસાદ કે વળતો જવાબ હું(અહંકાર) ને અનુસારના આવે તો બેચેન થઈને શારીરક કે માનસીક યાતના ભોગવે અને સામે વાળા ને ભોગવવા પણ મજબુર કરે...આ આખી ઘટના ઘણીવાર ક્ષણીક જ હોય પણ એક સમયે એવું લાગે કે આ તો જન્મોજન્મ નો વેરી કે દુશ્મન છે...પણ જે અંદર પ્રતિસાદ કે વળતો જવાબ આપતા શાંતિ અને ધીરજતા રાખીએ તો આ ક્ષણીક ઉદભવેલા દવાગનીથી બચી શકાય છે.

કોઇપણ સાચો કે ખોટો પ્રતિસાદ કે વળતો જવાબ આપો કે ના આપો તમારું મહત્વ કુદરત કે ભગવાન કયારેય ઓછુ નથી કરતો તો પછી આપણે આ જાણતા હોવા છતા બીજાને હાની પહોચાડી એ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે એ મારા અહંકાર એટલે કે હું ને પોસે અને પમ્પાળે અને મને કહેવતો આત્મ સંતોષ આપે..આ નકલી ક્યારેય વધુ ટકતું નથી..એ સમય આવે છતું થાય છે અને આપણો આ નકલી ભાવ દેખાઈ આવે છે....

ગુરુ કે ભગવાન કે કુદરત નું તત્વ કયારેય નકારાત્મક વલણ નહિ કરે,કેમકે તે પ્રેમ જ આપવા અવતરીયુ છે અને બસ પ્રેમ જ જગતને આપશે એ કયારેય વાદવિવાદમાં કે નિંદામાં નહિ પડે અને આપણા સાચા ખોટા પ્રશ્નો ના જવાબ આપણા પૂછેલા સવાલમાંથી જ આપશે અને પ્રતિસાદ કે વળતો જવાબમાંથી એક આત્મસંતોષ મળશે કેમકે ક્રિયા જે ઉદ્ભવવી તે આનદ કે મોજ ની છે અને નિયમ છે કે આનદ નો કોઈ ગુજરાતીમાં કે અન્ય ભાષામાં વિરોધી શબ્દ જ નથી ....

પ્રતિસાદ કે વળતો જવાબ આપતા પહેલા સામેવાળામાં બસ પ્રેમપૂર્વર્ક જોઈએ તો કયારેંય હદયમાંથી ખોટું નીકળતું જ નથી અને ભગવાન કે તત્વ આપણને સાચા રસ્તે લઈ જાય છે......જય ભગવાન.









Sunday, September 27, 2015

જીવનના અનુભવ : મજબૂરી

જીવનના અનુભવ : મજબૂરી

મારા અનુભવ આધારે મજબુરીની વ્યાખ્યા એટલે એક માણસની કોઇપણ કમજોરી અને બીજો તેની પર હાવી થઈ જાય અને વર્તે ને ફક્ત પોતાનો જ ખ્યાલ રાખી જે વહેવાર કરે તેનું નામ મજબુરી

મજબૂરી એ એક એવી સ્થિતિ કે પરીસ્થિતિ છે,જયા તમે સાચા હોવ તો પણ સાબિત ના કરી શકો અને આ જ મજબૂરી તમને સામે આવતા માણસની વૃતિની ઓરખાણ કરાવે અને જિંદગી ના સિક્કા ની બે બાજુ સમજાવે, આપણા નજીકના સંબંધોમાં કે ધંધાકીય સંબંધોમાં ખાસ આવું જોવા મળે અને લગભગ આપણે પણ આવું જ વર્તન કરતા હોઈએ છીએ પણ આ આપણે દેખી જ ના શકીએ કેમકે એ સમયે આપણી આંખ પર સ્વાર્થ ની પટ્ટી હોય અને આપણે આપણું જ વિચારીએ.

સંસારિક જીવનના પ્રત્યેક પળો સુખ દુખની જે અનુભૂતિ આપે તેમાં આ મજબૂરી નામ ના દુર્ગુણ નો મોટો ફાળો છે..એકની મજબૂરી બીજાનો લાભ થતો હોય છે...આ તદન ખોટું છે પણ આને આપણે ના તો સુધારી શકીએ કે ના છોડી શકીએ એને સ્વીકારે જ છુટકો ...કેમકે સામે તમે જે પ્રતિસાદ આપો તો મજબૂરી સહન કરતા માણસનો કોઈ વિશ્વાસ ના કરે અને એ એવી ક્ષણ હોય તે સાબિત પણ ના કરી શકે ....

કુદરત કે ભગવાન આને કર્મના બંધનના સ્વરૂપે આપે છે અને આપણા સંબંધ ના બંધનો એક ઋણાનુંબંધ છે જે પૂરું કરવા વારંવાર પાછુ જીવ સ્વરૂપે અવતરવું પડે છે અને આ મજબુરીના ફળ સ્વરૂપે ભોગવવા પડે છે...માણસ જે દિવસે બીજા નો ખ્યાલ રાખીને વાણી વર્તન કે વહેવાર કરશે તે દિવસે આ ચક્કર માંથી બહાર નીકળશે અને તેની ઉદ્વવ ગતિ થશે ...આ વાતને હું મારા અનુભવ ના પ્રયત્ન સ્વરૂપે સમજાવવા ની કોશીસ કરી છે છતાં કોઈ ભૂલચૂક લાગે તો માફ કરશો...

બીજાનો ખ્યાલ રાખીને વહેવાર કરીએ તો સો પ્રથમ આપણને શાંતિ સુખ અને સમૃદ્ધિનો અનુભવ થશે અને આપણો વહેવાર જ સત્ય સ્વરૂપે અંકિત થશે અને આગળ વધશે....મજબુરીના ઘણીવાર આપણે જાતે જ જન્મદાતા બનીએ છીએ અને પછી એ મજબુરીને આગળ ધરી ને જીવન વ્યતીત કરીએ છીએ પણ આ મજબુરીના ચક્કરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ના કરીએ તો એ આપણી પર હાવી થઈને સુખ દુઃખ ની અનુભૂતિ આપે છે, મજબુરી એ મારા મત અનુસાર એક નબળાઈ છે આપણા પોતાના સજાગતા ના અભાવની છે કેમકે જાગૃતતા હોય ત્યારે કોઈ માણસ આ મજબુરીનો શિકાર નથી થતો પણ જેવો બેહોશીમાં આવે આ મજબૂરી નકામા કે ખરાબ કે આપણા વિરુદ્ધ ના વાણી વર્તન કે વહેવાર કરાવે છે....

મારી અનુભૂતિ ની અભિવ્યક્તિ એવી છે કે......જેમકે કોઇપણ જીવને જીવનરૂપી પાંખો આપી છે આખા ચિત આકાશને માપવાની પણ કુદરત કે જગતનું કદ તો મારી ઉડવાની ક્ષમતામાં થી વિસ્તરે છે..જય ભગવાન



Saturday, September 26, 2015

જીવનના અનુભવ : વિચાર

જીવનના અનુભવ : વિચાર

પથારીમાં સવારે આંખ ખુલે અને આ વિચારની પ્રક્રિયા ચાલુ થાય અને એ આખો દિવસ એટલા બધા વિચાર આવે કે મૂળ તો દેખાય જ નહિ.....કામના ,નકામા કે ઉપયોગી કે બિનજરૂરી લગભગ આપણે આના પ્રકાર જ નક્કી કરવાના....!!!

મારા ગુરુએ એક સમજણ આપી છે કે વિચારો અને ટ્રાફિકમાં આવન જાવન કરતા વાહનો આ બને ની સરખામણી કરી એક વાત સમજાવી છે કે આપણા અંદર ઉદભવતા વિચારો કયારેય શાંત નહિ થાય અને તેને રોકવાનો પણ પ્રયત્ન નથી કરવાનો એને જોવાના છે એટલે કે જેમ ટ્રાફિકમાં આવતા જતા વહાનો એક પછી એક આવે અને રોકાતા નથી તેમ આ વિચારો નો પ્રવાહ પણ ચાલુ જ રહેવાનો છે આપણે એ જોવાનું છે અને જેમ વહાનો ના ગેપમાંથી આપણે નીકળી શકીએ તેમ આપણે આપણા વિચારઓં ના ગેપ ને જોવાનો છે અને તેના માધ્યમથી જીવન ની સફર કાપવાની છે ...આ પહેલા પહેલા સમજણમાં નહિ આવે માટે બુદ્ધિમતાને સાઈડમાં મૂકીને જોવાનું છે...કેમકે જેટલું શાંત મન કરવાની કોશીસ કરીશું તેટલું જ તે તોફાન કરશે અને ઝંપીને બેસવા નહિ દે અને ઢગલાબંધ  વિચારો આવિયા જ કરશે ...પણ એકચિત કે એકાગ્રતાથી બસ રોજની પંદર મિનીટ જ આ વિચારોના પ્રવાહ થી બહાર આપણી ચેતના ને લઈ જઈશું અને આપણે આ દુનિયામાં બસ એકલા જ છીએ અને આપણા સિવાય કોઇપણ જીવ નથી ...અને આપણે અને પરમાત્મા બને જ છીએ અને આ પ્રયોગ માં એક સમય એવો આવશે કે બધું જ શાંત લાગશે અને આ જ આપણું મૂળ સ્વરૂપ છે અને ખબર પડશે કે આપણે વિચારોના ગુલામ થઈ ગયા છે કેમકે દરેક આવતા વિચાર આપણે અમલમાં મુકીએ છીએ પણ જો આને ફક્ત જોઈએ તો અંદરની એક શક્તિ દેખાશે અને તે આપણને માગદર્શન કરશે. અને આપણી ઊર્જા ને વેડફાતી અટકાવશે .....

વિચાર એ જો સકારાત્મક આવે તો એ આપણા માટે ઉપયોગી થાય પણ જો આપણે વિચારોમાંથી સકારત્મતા ના લઈ શકતા હોય તો તેને માંડી વાળવામાં જ મઝા છે.... બીજા જ્યારે ભૂલો કરે તેને માપદંડકરવું સહેલું છે.પણ આપણી જ ભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.... તણાવ (ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતે ખાઈ જાય છે, જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે....વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને જો ખરાબ વિચારોનું કારખાનું નહીં,પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતું કારખાનું બનાવો....અને પછી જોવો આનું પરિણામ ....તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી....તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી, કોઈને દુઃખ દેવાની તમારી ભાવના નથી.......તો પરમાત્મા સદા તમારી જ નજીક રહશે કેમકે તે એટલો ભોળો છે કે હર ક્ષણ આપણું ધ્યાન અને સંભાળ લે છે અને જીવનની ગતિ કરાવે છે બસ આપણે આ ગતિમાં ભળી જવાનું છે....


ભગવાન અને રામદુલારેબાપુ કહેતા હતા કે ઝાઝા વિચાર સંસાર,એક વિચાર ધ્યાન અને નિર્વિચાર સમાધિ...આપણે આપણા જીવનના ભૂતકાળને ધ્યાનમાં રાખીશું તો વિચારો પણ તેને જ અનુલક્ષીને આવશે પણ જો આ ક્ષણમાં રહીશું તો વિચારોના બંધનમાંથી મુક્ત થઈશું અને આપણે જ અનુભવી અને જોઈશું કે આ એક સહજ ક્રિયા છે અને આપણે જ આનાથી અજાણ હતા જીવનના પ્રત્યેક અનુભવને જોઈશું તો છોડવાનું જ છે... કોઇપણ પર પકડ રાખવાની નથી...બસ આનદ લઈને આગળ વધવાનું છે આ જો આવડે તો જીવનની પ્રત્યેક ક્ષણ સ્વર્ગની અનુભૂતિ કરાવશે અને એક મોજ જ જીવ ની ઉદ્વવ ગતિએ લઈ જશે....જય ભગવાન. 

Friday, September 25, 2015

જીવનના અનુભવ : અભિપ્રાય

જીવનના અનુભવ : અભિપ્રાય

ન્યુઝપેપર આવ્યું ને ઉપરછલ્લુ વાંચીને મૂકી દીધું અને આ હવે પસ્તી થઈ ગઈ આવો એક અભિપ્રાય નીકળ્યો .......રોજ સવાર પડે અને દેશ અને દુનિયાના સમાચાર માટે ન્યુઝપેપર આવે અને રોજ આપણે તેની હેડલાઈન વાંચીને આગળ વધીએ અને આપણા કામકાજને કે આપણા રસ ને લગતા સમાચારને આપણે વિસ્તારથી વાંચીએ અને સમજીએ અને પછી આપણો અભિપ્રાય મુકીએ .....

આપણા બધાના મંતવ્યો કે અભિપ્રાય અલગ અલગ જ રહેવાના કેમકે આપણની અંદર એક ગ્રહણ શક્તિ છે તે મુજબના આચારવિચાર આવશે અને અનુભવેલા હશે તે મુજબ ના જ અભિપ્રાય હશે પછી સાંભરેલા  કે અનદેખેલા પર આપણે કદી વિશ્વાસ જ નહિ કરીએ,માણસ બીજાના અભિપ્રાય પરથી કોઈના વ્યક્તિત્વ વિશે ધારણા ન બાંધી શકાય, કેમકે તે માણસ તમારા માટે સારો તો બીજા માટે ખરાબ પણ હોઈ શકે છે. જેમ કે જે સૂર્ય બરફને ઓગાળે છે તે જ સૂર્ય માટીને કડક બનાવે છે.

અભિપ્રાય એ સહજ છે પણ આપણે તેને વિશેષ બનાવીએ છીએ અને રજુઆત કરીએ છીએ અને પછી ચર્ચા વિચારણા અને પછી સમૂહ ગણ નક્કી કરે તે મુજબનો અભિપ્રાય અને જે આ અભિપ્રાય ની અવગણના કરે તે તેને મન ખરાબ અને જે સ્વીકારી લે તે તેને મન સારા...આ માણસ ની એક વૃતિ છે અને આમ જ રહેવાની છે...

કુદરત કે ભગવાન કે સાધુ સંત કે તત્વ ક્યારે આ અભિપ્રાય ને જોતું જ નથી કેમકે ફૂલ કહે હું સુંદર છુ તો કાદવ કહે હું પણ સુંદર છુ એટલે જ તું મારા સાનિધ્યમાં ખીલે છે...અને માણસ તો બને ની અવગણના કરી ને કહે બેસો બને હું તમને ભગવાનના ચરણ સુધી પહોચાડું છુ એટલે હું સુંદર છુ અને ભગવાનની તો કઈક અલગ જ અભિવ્યક્તિ હોય છે એ કયારે કોઈના અવગુણ નથી જોતા અને આ સૃષ્ટીના જનેતા એક અટ્ટહાસ્ય કરે છે કે બનાવિયા મેં અને ઉછેરું પણ હું અને આ દરેક જીવના અલગ અલગ અભિપ્રાય અને અલગ અલગ મંતવ્ય અને અલગ અલગ અભિવ્યક્તિ ....

જીવનના અનુભવ નું આ એક સરસ નિરૂપણ કરતા અત્યારે ભાસ થાય છે કે અભિપ્રાય ને મહત્વ ના આપવું પણ અંદર રહેલા ભાવ ને સમર્પણ કે સમર્પિત જરૂર થવું કેમકે દરેકનો ભાવ અલગ હોય છે અને સમર્પણની ભાવના પણ અલગ હોય છે ....આપણે હંમેશા અનુભવીએ છીએ કે જયારે આપણે યાદ કરીએ ત્યારે ભગવાન સમયસર આવતા નથી, પરંતુ સત્ય એ છે કે, ભગવાન હંમેશા સમયસર જ હોય છે, પરંતુ  આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ.

અભિપ્રાય એ સામાન્ય છે પણ તેને લાગતીવળગતી ક્રિયા કે પ્રતિક્રિયા આપણને દ્રિવ્ધામાં મુકે છે તેથી આપણા ભાવ અનુશાર કે આપણા અનુભવેલા અનુશાર વાણી વર્તન કે વિચાર કે વહેવાર કરવો જેથી હર ક્ષણ તે આપણને સાચું માર્ગદર્શન આપે અને ખોટી ઊર્જા નો વ્યય અટકાવે ...

આપણે આ અભિપ્રાય જરૂરીયાત મુજબ આપીએ તો સારું બાકી આ સંસારમાં દરેક જીવ નાનામાં નાની વાત કે વહેવાર નો દુરુપયોગ કરે છે અને પોતાની આંતરિક ઊર્જા નો વ્યય કરે છે ...માણસની સાચી સમજણ હોય તો તે સો વાર વિચારે આ અભિપ્રાય આપતા પહેલા કે સત્ય તો મેં જાણ્યું જ નથી .....







Thursday, September 24, 2015

જીવનના અનુભવ : અતિરેક

જીવનના અનુભવ : અતિરેક

અમારી સોસાયટીમાં વ્રુક્ષની ડાળી ને નાની કરવા આવિયા છે અને એટલી કાળજીપૂર્વક બહુ જ વધેલા વ્રુક્ષ ની ડાળી ને કાપી ને સુંદર લાગે તેવો ઘાટ આપીયો અને તેના માપસર રૂપ ને જોવાનો લાહવો મળ્યો અને એક સમજણ ખુલી ....કે

કોઈ વાણીનો અતિરેક કરે છે...
કોઈ વહેવાર કે વર્તન નો અતિરેક કરે છે...તો
કોઈ લાગણીઓનો અતિરેક કરે છે....તો
કોઈ વળી પ્રેમ નો અતિરેક કરે છે.....તો
કોઈ વળી વોટ્સઅપ કે ફેસબુકના ઉપયોગનો અતિરેક કરે છે....તો
કોઈ સંબંધો ની મહતા નો અતિરેક કરે છે.....

શરીરથી જયારે આપણે નાના હતા ત્યારે એક પાઠ ભણાવતા કે અતિ લોભ તે પાપ નું મૂળ છે.....શરીર થી મોટા થયા પણ આ વાતને અંદર ના ઉતારી કેમકે અણસમજ કહો કે સ્વાર્થવૃત્તિ કહો,જાણકારી ને બસ દુર જ રાખીએ છીએ પણ આ દુર્ગુણ ને આપણી અંદરથી બહાર કાઢવાનો છે અને જીવનને સમતોલ રાખવાનું છે.

કુદરત કે ભગવાન કયારેય અતિરેક નથી કરતા બધું જ માપસર અને સમતોલ ....

જયારે જયારે આપણાથી અતિરેકની ભૂલ થાય છે, ખબર પણ પડે છે, પણ આને મહત્વ જ નથી આપતા, આ અતિ ની કોઈ ગતિ નથી અને પછી અતિરેકના પરિણામ ભોગવવા પડે છે.....જીવનની ગતિ જો ઉપરની તરફ કરવી હોય તો આ સૌપ્રથમ આ અતિરેકને નિયંત્રણ કરવામાં છે...કેમકે માણસની આખી જિંદગી આ અતિરેકથી ઉદભવેલી સમસ્યા નિવારવામાં જ જતી રહે છે ...જેમકે
ભોજનનો અતિરેક શરીરની સમસ્યા નોરતે...
આળસનો કે તમગુણનો અતિરેક સુખદુઃખ ની સમસ્યા નોતરે...પછી આ સમસ્યાને સુધારવામાં આખી જિંદગી ખર્ચી નાખે અને પાછો જયાંથી આવીયો તો ત્યાં થી શરૂઆત કરે અને આમને આમ યોની બદલી બદલીને મુક્તિમાં અવરોધ પેદા કરે.....

માણસ પોતાના જ રસ્તામાં અવરોધ જાતે જ પેદા કરે ને વાંક બીજાનો કાઢે...પણ જો આ જોતા આવડી જાય તો એક સમજણ પ્રગટે અને કુદરત કે તત્વની એક ઝલક મળે અને એજ આપણી ગતિ કરાવે અને આપણું આંતરિક રૂપ એટલું સુંદર બનાવે કે બધી બાજુ બસ પ્રેમ,વાત્સલ્ય,આનદ કે મોજની જ અનુભીતી કરાવે અને આ દર્શન દુનિયા જોવે અને માણે ....

ભગવાન કયારેય કોઈને કહેતા નથી કે અતિરેકથી જીવન વ્યતીત કર,આપણા સંસ્કાર કહો કે દુર્ગુણતા આપણે  જ આપણી મુક્તિમાં બાધા બનીએ છીએ અને છેવટે આપણું લક્ષ્ય તો મુક્તિનું જ છે ને....તો કેમ આ અતીરેકતા ને દુર કરીને જીવનમાં મોજ ના કરીએ...જય ભગવાન.










Tuesday, September 22, 2015

જીવનના અનુભવ : દ્રષ્ટિકોણ

જીવનના અનુભવ : દ્રષ્ટિકોણ
નિખાલસ મન નો નિખાર અલગ હોય છે,
પ્રેમ સામે દુનિયા નો વ્યવહાર અલગ હોય છે,
આંખો તો હોય છે સૌની સરખી,
બસ જોવાનો અંદાજ અલગ હોય છે....જય ભગવાન.


Monday, September 21, 2015

જીવનના અનુભવ : સંબધો

જીવનના અનુભવ : સંબધો

ગઈકાલે અમદાવાદ સ્થિત જગન્નાથજી મંદિર માં ભંડારામાં જવાનું થયું અને સંબંધો ના સમૂહમાં જાણે ઘોડાપુર અવિયું ના હોય તેમ જુના કે ભૂતકાળના કે નવા (કે આપણે આ લોકો પણ આપણા સંબંધમાં છે તેવા અજાણતા) સંબંધો જે કેમ છે મઝા માંથી લઈને .....શું ચાલે છે....કે જીવનના ચઢાવ ઉતરાવ કે તબિયતની આપ લે કરતા જોવા મળીયા....

આપણે બહુ જ નજીકના સંબધોમાં જોઈશું તો એક બીજાના ખ્યાલ રાખવા માટે હોય છે પણ ઘણા લોકો આ સંબંધો પોતાની કહેવાતી વૃત્તિઓના ઉપયોગ માટે કરતા હોય છે.....

હોય છે ઘણા સંબધો બસ ખાલી નામ ના પણ જે નિભાવી જાણે તે હોય છે સંબધ સ્નેહના......

જીવનમાં આપણે નક્કી નથી કરી શકતા કે આપણા સંબંધો કયારે અને કોની સાથે બંધાશે પણ આ સંબંધો કેટલો સમય રહશે તે જરૂરથી ખબર હોય છે.....કેમકે તેમાં સાચા ભાવ નો અભાવ હોય છે....કયારે આપણા તરફથી તો કયારેક એમના તરફથી......

સંબંધોની સાચી મૂડી એ આપણા વલણ પર આધારિત છે....કે ભલે કોઈ બોલાવે કે ન બોલાવે આપણે સામેથી એક સ્મિત તો આપી ને હાથ તો મિલાવી જ શકીએ....અને કેમ છો કહી જ શકીએ ... કેમકે આપણા અંદર પડેલા ઈગો કે અહંકાર એટલી હદ સુધી હોય છે કે આપણી સાથે તેણે વહેવાર કેવો કર્યો તો તેની સાથે સરખાવીને જ કરતા હોઈએ છીએ....ઘણીવાર સમય ને સંજોગો એવા થાય છે કે નજીકના સંબંધો કરતા અજાણ કે દુરના સંબંધ સારા લાગતા હોય છે તેનું કારણ તે અપેક્ષાઓ રહિત હોય છે એટલે એ સાચા જ લાગતા હોય છે....

મનદુઃખ કે મતભેદ એ આપણા અંદર જન્મેલા દુર્ગુણ છે કેમકે મનદુઃખ કે મતભેદ ત્યારે જ જન્મે છે જયારે આપણે આપણું જ વિચારીએ છીએ અને બીજા પ્રત્યે અનદેખી કરીએ છીએ ...મોટા ભાગના મનદુઃખ કે મતભેદ અક્કડ વલણ ને લીધે હોય છે કેમકે આપણે આ અક્કડ વલણ ના જ તરફ દ્રષ્ટી રાખીએ છીએ અને કોઇપણ હિસાબે નમતું જોખવા તૈયાર જ નથી હોતા કેમકે તે સમયે આપણી આંખ પર એક સ્વાથ ની પટ્ટી હોય છે જે કોઇપણ કાળે આપણને દેખાતી જ નથી....

સંબંધો કોઇપણ હોય નિખાલસતા અને ભાવ વાળા હોય તો સુંદર લાગણીઓ ની આપલે થતી હોય છે માટે કાયમ આપણે મન મોટા રાખીને જ વર્તવું જોઈએ ...નજીકના સંબંધોમાં આપણે અપેક્ષા વધારે ન રાખવી જોઈએ જેથી જયારે પણ આપણે આપણા નજીકના સંબંધો માં આવીએ એક સહજતા આવે અને આનદપ્રમોદ ની જ પ્રતીતિ થાય અને એક મોજ કાયમ રહે જે આપણા કરતા બીજાને ખબર પડે .....

કુદરત ની લેણાદેણી આ સંબંધો ને જ આધારિત છે જે ઋણાનું બંધ ચુકવવા વારે ઘડીએ ફરી ફરી ને પાછુ આવવું પડે છે માટે બીજ જ એવું રોપીએ કે આશા અપેક્ષા ના હોય તો ફળ પણ કાયમ મધુર જ આવશે તે નક્કી છે .....જય ભગવાન.




Sunday, September 20, 2015

જીવનના અનુભવ : ધ્યાન

જીવનના અનુભવ : ધ્યાન

અમદાવાદમાં અત્યારે વાદળ છાયું વાતાવરણ છે અને ઝરમર વરસાદ પડી રહ્યો છે.....સવારે હું દૂધ લેવા જઈ રહ્યો હતો ત્યાં કોઇકે બુમ પાડી કે ધ્યાન રાખજો.....

ધ્યાન એ શું છે....આપણે રોજબરોજ આ શબ્દ પ્રયોગ કરીએ છીએ કે ......જે કરો તે ધ્યાન થી કરજો...મારી વાત ધ્યાન માં છે ને...ધ્યાન ના રાખ્યું ને એટલે આવું થયું ....ધ્યાન ક્યાં છે તમારું .....ધ્યાનમાં બેસવા જેવું છે...વગેરે વગેરે....

આપણા આ સંસારમાં ધ્યાન ની વ્યાખ્યા બધા અલગ અલગ કરે છે.. ..જેમકે ઘણા લોકો આંખો બંધ કરીને બેસી જાય તેને ધ્યાન કહે છે ....મારા અનુભવ મુજબ ધ્યાન એક સહજ ક્રિયા છે જે સચેતન મન કે સંપૂર્ણ હાજરી સાથે કોઇપણ ક્રિયા કરો તે ધ્યાન છે...

શિક્ષક કે ગુરુ જો સમજાવતા હશે તો વિધાથી કે શિષ્ય ને ધ્યાન ની જરૂર પડશે...
આપણા થી કોઈ અશકય કાર્ય થતું નથી અને બીજાથી એ અશકય કાર્ય થાય છે તેનું કારણ આ ધ્યાન છે....
ચોર ચોરી કરશે તો ધ્યાન ની જરૂર પડશે...આ તો સામાન્ય ઉદાહરણ છે જે મેં અહી આપીયા પણ ધ્યાન ની મહતા સંપૂણ એકાગ્રતા વાળું મન છે જે બીજે કશે ભટકે જ નહી અને આપણે તેને જોઈ શકીએ અને અનુભવી પણ શકીએ....વાતો કરીએ કે ધ્યાન એ તો ઘેરાઈમાં જ સમજાય પણ એવું નથી...ધ્યાન એ આપણો મૂળ સ્વભાવ છે,ધ્યાન એક કુદરત કે ભગવાનના સાનિધ્યની અનુભૂતિ છે....

ગુરુ તત્વ કહે છે કે મને બેધ્યાન કેવી રીતે થવાય તે સમજાવો ..અને આપણને નવાઈ લાગે કે આવું કેમ કહે છે પણ વાત એકદમ સત્ય છે,આ સંસારમાં બધું જ ધ્યાન ને આધારીતે છે...બાળપણમાં કે યુવાનીમાં આપણા વડીલો જે સમજાવે છે તે પોતાના જ અનુભવ ને આધારે જ સમજાવે છે.આપણા માનવ જીવ ની ક્રિયાઓ જન્મ,યુવાની,લગ્ન,સેક્સ,ઘડપણ,મરણ આ બધું જ જો ધ્યાનથી જોશો તો ધ્યાન જ છે ...પણ આપણે તેને બેધ્યાન બનાવી દઈએ છીએ...અને પછી તેના સારા કે ખરાબ પરિણામ ભોગવી ને આ જગતમાંથી રજા લઈએ છીએ....


આ ક્ષણથી એક સંકલ્પ કરીએ કે આપણે આપણી હાજરી કે હોવાપણાની અનુભૂતિને ધ્યાનમાં લઈશું એટલે કે કોઇપણ કાર્ય કે ક્રિયા કેમ ના કરતા હોય આપણે આ શરીરમાં એક ચેતન્ય સ્વરૂપ ની હર ક્ષણ નોધ લઈશું આ અસક્ય નથી બસ ધીરે ધીરે આ ક્રમને વધારવાનો જ છે ...પહેલા પહેલા થોડીક તકલીફ પડશે પણ પછી બધું જ સહજ લાગશે અને ધ્યાન શું છે તેની એક ઝલક મળશે...શાંત ચિત અને એકાગ્રતા વાળું મન કયારેય બેધ્યાન થતું જ નથી...આપણા મૂળ સ્વરૂપ ને જ આપણે ભૂલી ગયા છે તો આ ધ્યાન રૂપી કડીના માધ્યમ થી ભગવાન કે તત્વ જોડે એકરૂપ થવાનો લાહવો છે ...આ અનુભવ માણવા જેવો ખરો હો.....જય ભગવાન.


Saturday, September 19, 2015

જીવનના અનુભવ : લાલચ કે લોભ

જીવનના અનુભવ :  લાલચ કે લોભ

અમારી સોસાયટીમાં અમારા બ્લોક પાસે બે ત્રણ કુતરા છે અને રોજ સવારે લગભગ હું પારલેજી ના બિસ્કીટ આપું અને ખાય....બને ત્યાં સુધી આ રોજબરોજનો ક્રમ છે...અને એમાં એક કુતરી એવી છે કે જે બિસ્કીટ ઉંચેથી ફેકું અને સીધું મોંમાં અને નીચે ના પડવા દે,અને બીજા કુતરામાં આવી અજબની શક્તિ ન હતી ઘણીવાર આ કુતરી બીજા કુતરાને આપેલા બિસ્કીટ જઈને ખાઈ આવે અને જે કુતરા ખાતા હોય તે ત્યાંથી હટી જાય અને આ દ્રશ્ય મેં આજે પણ જોયું અને આ કુતરીને રોજ શીધું બિસ્કીટ મોંમાં આપવા ને બદલે થોડે દુર ફેકીયું અને એ કુતરીને થોડી એક્સસાઈઝ કરાવી .... પ્રાણીઓમાં બુદ્ધિમતા નથી હોતી એટલે એ એ રીતે જ વર્તે છે...પણ એ પાછી બિસ્કીટ ખઈને તરત આવી જાય અને પેલા કુતરાને ત્યાંથી હટાવવાની કોશીસ કરે અને એક સમજણ પ્રગટી .....

આપણે પણ કુદરત સાથે આવી જ  લોભ લાલચ થી જ જોડાયેલા છે....આપણને એ આપણો ભાગ આપી જ દે છે અને આપણે બીજાનું લેવા દોડીએ છીએ પછી એ આપે તો છે પણ થોડી એક્સસાઈઝ કરાવીને આપે છે અને પછી કોઈ કોઈક વાર તો નાના નાના દંડ આપે છે કે આ દંડ અનુભવમાં આવે છે પણ આપણે તેને ગણકારતા નથી અને આપણા મનફાવે તેવા વલણ ને પાછા અનુસરીએ છીએ.....અને પછી લાલચ કે લોભ તો છોડતા જ નથી...

ઘણા લોકોને લોભ કે લાલચ કેવી હોય છે તે તેના વર્તન અને વાણીના માધ્યમથી ખબર પડે છે પણ આપણે તેને કહી શકતા નથી...

માણસમાં ધન નો લોભ તો સ્વાભાવિક છે પણ કટેલાક પ્રેમ અને મમત્વ નો લોભ કે લાલચ પણ રાખે છે.....

લોભ કે લાલચ એ આપણા સંસ્કારમાં આવેલું એક દુષણ છે,નાના હોઈએ ત્યારે આપણે જ આપણા સંતાનોને જાણતા અજાણતા સંસ્કાર આપતા હોઈએ છીએ અને પછી આપણે જેવું મૂળ રોપીયું હોય તે વટવ્રુક્ષ થઈ ને એ રીતના જ ફળ આપતું હોય છે.....

લોભી જીવ ક્યારેય લોભ જોઈ જ શકતા નથી એ મોટી સમસ્યા છે...બહુ ઓછા જીવ છે જેને આ દેખાય છે કે
જયારે જયારે આપણને આ લોભ લાલચ ની ખબર પડે (એટલે કે સાચા હદય અંતરથી) અટકી જાય છે અને વાણી અને વર્તન સુધારવા નો પ્રયત્ન કરે છે......

કુદરત કે ભગવાન કે તત્વ જીવ ને ડગલે અને પગલે આ લોભ,લાલચ ને ત્યજી દેવા આજીજીપૂર્વક સમજણ આપે છે પણ આ માણસ ક્યારેય આ લોભમાંથી મુક્ત થઈ શકતો જ નથી અને એક ગુંચવણરૂપી જીવનને પોતની સાચી જીવનશૈલી માને છે અને લાલચ તેનો છેડો છોડતું નથી અને આ ભવભવના ફેરા કરીયા કરે છે....

સહજ જીવન તો સાધુ સંત કે ગુરુ તત્વ જીવે છે અને નિસ્વાર્થ ભાવે કોઇપણ લોભ કે લાલચ વગર જીવનજીવવા નું માર્ગદર્શન આપે છે અને આ લોભ લાલચ ના બંધનમાંથી ડગલે ને પગલે સચેત કરે છે અને મુક્તિ ના માર્ગે આગળી ચીંધે છે...કે આ રસ્તે જ સાચું સુખ કે આનદ કે મોજ છે.... જય ભગવાન.







Friday, September 18, 2015

જીવનના અનુભવ : નિયોજીત કે નક્કી

જીવનના અનુભવ :  નિયોજીત કે નક્કી

નજીકના ચાર રસ્તા પર એક ગાડી વાળો નક્કી જ ના કરી શકે કે કયા જવું છે અને આમથી તેમ ફાફા મારિયા કરે અને જોયું તો તે બહારગામથી આવીયો હોય તેવું લાગ્યું અને કોઈ સરનામું શોધતો હોય તેવું લાગ્યું અને અચાનક નક્કી જ કરી લીધું ના હોય તેમ પાછો જે રસ્તે હતો ત્યાં વળી ગયો અને મેં આ દ્રશ્ય જોયું અને એક સમજણ થઈ......

રોજબરોજ આપણે પણ આવું જ કરીએ છીએ સવારના પહેલા સૂર્યના કિરણથી લઈને રાત્રીના મધ્યાંન સુધી કઈને  કઈ નક્કી કે નિયોજીત કરીએ અને પાછા હતા ત્યાંના ત્યાં આવી ને ઉભા રહી જઈએ છીએ અને પછી કુદરતના નિયોજિત રસ્તા પર ચાલવાને બદલે આપણા મન ના ધારેલા કે માનેલા રસ્તા જ પસંદ કરીએ છીએ પણ આપણી અંદરની શક્તિને કયારેય ઓરખતા જ નથી ....

આપણે બધા એ  ફિલ્મમો તો  જોઈ જ હશે તેમાં એક ડાયરેક્ટર પોતાના દ્રશ્ય કે કહાની ને પહેલેથી નક્કી કે નિયોજિત હોય તે પ્રમાણે જ આગળ વધતો હોય છે અને તેને અનુરૂપ જ ડાયરેકશન કરતો હોય છે અને ધીરે ધીરે તે આખી ફિલ્મ તેને બનાવેલ કહાની અને પાત્રો મુજબ જ વર્તે છે અને સફળતાપૂર્વક ફિલ્મ ને પૂરી કરે છે અને એક આનદ કે મોજ લે છે......

આપણને પણ ઉપરવાળા ડાયરેક્ટર એ એક પાત્ર નું સ્વરૂપ આપ્યું છે આને બને તેટલી રીતે સારી રીતે ભજવવાનું છે અને પૂરી નિષ્ઠાપૂર્વક કોઇપણ આશા કે અપેક્ષા વગર આપણા જીવનમાં આવતા સારા કે નરસા પ્રસંગને  સફળતાપૂર્વક આનદપ્રમોદ સાથે રોલ  ભજવવાનો છે......

રોજબરોજ આપણને નિયોજન કે આયોજનની ખબર જ હોય છે કે કયારે શું કરવું અને શું ન કરવું પણ આપણે આ નક્કી કરેલામાં પણ હસ્ત્ક્ષેપ  કરી આપણા ધારેલા મન મુજબ પરિણામ જોવા માંગીએ છીએ અને પછી સુખી કે દુખી થઈને હે પ્રભુ આમાં થી બહાર કાઢ ના નારા લગાવીએ છીએ.....

કુદરત કે ભગવાન એ દરેક જીવને સ્વત્રંત આઝાદી આપેલ છે એટલે કે થ્રીવીલ કે તમારી સામે આવતા ઘટનાક્રમને તમારે કેવી રીતે લેવો અને કેવીરીતે વર્તવું..પણ આપણે જો તેના ક્રમ મુજબ ચાલીએ તો તે કયારેય નિરાસ નથી કરતો અને સદા સાચી સમજણ આપે છે અને જીવનના પથ ને ઉપરની તરફ લઈ જાય છે......

રામદુલારે બાપુ કહેતા કે સબ કુછ નિયોજિત હે પર આયોજન હમારા કર્તવ્ય હે

જો તમે કઈપણ નક્કી કરશો તો બંધાઈ જશો અને પછી તેના પરિણામ માટે તેયાર જ રહેવાનું પણ જેમ જેમ ક્ષણ મુજબ વર્તશો કે કુદરતના ક્રમમુજબ ચાલીશું તો તે સાથે રહશે અને મદદરૂપ થશે....

નક્કી કરવાનું છે પણ એક નિયતકરેલા ક્રમ મુજબ જ જેમકે આપણે કોઈને મળવા જવું છે અને આપણે નક્કી કરી લઈશું  તે મુજબ નહિ થાય તો સુખી દુખી થઈશું પણ મળે તોય ઠીક અને ના મળે તોય ઠીક એટલે કે બંધન વગર જઈશું તો તે આપણને મદદરૂપ થશે...

આપણે નક્કી તો ઘણું બધું કરીએ છીએ પણ તેને પૂરું કરવાના સંકલ્પ ની ખામી હોય છે અને સંકલ્પ કરિયા પછી પરિણામ ની ચિંતા હોય છે માટે પહેલેથી જ એના નિયોજન મુજબ ચાલીએ તો તે ખુશથઈ ને આપણી વ્હારે દોડી આવશે અને મોજ જ કરાવશે...

આ ક્ષણથી આપણે એક સંકલ્પ કરીએ કે નક્કી કે નિયોજન એક સીમિત મુજબ જ કરીશું જેથી આપણી અંદર ની ઊર્જા વેડફાય નહિ અને હર ક્ષણ સકારત્મતા જાળવાઈ રહે.......જય ભગવાન.



Thursday, September 17, 2015

જીવનના અનુભવ : મહત્વ (ગણેશવંદના અને ક્ષમાયાચના)

જીવનના અનુભવ :  મહત્વ  (ગણેશવંદના અને ક્ષમાયાચના)

ગઈકાલે એક ગણેશજીની સ્થાપના માટે લઈ જતા એક ને  મોટા ટેમ્પો ને જોયો ,બધા જ એક સરખી ટી શર્ટ અને એક સરખી ટોપી અને ઢોલનગારા અને ધૂન નો નાદ લાગે કે કોઈ કોર્પોરેટ કંપની ના હોય અને સુર અને તાલ એક ધારીયો અને ઉત્સવ અને ઉત્સાહનું મહત્વ સમજાવતું હતું અને ત્યાના રસ્તા પર ઉભેલા બધા જ આ ભક્તિમય વાતાવરણમાં રંગાઇ ગયા અને મારા અંતરનાદ માંથી પણ એક ધ્વની નીક્ળીયો અને હૃદયપૂર્વક માથું ઝુકી ગયું અને એક ક્ષણ આખા શરીરમાં એક ઝણઝણાટી થઈ ગઈ અને એક આનદ પ્રગટીયો અને એક મિનીટ પછી બધું રસ્તા પર સામાન્ય થઈ ગયું ........

વક્રતૂંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મેં દેવ સર્વ કાર્યેષુ સર્વદા......

ઉત્સવ અને ઉત્સાહ એ આપણા મૂળ સ્વરૂપ છે પણ આ અનુભૂતિ હદયમાં જો ભક્તિ ની એક શક્તિ હોય ત્યારે પ્રગટે છે અને એક મોજ સ્વરૂપે બહાર આવે છે , ગણપતિ એટલે દેવોમાં સર્વ પ્રથમ પૂજનીય દેવ....

આપણું આ શરીર જે પાંચ તત્વનું બનેલું છે તેના વિઘ્ન હરતા શ્રી ગણેશની ઉપાસના એટલે મન ને ભક્તિમય બનાવવાનું અને શક્તિને ઓરખવાનો ઉત્સવ....કોઇપણ ધર્મ કે ધાર્મિકતા એટલે ભક્તિમય બનવું અને મનને તે કુદરત કે તત્વમાં લીન કરવું એટલે જે પરિણામ આવે તે જ ગણેશવંદના કે ભગવાન પ્રત્યે સમર્પણ ....

અને આજે તો પાછો જૈન ધર્મમાં પણ એક અનેરો ઉત્સાહ ને ઉત્સવ એટલે પર્યુષણના પર્વ ના મહત્વ નો અનેરો સંગમ ...

જીવનમાં આપણે રોજબરોજ કેટ કેટલી ભૂલો કરીએ છીએ અને એ પરંપરા ચાલુ જ રાખીએ છીએ...ખબર હોવા છતાં જે જાણતા ભૂલ થાય અને આપણને તેની ખબર પણ હોય કે મેં આ ભૂલ કરી છે અને પછી ક્ષમા માગવાને બદલે અક્કડ વલણ અપનાવું અને અહમ ને પોષવો આ એક ક્રિયા આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી કેમકે સમજીને થયેલ ભૂલ ભૂલ નથી કહેવાતી પણ આપણે એને ભૂલમાં ખપાવી એ છીએ...અને પછી કયાંથી ક્ષમા મળે ....પણ ઉપરવાળો પર કરુણાનો સાગર છે અને દયાનિધિ છે હર ક્ષણ તે હાજર જ છે અને એની દયા કે કુપાથી આપણે ગમે તેવા ખરાબ કર્મો ની પણ ક્ષમા કરે છે તો આપણે માણસ થઈને આજથી એક સંકલ્પ કરીએકે ભૂલને ભૂલીને કે વેરઝેરને કે દુશ્મનાવટ ભૂલીને સો જીવ ને ક્ષમા કરીએ અને જીવનમાં આવતા જતા ઘટતાસારા નરસા પ્રસંગ કે ક્રિયા પ્રતિક્રિયા ને ભૂલી જઈએ અને એક નવી જ શરૂઆત કરીએ  અને સારા જીવનના શ્રી ગણેશ કરીએ.......

આપણી અંદર જ આ ગણેશજી રૂપે તત્વ છે પણ આપણે તેને સ્થૂળ રૂપ કે નામ રૂપ  થકી જ જાણીએ છીએ,
પણ જે આપણી અંદરની એક શક્તિ કે જે ઉત્સાહ અને ઉમગ ના જે શ્રી ગણેશ કરે છે તેને ઓરખીએ અને તેને બને તેટલા ધીરે ધીરે વધારીએ અને દુનિયામાં કોઇપણ મોહ માયા કે નકારાત્મક તત્વને અંદર પ્રવેશવા ના દઈએ એટલે ઓટોમેટીક દરેક પ્રત્યે હર ક્ષણ ક્ષમાયાચના નો જ ભાવ નીકળે અને તે જ આપણા જીવનનો ઉદેશ બનાવીએ એવી પ્રાથના સાથે ...જય ગણેશ અને મિચ્છામિ દુક્કડમ્ !

ભગવાન કે તત્વએ આપણા આ દરેક જીવ પ્રત્યે સદા આનદ અને મોજ આપી છે તો આવતા દરેક દિવસની ઉત્સવરૂપે ઉજવણી રંગેચંગે ઉજવીએ .....જય ભગવાન.






Wednesday, September 16, 2015

જીવનના અનુભવ : ખામી અને ખૂબી

જીવનના અનુભવ :  ખામી અને ખૂબી

આજે સવારે એક માણસ અમદાવાદના શિવરંજની વિસ્તારમાં એક મોટી ગાડી (Porsche) મોડેલની હતી અને કોઈકની રાહ જોતા હશે...તેવું લાગ્યું અને મેં તેમના ચહેરા સામે જોયું તો મને ફિલ્મ એક્ટર ઓમ પૂરી યાદ આવિયા અને એક અલગ પ્રકારની દ્રષ્ટી જોઈ તેઓંની નજરમાં અને ભાસ થયો કે ખામી ભલે હોય કઈક તો ખૂબી કુદરતે જરૂર બક્ષી હશે ....

આપણા બધામાં કેટલીક ખામી છે તો કેટલીક ખૂબી પણ છે...પણ આ આપણે આપણા લાભ ગેરલાભ માટે થઈને જ જોતા હોઈએ છીએ ..નજીકના સગાવહાલા કે મિત્રોની સાથે જો વધુ સમય ગારીએ ત્યારે તેઓં આ ખૂબી અને ખામીને પારખી લેતા હોય છે....સંબંધ ભલે ગમે તે હોય માણસ ને કાયમ ખૂબીઓ માં જ ખામી શોધે છે ...પણ જે ક્ષણએ ખામીમાં ખૂબીઓ શોધશે તે ક્ષણ તેના પોતાના માટે આનદદાયક હશે....

આપણા મિત્રો કે પરિવારજનો ને આપણી બધી ખામી અને ખૂબી ની ખબર હોય છે,કોઈને શારીરિક તો કોઈને માનસીક ટેવ કે કુટેવ હોય છે....
જેમકે ખામી
(૧)નસકોરા બોલાવવા,(૨)ગેસ કે અપચો થઈ જવો,(૩)શ્વાસ લેવામાં તકલીફ,(૪)ભુખીયા રહેવાતું ના હોય, (૫)બહુ બોલ બોલ કરવું,(૬)કશું બોલવું જ નહિ,(૭)વહેલી કે મોડી ઊંઘ આવવી, (૮) વ્યસન હોવું ..વગેરે વગેરે
જેમકે ખૂબી
(૧)સહનશક્તિ આપણા કરતા વધુ હોય,(૨)કાયમ મદદ માટે તત્પરહોય,(૩)અનુકુળ થાય,(૪)સમયે જમવાનું પીરસે (૫) જયા ભૂલથી હોય બોલવામાં ત્યાં અટકાવે,(૬) બોલવામાં થોડા કાચા હોય તો સમય અને સંજોગો મુજબ જ બોલવાનું જણાવે,(૭)અનુકૂળતા મુજબ ઊંઘ લેવી, (૮)વ્યસન કરતા ભુલાવે ....વગેરે વગેરે

આપણે કયારેક કોઈની ખામીને વિસ્તારથી વર્ણન કરતા હોઈશું ત્યારે આપણામાંથી સકારત્મતા જતી રહશે પણ જો આપણે કોઈની ખૂબીઓ નું વિસ્તારથી વર્ણન કરતા હોઈશું ત્યારે આપણામાંથી બધાને સકારત્મતાની ઊર્જા જ વહેચાશે અને આનદપ્રમોદ થશે અને મોટી વાત તો એમ છે કે આપણા અચેતન મન પર કદી આની અસર જ નહિ પડે...

ભગવાન કે કુદરતરૂપી તત્વ કયારેય કોઈની ખામી કે ખુબીઓં નથી જોતા એ પોત પોતાના કર્મ ની ગતિ મુજબ જ વર્તે છે...ખામી કે ખૂબી એ આપણામાં રહેલી દ્રષ્ટીભ્રમ છે જે સંબધો કે કુદરતની આગળ ગતિ કરતા અટકાવે છે...સૂર્ય,ચંદ્ર,કે હવા કે પાણી કયારે કોઈની ખામી કે ખુબી મુજબ નથી વર્તતી બસ એક માણસ જ આ વૃતિના વલણમાં ખેચાય છે અને પરાધીનતા કે સુખદુઃખની અનુભૂતિ કરે છે...

ખામીઓ કાઢવી બહુ સહેલી છે, દોસ્તો.... મોટાભાગનાં લોકો ખામી અને ખૂબી વચ્ચેનો ભેદ પારખતાં હોતા નથી. જો પારખી શકતાં હોત તો તેઓ બીજાની ભૂલો શોધવામાં સમય ના બગાડતાં પોતાની ખૂબીઓ બનાવવામાં વ્યસ્ત હોત. જયારે તારી પોતાની કલાની વાત આવતી હોય ત્યારે તારી અંત:સ્ફૂરણા પર વિશ્વાસ રાખવો ..... મારું તો કહેવું છે કે, “ગ્લાસ અર્ધો ખાલી છે કે અર્ધો ભરેલો એ આપણા દૃષ્ટિકોણ પર નિર્ભર કરે છે...........જય ભગવાન.


Tuesday, September 15, 2015

જીવનના અનુભવ : ચાલાકી

જીવનના અનુભવ :  ચાલાકી

હમણાં અમારા કુટુંબના સભ્ય દવાખાનામાં ભરતી થયા છે અને તેમને ત્યાં આવતા જતા તેમના મિત્રવર્તુળ અને સગાસંબંધી ના વહેવારમાં એક ચાલાકી દેખાઈ અને સમજાય કે આપણે પણ આવું જ કરતા હોઈશું ..?

દરેક માણસના જીવનમાં દવાખાનામાં ભરતી એક સામાન્ય ઘટના છે પણ આપણી જોડે તે સમયે વહેવાર થતો હોય ત્યારે રમુજ કે ચાલાકી વાળો દેખાય અને આપણે આને ફક્ત સ્વીકાર જ કરવાનો અને કુટુંબી કે મિત્રોની ચાલાકી જોવાની અને કઈપણ  સામે પ્રતિકાર નહિ જ આપવાનો ...આ એક ભીતરની સાધનાનો ભાગ છે...તે સમયે આપણે આપણા વાણી,વર્તન અને વિવેકને ઓરખવાનો કે પ્રતિકિયા માં લાવવાનો....

દરેકના  અલગ અલગ પ્રતિભાવ અને અલગ અલગ સલાહ સુચન અને અલગ અલગ પોતાએ કરેલી ક્રિયા અને પ્રતિક્રિયા ના પરિણામો ની ચર્ચા અને એક એકના એક પ્રશ્ન ના જવાબ આપવા અને સંસારમાં આ રીતે ન વર્તીએ તો આ સંસારના દરેક ને કહેવાતું ખોટું લાગી જાય...પણ તે સમયે જે દર્દીની વ્યથા કોઈ ના સમજે અને સમજે તો પણ એક નાટકીય રીતે જ સમજે ...આ તો થઈ વહેવારની વાત ...

ચાલાકી એ આપણી અંદર છુપાયેલું છુપું હથીયાર છે જેની જરૂર હોતી જ નથી પણ આપણે આપણી સુરક્ષા ખાતર એક અલગ રીતે વાપરીએ છીએ કે ઉપયોગ કરીએ છીએ...

કુદરત કે ભગવાન ના નિયમો છે કે બને તેટલી ચાલાકી ઓછી કરશો તેટલી તે આપણને તેની નજીક રાખશે અને તેની કૃપા આપણા પર વર્ષાવશે..કેમકે આ આપણી બુદ્ધિમતાની ચાલાકી જ કોઈક વાર ભારે પડે છે અને આપણે તેના સારા કે ખરાબ પરિણામો ભોગવવા પડે છે....પણ જો વિવેકપૂર્ણ રીતે સમય ને સંજોગોને આધીન વાણી વર્તન કે વહેવાર કરીએ તો આજ ભગવાન આપણને આ કહેવાતા દુઃખ દર્દને દુર કરીને નવજીવન આપે છે.....

માણસની બધી સકારાત્મક ઊર્જા ને તે આ ચાલાકી કે બીજાને છલ કપટ કરવામાં ખર્ચી નાખે છે.પછી કહેવાતા ધર્મધામિકતા ના દેખાડા કરી કુદરત પાસે આજીજી કરે છે કે હે ભગવાન બચાવી લે જે ...

આપણે મંદિર ,મસ્જીદ કે ગુરુદ્વારા કે કોઇપણ ધામિક સ્થળ પર જઈશું અને થોડી ચાલાકી કરી આપણી પાસે કહેવાતું ધન કે રૂપિયા પેસા દાન બોક્ષ માં નાખીશું અને આ જ સ્થળ પર પગથીયા ઉતરતા આપણે આપણી જ ચાલાકી નથી જોઈ શકતા કે આ ધન કે રૂપિયા પૈસામાં ભગવાને કદી રસ જ નથી કેમકે આ કમાણી તો વહીવટકર્તા પાસે જશે...આપણા હદયના સાચા ભાવ ની જો અભિવ્યક્તિ કરીશું તો તેને આપણી નિકટ રહેવાનું પસંદ પડશે..કેમકે ચાલાકીથી કરેલા કોઇપણ કર્મ કે સાધના એ જાણે છે ...કે મેં તને બનાવીયો અને તું આ જ ચાલાકીથી મને બનાવે છે...

આપણા અંદર ના સાચા હદયના ભાવને પ્રગટ કરીએ અને જરૂર મુજબનું જ વાણી વર્તન કે પ્રતિભાવ કે પ્રતિકાર આપીએ જેથી આપણી અંદર બેઠેલા ભગવાન કે તત્વને વિવેકથી સમજીએ તેવી હૃદયપૂર્વક અભિવ્યક્તિ....જય ભગવાન.


Monday, September 14, 2015

જીવનના અનુભવ : સાથ સહકાર

જીવનના અનુભવ :  સાથ સહકાર

જીવનમાં કયારે કઈ ક્ષણએ શું થાય છે તે ખબર જ નથી પડતી અને આ રહસ્યમય જીવનના તબક્કા પણ જોવા જેવા હોય છે .... કયારેક ખુશી તો કયારેક ગમગીની તો કયારેક અજંપો તો કયારેક રહસ્ય ...!!

ગઈકાલ મને સારો એવો જિંદગી એ જીવનનો પાઠ ભણાવિયો કે જીવનમાં આપણે આપણા મિત્રો અને સ્નેહી જનો ના સાથ સહકાર ની અચાનક જરૂર પડે તો આપણે કરેલા સદભાવ ના કે નિસ્વાર્થભાવે કરેલા  કાર્યો જ જીવનને આનદમય રાખવામાં મદદરૂપ થાય છે....

મારે કોઈની જરૂર નથી તેવું કહેવાવાળા ઘણા છે પણ
મારે બધાની જરૂર છે તેવા કહેવાવાળા તો બહુ ઓછા છે...

સાથ સહકાર વગર માણસની જિંદગી સુખી અને સફળ ન થાય....
સાથ સહકાર વગર જીવન ની હરક્ષણ શક્ય નથી..કોઇપણ આધાર જીવનમાં જરૂરી છે..
સાથ ,સહકાર અને આધાર વગર દુઃખમાંથી બહાર આવવામાં કે સુખ વહેચવામાં મુશ્કેલી પડે છે..
સુખી કે આનદ કરવા માટે પણ સાથ સહકાર નો આધાર જોઈએ જ છે...

સુખ કે આનદ ને વહેચવામાં જે અલોકિક સુખ છે તેટલું જ દુઃખની ક્ષણમાં આવીને ઉભારેતા મિત્રો અને સ્નેહી જનો કે પરિવારના સભ્યો છે...

વર્ષગાંઠ હોય કે પાર્ટી કે પછી મિત્રો અને સ્નેહી જનો કે પરિવારજનો ના મેળાપ કે એકબીજાની મિમિક્રી કે કોપી કરવામાં કે સંબંધો ના આનંદિત પળોના યાદગાર અનુભવ માં જે આનદ છે તે તો જેમણે માણ્યો હોય તે જ જાણે...અને આ વહેચવા થી આપણામાં એક ઊર્જાના સ્તરમાં વધારો જોઈ કે માણી શકીએ છીએ...

અને કોઈ દવાખાનામાં માંદગી ના કે અણધરિયા શરીરના રોગો ની સામે રક્ષણ પણ આપણા મિત્રો અને સ્નેહી જનો કે પરિવારજનો ના સાથસહકાર થી જ દુખની ક્ષણોમાંથી બહાર આવી શકાય છે....કેમકે તે સમયે આપણામાં રહેલી ઊર્જાના સ્તરને તે લોકો એટલો બધો પ્રેમ આપે છે કે દવાખાના કે દુઃખ દર્દને ભૂલીને એક આનદપ્રમોદમાં સરકી જઈએ છીએ.....માટે જ

આપણે બીજા માટે કાયમ તત્પર રહેવું જોઈએ...અને બને ત્યાં સુધી ફરિયાદના ભાવ કે મુશ્કેલીઓની  અવગણના કરવી જોઈએ...


ગુરુનો જેમ સાથ સહકાર ના હોય તો આપણે આપણા ખાબોચિયાંરૂપી જીવનમાં જ કુદ્કાને ભૂસકા મારતા રહીએ અને કુદરત કે ભગવાનની નજીક ના પહોચી શકીએ....ગુરુ તત્વ કે કુદરતના તમામ નિયમો માં પણ આ સાથ સહકારનો ભાવ જોવા મળે છે તો આપણે આ નિયમને જીવનમાં ઉતારવા જેવો છે...જય ભગવાન.

Sunday, September 13, 2015

જીવનના અનુભવ : અધીરાઈ કે ઉતાવળ

જીવનના અનુભવ :  અધીરાઈ કે ઉતાવળ

ગઈકાલે હું અમદાવાદના એસ.ટી થી જમાલપુર રોડ થી લઈને ત્યાં નજીકના પુલ પરના રસ્તા પર જતા એક ગાડીવાળા ની અધીરાઈ જોઈ..લગભગએ ગાડીવાળાને એટલી બધી અધીરાઈ હતી કે એસ.ટી સ્ટેન્ડ થી લઈને જમાલપુરના પુલના છેડા સુધી એ ઓવરટેક કરતો જ જતો હતો તે સામાન્ય ન હતું અને ૧૦૮ એમ્બુલન્સ ની પાછળ જ ચલાવતો અને હું મારું ટુ વિહીલર નિરાતે ચલાવતો હતો થોડીવાર એ આગળ જાય અને થોડીવાર હું પાછળ હોવું કેમકે ત્યાં તો ટ્રાફિકસાંજના સમયે ખુબ જ હોય છે અને તે ગમે તેટલું કરે કાઈક ને કાઈક તકલીફ ને લીધે તેને આગળ જવા જ ન મળે અને એ ગાડીવાળા એ પોતાની સ્પીડ ઘટાડવી પડે અને આખરે તે પાલડી એસ.ટી.સ્ટેન્ડ સુધી મારી સાથે હતો અને જોયું કે આ ગાડી વાળાને ટ્રાફિક પોલીસએ સાઈડમાં બોલાવીને દંડ વસુલતા હતા અને આ જોઈને એક શીખ મળી કે અધીરાઈ કે ઉતાવળ નું પરિણામ હમેશા ખરાબ જ આવે છે અને પાછળ થી પસ્તાવો થાય છે ....

આ એક સામાન્ય ઘટના છે કે અધીરાઈ કે ઉતાવળ થી કરેલ કોઈ પણ કામ કે કર્મ આપણને સમય થી આગળ લઈજવાને બદલે પાછળ જ ધકેલી નાખે છે અને આ ભૂલ આપણે વારંવાર કરી એ છીએ અને પછી કોઈ પણ બહાનું આપી છટકી જવાની કોશીશ કરીએ છીએ...

ઘણા લોકો આ અધીરાઈને પ્રત્યે બેદરકારી દાખવે છે અને એક સામાન્ય ભૂલને કારણે જીવનની ગતિમાં ભંગ પડી જાય છે અને જીવન પ્રત્યે એક ઉદાશીનતા આવી જાય છે અને પોતે કરેલ અધીરાઈ કે ઉતાવળ ન દેખાતા બીજ પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરીએ છીએ અને કારણ નો ઢગલો આપી આપણી આ ભૂલ ઢાંકવાનો પ્રયત્ન કરી ને એક ગેરસમજ ઉભી કરીએ છીએ .....

આ અધીરાઈ એક પ્રકારની નથી હોતી

કોઈને પોતાના રૂટીન કામ પ્રત્યે હોય છે તો...
કોઈને પોતાના સંબંધો પ્રત્યે ....
તો કોઈને પોતાની એક આગવી કુટેવ જ હોય છે .....
આ અધીરાઈ માટે આપણા ગુજરાતીમાં કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે

આપણા જીવનમાં આ અધીરાઈ રૂપી દુર્ગુણ ને ઓરખીએ છીએ પણ સુધારતા જ નથી.....

આ ભગવાનકે કુદરત ના નિયમો જુઓ એ કયારે અધીરાઈ કે ઉતાવળ નહિ કરી હોય
સૂર્યોદય ....કે સૂર્યાસ્ત કયારેય અધીરાઈ થી નથી થતો ...
ફળ ફૂલ કે છોડને પાલન પોષણ કરીએ તો ધીરે ધીરે તે ઉગવાની કે વધવાની શરૂઆત કરે છે...
કુદરતના દરેક જીવને એક ગતિ આપે છે તેમાં કયારેય અધીરાઈ નથી કરતો....
આપણી અંદર આ અધીરાઈને ત્યારે જ રોકી શકીએ જયારે આપણે અંદરથી કે મન શાંત હોય ....
આ મન ને શાંતિ કેળવવા એકાગ્રતા લાવીને જીવનના તમામ ક્રમને સહજતાથી વાણી,વર્તન અને સંસ્કારમાં લાવી જોઈએ જેથી મન શાંત થાય અને જયારે જયારે આ અધીરાઈ આવે ત્યારે આપણે તેને જોઈ શકીએ અને અટકાવી ને શાંતિ થી પોતાના કર્મ કે જીવને આગળ ગતિ આપી શકીએ......જય ભગવાન.



Saturday, September 12, 2015

જીવનના અનુભવ : સુંદરતા

જીવનના અનુભવ :  સુંદરતા

આજે સવારે આકાશ માં ઉગતા સૂર્યનો એક નજરો જોયો કે સૂર્ય વાદળની વચ્ચે અને જાણે ભગવાન ની આંખ જોતી હોય તેવું દ્રશ્ય નજરે આવ્યું અને નમસ્કારથી સુંદરતા માણી અને આ દ્રશ્ય દેખાડવા બદલ કુદરતનો આભાર વ્યક્ત કર્યો અને સુંદરતાની ઝાંખી થી મન પ્રફુલ્લિત થઈ ગયું ....અને આગળ મારા કામે લાગી ગયો ...

આપણા બધાની નજર ફરે જ છે પણ સુંદરતા માણી શકતા આવડવું જોઈએ....
ઘણા ની સુંદરતા ની વ્યાખ્યા.......
સારું સ્ત્રી કે પુરુષ નું દેખાતા શરીરનું રૂપ હોય છે તેને સુંદરતા માને છે
તો ઘણા જે દ્રશ્ય જોયાના હોય તેવા સ્થળ પર જાય અને સુંદરતા માને છે...
તો કોઈ મંદિર,મસ્જીદ કે ગુરુદ્વારા કે ચર્ચની અંદરના વાતાવરણ ને જ સુંદરતા માને છે....

સુંદરતા એ આપણા અંદર પડેલા તત્વનું પ્રતિબિબ છે જે વાણી ,વર્તન  કે સંસ્કાર રૂપે પ્રગટે છે અને એક સમજણમાં પરિવર્તન પામે છે ...કોઈ ચિત્રકાર કે કવિ કે સંગીતકારને સુંદરતા નું વણન કરવાનું કહીશું એટલે તે પોતાના અનુભવને આધારે જ સુંદરતા કલ્પી શકશે...અથવા માણી શકશે....પણ બહુ ઓછા લોકો હશે જેને સુંદરતાને માણી હશે અથવા જોઈ હશે...કે અનુભવી હશે અને આગળ વધીયા હશે...

આપણે મોટેભાગના લોકોને જોઈશું તો તે સુંદરતાના ચાહક હશે પણ સુંદરતાની વ્યાખ્યા તેમના મત મુજબની જ હશે તો જ સ્વીકાર કરશે....બાકી નહિ જ કરે....

ઘણા અત્યારના આ ડીજીટલ જગતમાં ફોટોગ્રાફ્સ સ્વરૂપે પોતાની પાસે જમા રાખશે અથવા બીજાને બતાવશે....પણ સુંદરતા માણેલા ના અનુભવ ને તો નહિ સમજાવી શકે ...

આપણા અંદરના જગતમાં પણ આવું જ છે જો તમે એકાગ્રતાથી કે પુરેપુરી હાજરીથી જે પણ કરશો તરત જ સુંદરતા સામે આવી જશે...કેમકે આ જગતમાં બધું જ સુંદર છે પણ આપણે સીમિત દ્રષ્ટી જ કેળવી છે અને સુંદરતાની આખે આખી વ્યાખ્યા બદલી નાખી છે....

મધુરાષ્ટક....સાંભળ્યુ હશે કે વાંચ્યું હશે .. માણવા જેવું છે. નયનમ મધુરમ, અધરમ મધુરમ, હસીતમ મધુરમ, મધુરાધિ પતે અખિલમ મધુરમમધુરતા જ મધુરતા આખે આખા જગતમાં છે ,મધુરતા જ્યાં નજર કરો તે બધુ જ મધુર, પ્રેમ મધુર જ હોય, મધુરો ન હોય તો એ અધુરો છે. મુક્ત ખુલ્લા આકાશના કે આપણી દ્રષ્ટી માં આવતા સારા કે ખરાબ દ્રશ્યોમાં સુંદરતા હોય જ છે પણ આપણે જોવા જ નથી માંગતા ...કેમકે આપણે આપણી દ્રષ્ટિને સમગ્રતા તરફ કેળવતા જ નથી ....
ભગવાન ના દરેક જીવ ની રચના એક સુંદરતાનું જ પ્રતિક છે, કે જે જન્મ,મુત્યુ અને ફરી નવસર્જન તરફની સુંદરતા પર રાખીએ કેમકે આખરે તો આ સુષ્ટિના ચાલક સુંદરતાના જ ચાહક છે જે મનથી સુંદર તેને કદી કદરૂપું ના જ દેખાય ...કેમકે બીબ અને પ્રતિબિબ એ એક ક્રિયા છે જે સત્યરૂપે જ પ્રગટે છે પણ સુંદરતા માણીએ અને જીવનની ગતિ ત્યાં ન અટકાવતા આગળ વધીએ નહીતો ત્યાજ રોકાઈ ને ખરી પડીશું કે વિસર્જન પામીશું..માટે જીવની ગતિ સુંદરતા માણીને આગળ વધવામાં છે....જય ભગવાન.


Friday, September 11, 2015

જીવનના અનુભવ : નિષ્ફળ પ્રયત્ન

જીવનના અનુભવ :  નિષ્ફળ પ્રયત્ન

આપણને બધાને એક સમજ છે કે પ્રત્યન સાચી દિશામાં કરવાથી જ ગતિ થાય છે પણ અનુભવમાં નથી ...અને જેનો અનુભવ થયો છે તેનો ફરી પ્રયત્ન જ કરતા નથી ...

સતત કુદરત કે ભગવાનનું સ્મરણ કરવું, સકારાત્મક જ વિચારો કરવા, મનનું આંતરિક નિરિક્ષણ કરવું, બાહ્ય વિલાસી જગતમાંથી ભીતરના જગતમાં જીવન જીવવાનો પ્રયત્ન કરવો , આ અસંભવ નથી. થોડુંક પણ નિયમિત દરરોજ માણસ પોતાની જાત સાથે રહેવાનો પ્રયત્ન કરે તો મનનો ઉદ્વેગ શાંત અને સ્વસ્થ અવશ્ય થઇ શકે છે...

અત્યારના આ વૈભવી જીવન શૈલીમાં માણસ પોતની જાત સાથે એકલો રહી જ નથી શકતો અને કોઈને ને કોઈની જરૂર જણાય છે અને એક પછી એક સપના કે પછી એક ઈચ્છા સેવીને જીવનને તે કહેવાતા સુખ પાછળ ખર્ચી નાખે છે અને પછી પાછલી જિંદગી દવા અને દુવામાં જ વ્યતીત કરે છે.....

એક સસક્ત જિંદગી જીવવાના પ્રયત્ન જ માણસને સાચી રીતે સજીવન રાખે છે કેમકે આજે કરેલા આધ્યાત્મિક જીવન પ્રત્યે ના પ્રયત્નની કચાસ રહી જાય તો ગતિ પણ અધુરી જ થાય...

ઘરસંસાર કે ઓફીસ ચલાવવાની હોય તો પ્રયત્ન કરીશું પણ મન ને શાંત કરવાનો પ્રયત્ન નથી કરી શકતા કેમકે સમય હોવા છતા નથી એ બધો નકામી પ્રવુતિ કે કાનાફૂસી કરવામાં બગાડી નાખીએ છીએ...

આ માનવ જન્મ માટે આપણા સંતો કે મહાત્મા સમજાવે છે કે પ્રયત્ન કરવાનો છે પણ નિષ્ફળ પ્રયત્ન જ કરવાનો છે અને આપણે બુધ્ધીશાળી જીવ આપણી બુદ્ધિમતા અનુસાર જ પ્રયત્ન કરીએ છીએ ...અને પછી આપણે પ્રયત્ન કરી ને કયા પહોચીયા તેનું સતત ધ્યાન રાખીએ છીએ આ જ બાધા બને છે આંતરિક કે ભીતરના જગતમાં ક્યારેય આશા અપેક્ષા આગળ વધવા જ નહિ દે કેમ કે આ આશા અપેક્ષા આપણે કરેલા પ્રયત્ન માં અડચણો ઉભી કરશે.....

નિષ્ફળ પ્રયત્ન જ સાચો રસ્તો છે આ નિષ્ફળ પ્રયત્ન કરવા સજાગતા અને એકાગ્રતાની જરૂર છે ...આ ક્ષણ જેવી કોઈ ઉતમ ક્ષણ નથી આ જીવની ગતિ આગળ વધારવાની છે..... જય ભગવાન.



Thursday, September 10, 2015

જીવનના અનુભવ : ફરિયાદ

જીવનના અનુભવ : ફરિયાદ

એક મોટી કારના માલિક ટ્રેક સુટમાં અમારી નજીકની અમુલ દૂધ ની દુકાને આવીયા અને આ માણસ ૪ રૂપિયા માટે રકઝક કરતો તો અને અમુલ દૂધવાળાને ફરિયાદ કે કાયમ કુપન જ આપો છો પરચુરણ કયારે નથી હોતું તમારી પાસે .....અને પેલો આ ફરિયાદને દલીલબાજી માં ના પડતા એક જ વાક્યમાં કહ્યું સાહેબ સવારમાં ફરિયાદ ના કરશો.....છુટ્ટા લઈને આવો અથવા આ પ્રીપેડ કાર્ડ વાપરો.....

માણસ સવારથી લઈને સાંજ સુધી એટલે કે લગભગ જીવનના ૫૦ ટકા ભાગનો સમય આ ફરિયાદમાં વ્યતીત કરી નાખે છે....અને કોઈ ને કોઈને નિમિત બનાવીને શરૂઆત કરશે અને પોતના કહેવાતા સંતોષને જયા સુધી નહિ સંતોષે ત્યાં સુધી તે દલીલબાજી કે ફરિયાદના દોર ચાલુ જ રાખશે અને જીવનની હકારાત્મક ઊર્જાને વેડફી નાખશે અને પછી બોલો હવે શું કરું નું રટણ ચાલુ કરી દેશે.....

ફરિયાદ નું ઉત્પતિ સ્થાન છે અદેખાઈ,તુલના,અસંતોષ.......

આ ફરિયાદ એ માણસનું નકામું હથિયાર છે પણ ધારદાર હોય તેવી રીતે વાપરે છે અને પછી ના ચાલે તો નીશાસો નાખી વ્યથા ને રજૂઆત કરે છે.... જે લગભગ નજીકના સંબંધોમાં વધારે વપરાય છે અને આ ફરિયાદ નો હેતુ કોઇપણ વસ્તુ કે પરીસ્થીતી કે સંજોગો કે સંબંધ ને લાગતીવળગતી હોય અને ઉકેલ પોતની પાસે જ હોય તોય ના વાપરે અને ફરિયાદોનો ઢગલો કરી નાખે અને કટેલાય લાચાર ના હોય તેમ વર્તે અને આ બસ ઘડી બે ઘડી માટે જ હોય પણ એક દેખાડો કરવા કે અમે જ સાચા છે....અને આ આખી દુનિયા  ખોટી છે...ફરિયાદમાં જેમ ખોટા પુરાવા રજુ કરી ને કેસ કરે અને પછી રજુઆત તો એવીરીતે કરે કે આ જગત ખોટું અને જે રજુ કરે તે જ સત્ય ....

ફરિયાદના પ્રકાર
શું કરું આ કયારે સુધરશે..?   આ શું કર્યું મારી મહેનત પર પાણી ફેરવી નાખ્યું........ આ મારી મરજી મુજબ કેમ નથી કરતા...  બીજાને જોઈ આવો...પછી કહેજો...   મારા નસીબમાં આવું જ લખાયું છે..........વગેરે વગેરે

અને આ ફરિયાદના ભાવમાં જેનાથી ફરિયાદ હોય તેને સાથે રાખીને સમજણ કેળવી શકાય પણ ફક્ત એક તરફી દલીલબાજી કરીને ન્યાયાધીશ જોડેથી પણ ન્યાય નથી મળતો કેમકે તેઓં બને સાક્ષી ને સંભારી ને જ ન્યાય કરતા હોય છે અને આપણે આપણો કકકો સાચો નું રટણ કરતા હોવાથી કેવળ નિરાશા અને હતાશા જ મળે છે...

આ ફરિયાદ ના ભાવ ને સ્વીકારભાવ સાથે જો જોડીએ તો લગભગ આ ફરિયાદ ભાવ જવા જ લાગે અને આપણા ૫૦ ટકા હકારાત્મક ઊર્જા નો બચાવ થાય અને જીવન અને શરીરમાં નવયુવાની આવી જાય....


ગુરુ તત્વ કે ભગવાન આપણી અરજ કે પ્રાથના હાથમાં ના લે તેનું કારણ આ ફરિયાદભાવ ..જયા સુધી ફરિયાદ જીભે કે હદયમાં છે ત્યાં સુધી તે આપણો સ્વીકાર નહિ કરે પણ જે ક્ષણથી સ્વીકારભાવ આવીયો દોડતો આવશે અને ભેટી પડશે....અને સાચો કે સત્ય માંગે બતાવીને જીવનની દશા અને દિશા બદલી નાખશે...અને જીવનમાં ધન્યતા ના અનુભવ કરાવશે...અનુભવવા જેવું ખરું ...ધીરે ધીરે શરૂઆત કરી જોવો પછી એ ફરિયાદ જયારે જયારે આવે ત્યારે જોવો કે સત્ય શું છે ...અને પછી ગમેતેવી સ્થિતિ કે પરિસ્થિતિ કેમ ના હોય સ્વીકારતા જાવ ...અદભૂત પરિણામ મળશે અને એક મોજ અવતરશે ....જય ભગવાન.

Wednesday, September 9, 2015

જીવનના અનુભવ : સ્વાર્થ

જીવનના અનુભવ : સ્વાર્થ

સંબંધોમાં અને આપણા વ્યહવારમાં સ્વાર્થ હોવો એ માણસનો એક દુર્ગુણ છે કેમકે આપણે બીજાનો સ્વાર્થ છે તે જોઈ શકીએ છીએ પણ આપણો પોતાનાનો સ્વાર્થ તો કોઈ કાળે નહિ જ દેખાય...

એક ધંધાકીય અર્થે સ્વાર્થ હોવો સ્વાભાવિક છે પણ એટલો પણ ના રાખવો કે એ સ્વાર્થ ફરી ધંધાકીય વ્યહવાર જ ન કરાવે...

સ્વાર્થ ના મૂળમાં જોઈશું તો એક કપટ કે છલ રહેલું છે એટલે તે માણસના સ્વભાવ પર પડે છે અને પછી ઝનુન કે હઠાગ્રહ ને લીધે બધું જ ધૂંધળું થઈ જાય છે અને ફક્ત સ્વાર્થ જ દેખાય છે અને આપણી અંદર રહેલા પ્રેમ તત્વને ઢાકી દે છે અને હિત કે અહિત જાણીયા વગર કે સંબંધો ના મહત્વ ને ભુલાવી ને એક અલગ ક્રિયા કરાવે છે....જેનું પરિણામ નક્કી દુઃખ અને દર્દ જ હોય છે એ ભલે વહેલું કે મોડું પણ પોતાનું પોત પ્રકાશે છે અને જીવનની ગતિ ને અટકાવી દે છે ..જો જો તમે કોઈને નિસ્વાર્થભાવે કર્મ કે કાય કર્યું હશે તેનો આનદ અને સ્વાર્થ થી કરેલ કર્મ કે કાયનો આનદ માં એક આસમાન જમીન નો ભેદ દેખાશે અને પોતે આ અનુભવી પણ શકશે.....

જો આ સ્વાર્થ રૂપી દુર્ગુણ ને જાણવા છતાં આપણે તેના દુષ્કર્મ પરિણામ ભોગવી જ રહ્યા છે તો આ ક્ષણથી એક જીવ કે જાત ને પ્રમાણ કરીએ કે આને જીવન ની અંદર પ્રવેશવા જ ના દઈએ અને સ્વાર્થ ની ખબર પડે અને સાવધાન થઈ ને બીજાના હિત ને ધ્યાનમાં રાખી કર્મ,કાર્ય,કે વહેવાર કરીએ જેથી પરત ફળ સ્વરૂપે કેવળ આનદ અને આનદ જ મળશે આ મારો અનુભવ છે ...એકવાર કરી જોવો...કેમકે

આપણે પોતાને અંદરથી ગમે તેટલો સારા કહેતા હોઈએ કે દુનિયા આપણને ઘણા સારા સમજતી હોય, પણ સંબંધો સિવાય કોઈને પણ  નિસ્વાર્થપણે મદદરૂપ થઈશું તો તેનો બદલો ભગવાન કે તત્વ એક મોજ કે આનદ સ્વરૂપે કેશ વહેવાર કરશે એટલે કે તરત જ આપશે અને એની ખબર પોતાને પછી અને બધાને પહેલા થશે....

ફેસબુક કે વોટ્સઅપ  પર સારા વિચારો, સારા લેખ શેર કરવાથી કે કોઈ સમસ્યા વિષે અભિપ્રાય આપી દેવાથી મારી જવાબદારી પતી જાય છે? હું પોતે ઘણી વાર આવું કરું છું, અને પછી એવી સ્વાર્થીલાગણી થાય છે કે ચાલો હું કંઈક બોલું તો છું, કંઈ નથી કરતો તો શું થયું. પણ એ તો સ્વ અર્થે ને જ ને ખુશ રાખવાનો એક વિચાર માત્ર છે.

સારા સંસ્કારોના લીધે માણસ સારા કર્મો કરવાનું વિચારી શકે, પણ એને અમલમાં મુકવા દ્રઢ મનોબળ અને નિસ્વાર્થ ભાવના હોવી જરૂરી છે, જે આજે માણસમાંથી ખોવાઈ ગઈ છે , ક્યાં તો માણસ પોતે જ એક રૂટીન જીંદગીમાં ખોવાય ગયો છે....દુનિયાના આ સ્વાર્થ વલણને ન જોતા પોતાના સ્વાર્થને જ જોઈએ અને અટકાવીએ જેથી જગમાં સર્વ વ્યાપી એક શાંતિ અને આનદ પ્રવેતે જે આપણા જીવનને ધન્ય કરે અને જન્મને સાર્થક કરે...જય ભગવાન.





.

Tuesday, September 8, 2015

જીવનના અનુભવ : અસમંજસ (કન્ફ્યૂઝન)

જીવનના અનુભવ : અસમંજસ (કન્ફ્યૂઝન)

અમદાવાદના હાર્દ સીટી સમા માણેકચોક વિસ્તારમાં ફોર વિહીલર લઈને પીક અવરમાં જવું એટલે ટ્રાફિકમાં ફસાયેલા જ રહેવાનું અને કોઈપણ માણસ ટ્રાફિકના કોઈ નિયમ પાળે નહિ અને બધા મનફાવે તેમ વહાનો હાંકે અને પછી એક સમય એવો આવે કે આગળ જવું મુશ્કેલીમાં મૂકી દે અને અસમંજસ (કન્ફ્યૂઝન) થાય કે હવે શું..?

આવું દુનિયાના કોઇપણ શહેર કે ગામમાં પણ આ દ્રશ્ય જોવા મળે છે અને આ એક અણસમજ કહો કે ઉતાવળ જવું છે ત્યાં સમયસર પહોચી જ ન શકાય અને બધી જ ગણતરી ઉંધી પડે અને આ અસમંજસ (કન્ફ્યૂઝન)માં કઈપણ  નક્કી જ ન કરી શકાય...

આવું જ આપણા મન નું છે જયારે હોય ત્યારે આપણી અંદર એટલા બધા વિચારો આવે કે આ વિચારોના ટ્રાફિકમાં આપણે સપડાઈ જઈએ અને અસમંજસ (કન્ફ્યૂઝન) શરૂ થાય અને પછી હવાતિયા મારીએ અને આગળ કેવી રીતે વધવું તે નક્કી જ ના થાય અને કરવાનું હોય કઈક અને કરી બેસીએ કઈક અને પછી એના ફળ સ્વરૂપે હેરાનગતિ સ્વીકારવી જ પડે અને આપણે આપણા મનફાવે તેવા વલણ ને લીધે દ્રિવ્ધામાં મુકાઈ જઈએ કે હવે શું...?

આવું ના બને તે માટે કરવું શું ..........
આવું ના બને તેમાટે આપણે શું એક બાજુ બેસી જવું ...?
ના
જયારે જયારે આવા અસમંજસ (કન્ફ્યૂઝન) ના સ્વરૂપે વિચારોના વમળ આવે ત્યારે સો પ્રથમ આપણે એક સાઈડ પકડી લેવી અને પછી ધીરે ધીરે જેમ જેમ વિચારો નો ટ્રાફિક શાંત થાય એટલે કે જગ્યા થાય તેમ તેમ આગળ વધવું આ સમજવું મુશ્કેલ નથી ...પણ અનુભવમાં આવેલું જ છે પણ ઉતાવળ ન કરતા જેમ જેમ એકાગ્રતા આવે તેમ આ અસમંજસ (કન્ફ્યૂઝન) જવા લાગે અને રસ્તો સાફ દેખાય અને આપણે આપણા જીવનની ગતિને આગળ વધારી શકીએ અને સહજતાથી જીવનના તમામ ટ્રાફિકને પહોચી વળીએ અને જીવનને એક સરસ ગતિ આપી શકીએ

જયારે જયારે આવા વિચારોના વમળમાં જે લોકો ફસાયેલા રહેલા છે તેમના અનુભવ પણ આ જ કહે છે કે શાંત અને એકાગ્રતાથી ભલભલા રસ્તા ખુલી જાય છે,આ ભગવાનની લીલા કહો કે કુપા તે આપણને સમભાળી જ લે છે બસ આ અસમંજસ (કન્ફ્યૂઝન)થી ગભરાવાની જરૂર નથી કેમકે કયારે કોઈ રસ્તાપર નો ટ્રાફિક વધુ સમય માટે જામ નથી રહેતો ત્યાં કોઈને કોઈ ટ્રાફિક પોલીસઆવીને આ રસ્ત્તાને મોકળો બનાવે જ છે બસ આપણે રાહ જોવાની છે અને શાંત ચિતે એકાગ્રતા જાળવવાની છે બાકી ટ્રાફિકમાં ફસાયેલી મોટી મોટી બસની નીકળી જાય છે તો આપણે તો આ દેહ રૂપી સાયકલ લઈને આવિયા છે તો પરીસ્થીતી ગમે તેવી હોય બદલાતા વાર નથી લાગતી......જય ભગવાન.